કાર્તિક આર્યન હાલમાં સુપરહિટ એક્ટર છે અને લાખો છોકરીઓ તેની દીવાની છે. કાર્તિકના હેન્ડસમ લૂક પાછળ લાખો છોકરીઓ જાન કુરબાન કરે છે. અવારનવાર કાર્તિક આર્યન નું નામ કોઈને કોઈ એક્ટ્રેસ સાથે જોડાયેલ રહે છે. કાર્તિક હેન્ડસમ હીરો હોવાથી તેની ફીમેલ ફોલોવિંગ ખુબ જ વધારે છે. પરંતુ તમને જણાવી દઈએ કે કાર્તિક ઈચ્છે છે કે તેને દીપિકા પાદુકોણ જેવી પત્ની મળે.

Image Credit

કોરોના વાઇરસ ને કારણે લોકડાઉન દરમિયાન કાર્તિક આર્યન સોશિયલ મીડિયા પર તેના ફેંસ ને સતત મનોરંજન કરે છે. તે ઘણા ખુબ જ જબરદસ્ત વિડીઓ શેર કરી રહ્યા છે. જો કે કાર્તિક છોકરીઓ ના દિલની ધડકન છે એમાં કોઈ શક નથી. હાલમાં જ તેને જણાવ્યું કે તે દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે. જો કે કાર્તિકે તેનું કારણ પણ જણાવ્યું હતું.

Image Credit

સારા અલી ખાન થી લઈને અનન્યા પાંડે સુધી કાર્તિક આર્યન નું નામ બોલીવુડની ઘણી એક્ટ્રેસ સાથે જોડાઈ ચુક્યું છે. હાલમાં જ કાર્તિક આર્યન એ તેના એક ઈન્ટરવ્યું માં જણાવ્યું કે તે દીપિકા પાદુકોણ ને પસંદ કરે છે. તેને જણાવ્યું કે તે દીપિકા પાદુકોણ જેવી છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, કેમ કે તે તેના પતિને પૂરી દુનિયા સામે ગર્વ મહેસુસ કરાવે છે.

Image Credit

દીપિકાએ એક ઈન્ટરવ્યું માં જણાવ્યું હતું કે તે રણવીર સાથે ‘ઓમ શાંતિ ઓમ’ દરમિયાન પહેલી વાર મળી હતી. રણવીર તે સમયે સાવરિયા નું શૂટિંગ કરી રહ્યા હતા. બંનેના મેકપ આર્ટીસ્ટ એક જ હતા તેથી બંને એ એકબીજાનો નંબર લીધો. થોડા દિવસ પછી રણવીરે દીપિકાને લંચ પર બોલાવી અને બંને એકસાથે લંચ પર ગયા. દીપિકાએ જણાવ્યું કે ત્યાર બાદ બંને એકબીજાને મળવા લાગ્યા.

Image Credit

આ ઇન્ટરવ્યુંમાં રણવીરે ડેટ પર જવા વિશે જણાવ્યું હતું કે તેને દીપિકાનો લૂક હજુ યાદ છે. રણવીરે જણાવ્યું કે દીપિકાએ વાઈટ ગંજી અને વાઈટ લીનેન પેન્ટ્સ પહેર્યું હતું. તેમજ વાળ બાંધી રાખ્યા હતા. રણવીરે આગળ જણાવ્યું કે બંનેએ સાથે પહેલી ફિલ્મ Mr. Bean’s Holiday જોઈ હતી. રણવીર અને દીપિકા 2009 માં એકબીજાથી અલગ થી અલગ થઇ ગયા પરંતુ બંને વચ્ચે દોસ્તી હતી. રણવીર આલિયા ભટ્ટ સાથે ડેટિંગ કરવા લાગી અને દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કરી લીધા.

દીપિકા સાથે બનશે જોડી?

Image Credit

કાર્તિક આર્યન ને જયારે કહેવામાં આવ્યું કે ફેંસ ઈચ્છે છે કે તે કટરીના કૈફ સાથે ફિલ્મ કરે. ત્યારે પણ તેનો જવાબ દીપિકાની આસપાસ જ હતો, કાર્તિકે જવાબ આપ્યો, ‘હું દીપિકા સાથે પણ સુંદર દેખાવું છું, તો શું કહો છો?’ આપણે રાહ જોઈશું કાર્તિક અને દીપિકાની જોડીને પર્દા પર આવવાની.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *