બોલીવુડ જગતની દુનિયા બહારથી જેટલી રંગીન તથા આકર્ષક દેખાય છે તેટલી જ અંદરથી અંધકારમય ભરેલી પણ છે. બોલીવુડ જગતના કલાકારોના પર્સનલ જીવનમાં પણ ઘણા ઉતાર ચઢાવ આવતા હોય છે. મૂવીમાં ગ્લેમરસ દેખાતી કલાકારોની લાઇફની બાબતો ઘણીવાર માણસોની સામે આવી જાય છે તો ઘણીવાર દબાઈને જ રહી જાય છે. તેઓનું વ્યક્તિગત જીવન ઘણીવાર તકલીફો ભરેલું બની જાય છે.

એવું જ એક સમાન્ય જીવન જીવી રહી છે એક જમાનાની ફેમસ હિરોઈન રતિ અગ્નિહોત્રી. 10 ડિસેમ્બર 1960 ના રોજ જન્મેલી રતિ આજે 58 વર્ષની થઇ ચુકી છે. રતિએ પોતાના પર્સનલ લાઇફમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કર્યો છે. આજે અમે તમને રતિના જીવન વિશેની વાતો કહીશું.

રતિએ પોતાની કરિયરની શરૂઆત વર્ષ 1979 માં તમિલ મુવી Puthiya Vaarpugal દ્વારા કરી હતી. રતિએ ફક્ત 10 વર્ષની નાની ઉંમરમાં જ મૉડેલિંગ ચાલુ કરી દીધું હતું. વર્ષ 1981 માં રતિએ બૉલીવુડ જગતની ફિલ્મ એક દુજે કે લિયે દ્વારા ડેબ્યુ કર્યું હતું. મૂવી સુપર હિટ પુરવાર થઇ હતી અને તેના પછી રતિ સફળતા મેળવતી ગઈ.

1980 સુધીમાં રતિ મૂવી ઇન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત હિરોઈન બની ચુકી હતી. આ વચ્ચે તેની મુલાકાત બાદ મુંબઈના આર્કિટેક્ટ અને બિઝનેસમૅન અનિલ વીરવાની સાથે થઇ હતી. બંન્ને એક ઇવેન્ટમાં મળ્યા હતા, જેના પછી બંન્ને એકબીજાને ડેટ કરવા લાગ્યા. બંન્નેનો પરિવાર આ લગ્નથી ખુશ ન હતો પણ આખરે બંન્નેના લગ્ન થઇ ગયા.

બંન્ને લોકોએ 9 ફેબ્રુઆરી 1985 ના રોજ મેરેજ કર્યા હતા. લગ્ન પછી રતિએ પતિ અને ફેમિલી માટે ફિલ્મોથી દુરી બનાવી લીધી હતી, પણ તેના પછી બંન્ને વચ્ચે મનમુટાવ અને જગડા થવા લાગ્યા.

એવી પણ ખબરો સામે આવી હતી કે તેનો પતિ તેના પર ઘરેલુ હિંસા કરતો હતો તતઃ રતિ પોતાને બચાવવા માટે સમગ્ર ઘરમાં દોડ્યા કરતી હતી. જો કે વર્ષ 1986 માં રતિએ દીકરા તનુજ વીરવાનીને જન્મ આપ્યો હતો છતાં પણ પતિના સ્વભાવમાં ફરક પડ્યો ન હતો.

રતિ પતિના આવા વ્યવહારને 30 વર્ષ સુધી સતત સહન કરી રહી હતી. એક ઇન્ટરવ્યૂમાં રતિએ જણાવ્યું હતું કે, મને લાગતું હતું કે મને આવી રીતે પતિ દ્વારા મારતા મારતા જ હું મરી જઈશ.

જેના બાદ રતિએ 14 માર્ચ 2015 ના રોજ પોતાના પતિના સામે ઘરેલુ હિંસાનો કેસ દર્જ કરાવ્યો. જેના બાદ બંન્ને જુદા થઇ ગયા હતા. હાલ રતિ એકલી જ પોતાનું જીવન વ્યતીત કરી રહી છે.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *