આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત માટે રૂપિયા 14,000 કરોડનું વિરાટકાય “આત્મનિર્ભર ગુજરાત પેકેજ” જાહેર કર્યું છે. કોરોના કાળમાં લોકોને આર્થિક માર ઓછો પડે એ માટે 200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ કરાયું છે જ્યારે કમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા 33 લાખ ગ્રાહકોનો સર્વિસ ચાર્જ માફ કરવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને સપ્ટેમ્બર સુધી 20%ની રાહત, 31 જુલાઈ સુધી ટેક્સ ભરનારને વધુ 10% ડિસ્કાઉન્ટની ઘોષણા થઈ છે. લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો છે.

ઉદ્યોગોને રાહત આપવા GIDCને 460 કરોડ ફાળવવામાં આવ્યા છે જ્યારે ઉદ્યોગકારોને 768 કરોડની પેન્ડિંગ સબસિડી એક મહિનામાં ચૂકવી દેવાશે. સૌથી વધુ રોજગાર આપતા બાંધકામ ક્ષેત્રને વેગ આપવા દોઢ લાખ એફોર્ડબલ ઘર બનાવવા સરકાર એક હજાર કરોડ આપશે. ટેકસટાઇલ ઉદ્યોગને 450 કરોડની સહાય અપાશે, GSTના 1200 કરોડના પડતર રિફંડ એક મહિનામાં જ ચૂકવી આપવાની મુખ્યમંત્રીએ ખાતરી આપી છે.

ખેડૂતોને અનાજ સંગ્રહ માટે ખેતરમાં ગોડાઉન બનાવવા 35 હજાર મળશે જ્યારે આદિવાસી શ્રમિકોને પોતાનાં વતનમાં પાક્કું ઘર બાંધવા 35 હજારની સહાય મળશે. એક લાખની બદલે હવે અઢી લાખ સુધીની લોન વેપારીઓને મળી શકશે, જેનાં માટે વ્યાજદર વાર્ષિક 4% રહેશે. મહિલા ઉત્કર્ષ માટે સખી મંડળોને વ્યાજ વગરની લૉન મળશે, લારી-ફેરિયાઓને છત્રી અપાશે. તેમજ માછીમારો, MSME વગેરે માટે પણ અનેક યોજનાઓ તેમણે જાહેર કરી છે.

રૂપિયા 14,000 કરોડનું વિરાટકાય “આત્મનિર્ભર ગુજરાત પેકેજ” જાહેર કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

200 યુનિટ વીજળીનો વપરાશ કરતા ગ્રાહકોને બિલમાં 100 યુનિટનું બિલ માફ: કમર્શિયલ વીજ કનેક્શન ધરાવતા 33 લાખ ગ્રાહકોનો સર્વિસ ચાર્જ માફ

પ્રોપર્ટી ટેક્સમાં વાણિજ્ય એકમોને સપ્ટેમ્બર સુધી 20%ની રાહત, 31 જુલાઈ સુધી ટેક્સ ભરનારને વધુ 10% ડિસ્કાઉન્ટ

લક્ઝરી બસો, ટેક્સી, કમર્શિયલ વાહનો વગેરેને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધીનો 6 મહિનાનો રોડ ટેક્સ માફ: અનેક જાહેરાતો

Author: ‘ભવ્યા રાવલ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *