અમદાવાદ શહેરમાં આજ રોજ કોરોના વાયરસના ગ્રહણની મધ્યમાં ભગવાન જગન્નાથની જળયાત્રા કાઢવામાં આવશે. આજે સવારે નીજ મંદિરે 8.15 વાગે જળયાત્રાની શરૂઆત કરવામાં આવી છે અને 9.15 વાગે જળપૂજન કરવામાં આવ્યું હતું. આજે સોળે શણગારથી તૈયાર થઈને ભગવાન જગન્નાથના દર્શનનો લહાવો 11 કલાકે થશે. આ ઉપરાંત 11 કલાકે ભગવાન ગજવેશના દર્શનનો લહાવો પણ ભક્તો કરી શકશે. આજની જગન્નાથની જળયાત્રામાં મહંત તથા થોડાક જ ટ્રસ્ટીઓ જ ઉપસ્થિત છે.

Photo Credit

આજે રથયાત્રા પહેલાની જળયાત્રા નીકળી હતી. જગન્નાથ મંદિર દ્વારા આ મહત્વની વિધિનું અત્યંત સાદગીભર્યું આયોજન કરાયું હતું. સાદગી છતાં કોરોના મહામારીમાં વિધિમાં કોઈ કચાશ રાખવામાં આવી ન હતી. મહંત દિલીપદાસજીએ સમગ્ર પૂજા કરાવી હતી. ડેપ્યુટી સીએમ હાજર રહ્યા હતા. જળયાત્રા (Jal yatra) ની વિધિ તેમના હસ્તે કરવામાં આવી હતી. નીર કળશમાં ભરીને ભગવાન જગ્નાથના મંદિરે લઈ જવામાં આવ્યા છે. ડેપ્યુટી સીએમ નહોતા આવવાના, પરંતુ અંતિમ ઘડીએ તેઓ આવી પહોંચ્યા હતા.

દરેક વર્ષે ધામધૂમથી આ સમગ્ર પ્રક્રિયા કરવામાં આવતી હોય છે, પરંતુ કોરોના વાયરસનાં સંકટને લીધે આ પ્રક્રિયા સાદગીથી કરવામાં આવી હતી. જળ ભર્યા પછી પૂજા અર્ચના કરવામાં આવી હતી. ગંગા પૂજનનો ખાસ અને સુંદર અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર દેખાવા મળ્યો હતો. તો જળ ભર્યા પછી નદીની વચ્ચે જઈને પૂજા કરવામાં આવી હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદી વચ્ચે જઈને સાબરમતીના નીરને કળશમાં ભરી લીધા હતા.

Photo Credit

• જગન્નાથ ની યાત્રામાં શું કરવામાં આવે છે
જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની વિધિવત્ શરૂઆત. ભગવાન જગન્નાથજીની વિધિ પ્રમાણે રથયાત્રા તો અષાઢી બીજના દિવસે કાઢવામાં આવે છે, પણ જેઠ સુદ પૂનમે યોજાતો જળયાત્રા મહોત્સવ રથયાત્રાનું સૌથી પહેલું ચરણ માનવામાં આવે છે. સતયુગમાં બદ્રીનાથજી, ત્રેતાયુગમાં રામેશ્વર, દ્વાપરયુગમાં દ્વારકાધીશ તેમ જ કળીયુગમાં જગન્નાથજીનો મહિમા અપાર છે.

રથયાત્રાના પહેલા ચરણમાં એટલે કે જળયાત્રા માનવામાં આવે છે. બધા જ વર્ષેની જેમ જગન્નાથ મંદિરથી વાજતે-ગાજતે, ઢોલ-નગારાં, કરતાલ, પખવાજ, મૃદંગ, શરણાઇના સૂર તેમજ ધજા-પતાકા, બેન્ડવાજા, હાથી, બળદગાડા, ભજન મંડળીઓ સહિત મોટી સંખ્યામાં ભગવાનના ભક્તો જોડે જળયાત્રાની શરૂઆત થઈને સાબરમતી નદીના તટે સોમનાથ ભૂદરના પહોચતા હોય છે. સોમનાથ ભૂદરના નજીક ગંગાપૂજન આયોજન કરવામાં આવે છે.

Photo Credit

ગંગાપૂજન બાદ 108 કળશમાં જળ ભરી જળયાત્રા મંદિરે પાછા ફરવામાં આવે છે અને પછી મંદિરમાં આશરે એક કલાક સુધી ભગવાન જગન્નાથને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવે છે. જળાભિષેક વખતે સાધુ-સંતો અને ભાવિક ભક્તજનોની ઉપસ્થિત માં જગન્નાથજીના ગગનભેદી જયકારો જોડે મૂર્તિઓને દૂધથી કેસર સ્નાન કરાવવામાં આવે છે. જળાભિષેક પછી ભગવાન જગન્નાથજીનું ષોડષોપચાર પૂજન અર્ચન કરીને પ્રભુને શૃંગારમાં ગજવેશ અર્પણ કરાવવામાં આવે છે

ભગવાનનાં ગજવેશ સાથે સંકળાયેલી વાત પ્રમાણે જો કહીએ તો, જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાનનાં “ગજવેશ”નાં શણગારનાં દર્શન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યનો એક ગણેશ ભક્ત ગણપતિ નામનો હતો અને તે બે મહિના પગપાળ ચાલીને જગન્નાથજી મંદિર પહોંચ્યો હતો. તેને ગણેશજીની જગ્યાએ ત્યાં જગન્નાથજીનાં દર્શન થતા તેને મનમાં થયું કે, આ ભગવાન નાં હોય અને તેણે અન્ન-જળનો ત્યાગ કર્યો. જ્યારે “જયેષ્ઠાભીષેક” થયો, ત્યારે તેને ગણેશ સ્વરૂપનાં તેમના સાક્ષાત દર્શન થયા.

Photo Credit

તેના પછી જ વર્ષમાં એક દિવસે ભગવાન ગજવેશના અવતારમાં ભક્તોને દર્શન આપે છે. ત્યારપછી બપોરે મંદિરમાં ભંડારો પણ આયોજિત કરવામાં આવે છે. જગન્નાથજી મંદિરમાં તો જળયાત્રા આગવી અને ખાસ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. નવરત્ન દીવડાથી પ્રભુની આરતી અને પૂજા અર્ચના કર્યા પછી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજી તેમના મોસાળ મામાના ઘરે સરસપૂરમાં પધારે છે અને તેજ સમયે ભગવાનના વિગ્રહનાં દર્શન થતાં નથી, પરંતુ તેમની ફોટોના અવશ્ય દર્શન કરવામાં આવે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *