બોલીવુડ જગતના હેન્ડસમ હંક તરીકે ઓળખતા જોન અબ્રાહમેં ઘણી સુપરહિટ મૂવીમાં કામ કર્યું છે. જોનને જોઈને ઘણી મહિલાઓ તેનામાં પાગલ થઇ જાય છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે, જોન અબ્રાહમ તેની જિંદગીમાં બેહદ અલગ અને સિમ્પલ છે.

17 ડિસેમ્બર 1972 દિવસે જન્મેલા જોન અબ્રાહમે 2003માં આવેલી ‘જીસ્મ’ મૂવી કરિયરની શરૂઆત કરી હતી. જોન મૂવીમાં આવતા પહેલા મોડેલિંગ કરતો હતો. જોનના લુકને લીધે તેને પોતાનો ફિલ્મમાં હાથ અજમાવ્યો હતો. આ પછી તેને બોડી બનાવવાનું ચાલુ કરી દીધું હતું.

જોન અબ્રાહમ તેની બોડીને લીધે એકદમ સુપરહિટ થઇ ગયો હતો. આજની તારીખમાં પણ જોન અબ્રાહમ મોંઘા સુપરસ્ટાર માંથી એક છે. જોન યામાહા, હાયર અને રીબોક જેવી અનેકવિધ કંપનીઓની જાહેરાત કરી ચુક્યો છે. જોન માર્કેટિંગ માટે લોકોની પ્રથમ પસંદ કહેવામાં આવે છે.

જોન પાસે એક પ્લોટ છે જેની કિંમત આશરે 22 કરોડ રૂપિયા છે. જોનનું પોતાનું એક ફિટનેસ સેન્ટર પણ છે. જોનની પાસે એક મોંઘુ દમદાર ઘર પણ છે. જેની કિંમત કરોડોમાં છે. જો તેની પાસેની કારની વાત કરવામાં આવે તો તેની પાસે લેમ્બોર્ગીની, નિસાન જી ટી અને ઓડી ક્યુ આર-3 છે.

જોનને કારની જોડે જોડે બાઈકનો પણ ખૂબ શોક છે. જોન પાસે ઘણી બધી મોંઘી બાઈક છે, છતાં પણ તે સાદાઈ થી રહેવાનું પસંદ કરે છે. જોન જયારે પણ કાર ચલાવે છે ત્યારે તેન ગાડીના કાચ ક્યારે પણ બંધ નથી કરતો.

હવે જો જોનના મમ્મી પપ્પાની વાત કરવામાં આવે તો તે આજે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરે છે, જયારે તેની માતા રિક્ષામાં જવાનું પસંદ કરે છે.


જોન અભિનેતાની જોડે જોડે એક સારો પ્રોડ્યુસર પણ છે. જોને પ્રોડ્યુસર તરીકેની પ્રથમ ફિલ્મ ‘વિક્કી ડોનર’ હતી.જે સફળ પુરવાર થઇ હતી. ઘણા વર્ષો સુધી બિપાશા બસુને ડેટ કર્યા પછી બ્રેકઅપ કરીને 2014માં ન્યુ યર ઇવ પર અમેરિકામાં પ્રિયા રૂંચાલ સાથે મેરેજ કરી લીધા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *