2020 આવી છે પરંતુ આ ‘દહેજ પ્રથા’ આજે પણ આપના દેશમાં ચાલે છે. ભારતમાં દહેજ આપવું અને દહેજ લેવું બંને ગુનાપાત્ર છે પરંતુ તેમ છતાં આ કુપ્રથા અહીં ચાલી રહી છે. દહેજ ના કારણે ઘણી મહિલા ના ઘર બર્બાદ થઇ જાય છે. લોકો તેને મેળવવા માટે અપરાધ અને ખરાબ કામો પણ કરે છે, ઉત્તર પ્રદેશ નો આ કિસ્સો જ જોઈલો. અહીં એક પતિને દહેજ માં બાઈક ન મળી તો તેને તેની પત્ની ની ઈજ્જત જ ઓનલાઈન વહેંચવા મૂકી દિધી. આવો વિસ્તારમાં જાણીએ આખી ઘટના…

દહેજમાં બાઈક ન મળ્યું તો નારાજ થયો પતિ :

Image Credit

ન્યુઝ માં જણાવ્યા મુજબ યુપી ના મેહનાનગર પોલીસ ક્ષેત્રના ઠુથીય ગામનો રહેવાસી પુનિતે તેની પત્નીની ઈજ્જત માત્ર એ માટે વહેંચવા મૂકી કારણ કે તેને દહેજમાં બાઈક ન મળ્યું. સાસરિયા તરફથી દહેજ માં બાઈક્સ ન મળતા પુનીત ખુબ જ નારાજ હતો. તે બાઈક માટે તેની પત્ની પાસે ઝગડો કરતો હતો. તેને તેની પત્નીને માર પણ માર્યો હતો.

ગુસ્સામાં ઓનલાઈન વહેંચી પત્નીની ઈજ્જત :

Image Credit

પુનીત ના ઝગડા થી કંટાળી ને તેની પત્ની તેના માં-બાપ ના ઘરે ચાલી ગઈ હતી. તેનાથી તે વધુ નારાજ થયો. એવામાં તેને તેની પત્નીની તસ્વીરો ઓનલાઈન સોશિયલ મીડિયા પર ફરતી કરી. ફોટો નીચે તેને તેની પત્નીના નંબર પણ લખ્યા. એટલું જ નહિ તેને અજાણ લોકોને એવું પણ કહ્યું હતું કે તે તેની પત્ની સાથે વાત કરે અને સેક્સ કરવાનું પૂછે.

પોલીસે કરી ધડ્પકડ :

Image Credit

આ ઘટના બાદ પુનીત ની પરની પાસે અજીબ પ્રકારના કોલ્સ આવવાના ચાલુ થયા. એવામાં તેને સાઈબર સેલ માં ફરિયાદ નોંધાવી. તેમજ ત્યારે આરોપી તરીકે તેને તેના પતિનું નામ લખાવ્યું. એસપી ઓફિસર ના પીઆરઓ સંજય સિંહે જણાવ્યું કે, ‘સોમવારે અમે પુનીત ને પકડીને જેલ માં પૂરી દીધો હતો, આ મહિલા સામે અપરાધ નો અસામાન્ય કેસ છે, અમે કોશિશ કરીશું કે આરોપીને પુરેપુરી સજા મળે.’

Image Credit

આજના પુરુષ પ્રધાન સમયમાં મહિલાઓ ને આમ પણ ઘણું સહન કરવું પડે છે. ઉપરથી આ દહેજ પ્રથા વારાએ તેનું જીવવું મુશ્કેલ કરી નાખ્યું છે. માતા પિતાની જવાબદારી હોય છે કે લગ્નની વાત કર્યા પહેલા જ દહેજ ની વાત પણ ક્લીયર કરી લેવી. દહેજ લેવું અને આપવું બંને અપરાધ છે. એ વાત ને તમારા મનમાં સરખી રીતે યાદ રાખી લ્યો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *