બોલીવુડ જગતના અભિનેતા આમિર ખાનની બ્લોક બસ્ટર મૂવી દંગલ રિલીઝ થયાને ત્રણ વર્ષ જેટલો સમયગાળો થઇ ગયો છે. દંગલ મૂવી હરિયાણાની રેસલર ગીતા અને બબીતા ફોગાટ સાથે જોડાયેલી છે.

આ મૂવીમાં ફાતિમા શના શેખ, સાન્યા મલ્હોત્રા તથા જાયરા વસીમ સહીત અન્ય અભિનેત્રીએ કામ કર્યું હતું. આવો જાણીએ આ ફિલ્મના ત્રણ વર્ષ બાદ આ હીરો કેવી લાગી રહી છે.

દંગલ મૂવી 23 ડિસેમ્બર 2016ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ મૂવી એ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી હતી. આ ફિલ્મમાં આમિર ખાને રેસલર ગીતા અને બબીતા ફોગટેના પિતાનો રોલ ભજવ્યો હતો.

તાજેતરમાં તો આમિર ખાન મૂવી લાલસિંહ ચડ્ડાનું શૂટિંગ કરી રહ્યા છે, આ ફિલ્મ હોલીવુડ ફિલ્મ ફારેસ્ટ ગમ્પની હિન્દી રીમેક છે.

આ મૂવીમાં બબીતા ફોગટેનો રોલ સાન્યા મલ્હોત્રાએ ભજવ્યો હતો, જે પણ લોકોને ગમી રહ્યો હતો.

આ મૂવીમાં જાયરા વસીમે ગીતા ફોગાટના નાનપણનો રોલ ભજવ્યો હતો. આ રોલને લઈને જાયરાની ખૂબ જ તારીફ કરવામાં આવી હતી. જાયરા છેલ્લે ફિલ્મ ધ સ્કાય ઇઝ પિન્કમાં જોવા મળી હતી.

આ મૂવીમાં જાયરાએ પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તરની દીકરીનો રોલ નિભાવ્યો હતો. હવે જાયરા વસીમે ઍક્ટિંગ છોડી દીધી છે.

ફાતિમા સના શેખે આ મૂવીમાં ગીતા ફોગાટનો રોલ ભજવ્યો હતો. માણસોએ ફાતિમા સના શેખન કામને બહુજ વખાણ્યું હતું. અને તે લોકો વચ્ચે પ્રખ્યાત થઇ ગઈ હતી.

હવે ફાતિમા રાજકુમાર રાવ જોડે ડાયરેક્ટર અનુરાગ બાસુની મૂવીમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તે સૈફ અલી ખાન સાથે ફિલ્મ ભૂત પોલીસમાં દેખાવા મળશે.

strong>Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *