આમ તો બોલીવુડ માં ઘણા અફેર થયા પરંતુ સલમાન અને ઐશ્વર્યા નું અફેર સૌથી વધુ ચર્ચામાં રહ્યું. આ બંને લગભગ ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં હતા. તેના પ્રેમ ની શરૂઆત વર્ષ 1999 માં હમ દિલ દે ચુકે હૈ સનમ દરમિયાન થઇ હતી. ત્યારબાદ વરસજ 2002 માં તેનું બ્રેકપ થયું જેની ચર્ચા ખુબ જ થઇ હતી. તેનું કારણ હતું કે સલમાન ઐશ્વર્યા ને ગુસ્સામાં આવીને હેરાન કરતો હતો. બ્રેકપ બાદ ઐશ્વર્યા એ એક ઈન્ટરવ્યું માં કહ્યું હતું કે તે આજ પછી ક્યારેય સલમાન સાથે કામ નહિ કરે.

સલમાન સાથે ક્યારેય કામ નહિ કરું :

Image Credit

વર્ષ 2004 માં ઐશ્વર્યા તેની હોલીવુડ ની પહેલી ફિલ્મ ના પ્રમોશન માં વ્યસ્ત હતી ત્યારે ચર્ચાઓ હતી કે ઐશ્વર્યા સલમાન ની જોડી ફરી એક વખત મોટા પર્દા પર જોવા મળશે. જયારે આ વાત વિશે એશ ને પૂછવામાં આવ્યું તો તેને ખુબ જ ગુસ્સા માં આવીને તેનો જવાબ આપ્યો. તેને ગુસ્સામાં કહ્યું હતું કે સલમાન સાથે કામ કરવાનો સવાલ જ પેદા નથી થતો. હું સલમાન સાથે મારા સંબંધ ને સંપૂર્ણ રીતે પૂરો કરી ચુકી છુ. યાદ અપાવી દવ કે મેં જયારે આ સ્ટેટમેન્ટ આપ્યું હતું ત્યારે હું હોસ્પિટલ પગ ફ્રેકચર ને લીધે હતી.

બીજી વખત ભૂલ નહિ કરી શકું :

Image Credit

ઐશ્વર્યા એ કહ્યું હતું કે સ્ટેટમેન્ટ લખતી વખતે મારી પાસે હોસ્પિટલ માં તેના વિશે વિચારવાનો ઘણો સમય હતો. મેં ખુદ ને પૂછ્યું કે હું શું કરી રહી છું? હું એ વ્યક્તિ નથી જે એક વખત નિર્ણય લીધા પછી ફરી જાવ. તેની પાસે (સલમાન) ફરીથી જવાનો સવાલ જ પેદા નથી થતો. મેં તેને મારીસાથે માત્ર એક ફિલ્મ માં કામ કરવાનો મોકો આપ્યો હવે આ ભૂલ હું બીજી વખત નહિ કરી શકું.

સલમાન કરતો મારપીટ :

Image Credit

ઐશ્વર્યા એ ઇન્ટરવ્યુંમાં એ વાત નો પણ ખુલાસો કર્યો કે સલમાન તેની સાથે મારપીટ કરતો હતો. તેને શક હતો કે મારું અફેર કોઈ બીજા સાથે ચાલે છે. તે ઘણી વખત મારા પર હાથ ઉઠાવી ચુક્યા છે. ફોન પર પણ તેનો વ્યવહાર ખુબ જ અજીબ હતો.

સંબંધ થી પેરેન્ટ્સ પણ નહોતા ખુશ :

Image Credit

ઐશ્વર્યા ના માતા પિતા પણ આ સંબંધ થી ખુશ હતા નહિ. તેના માતાપિતા ઐશ્વર્યા ને સલમાનના ઘરે જવાની પણ ના પડતા હતા ખાસ કરીને તેના પિતા કેમ કે તેના પિતા ને ખબર હતી કે સલમાન આની પહેલા ઘણી છોકરીઓ સાથે રીલેશન માં આવી ચુક્યો છે. જાણવા મળ્યું છે કે ઐશ્વર્યા એ સલમાન માટે તેના માતાપિતા ને પણ છોડી દીધા હતા. તે લોખંડવાળા ના ગોરખ હિલ ટાવર માં સેપરેટ એપાર્ટમેન્ટ માં રહેતી હતી.

સલમાને તોડ્યું હતું ઐશ્વર્યા નું ફિલ્મ સેટ :

Image Credit

ઐશ્વર્યા એ એક અંગ્રેજી ઇન્ટરવ્યુંમાં ખુલી ને એ વાત નો સ્વીકાર કર્યો કે તેનું અને સલમાન નું બ્રેકપ થઇ ચુક્યું છે. જો કે સલમાન આ વાત માનવા તૈયાર હતા નહિ. ઐશ્વર્યા ના આ ઈન્ટરવ્યું પછી સલમાન ખુબ જ નારાજ થઇ ગયા હતા. તેને ચલતે ચલતે ફિલ્મના સેટ પર જઈને તોડફોડ અને ધમાલ મચાવી હતી. તેના કારણે ઐશ્વર્યા ને આ ફિલ્મ છોડવી પડી અને શાહરૂખ એ તેની બદલે રાની મુખર્જી ને લીધી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *