જૂની વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય બચ્ચન પોતાની સુંદરતાને કારણે ખૂબ જ ફેમસ છે. લગ્ન બાદ પણ તે ફિલ્મોમાં અને જાહેરાતોમાં દેખાવા મળે છે. પોતાની સુંદરતા માટે હંમેશા જ એ ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા રાય બચ્ચનને મૂવી ઉદ્યોગની સૌથી સુંદર તથા સફળ હિરોઇન પૈકી એક માનવામાં આવે છે.

ઐશ્વર્યાની સુંદરતાના કહાની આખા વિશ્વમાં ફેમસ છે. ઐશ્વર્યા તથા અભિષેક બચ્ચનના મેરેજને 12 વર્ષ પૂર્ણ થઇ ગયા છે, તેમની એક દીકરી આરાધ્યા પણ 7 વર્ષની થઇ ગઈ છે. પણ હજુ પણ ઐશ્વર્યાની સુંદરતા કંઈ ઓછી નથી થઇ.

ઐશ્વર્યા રાયે વર્ષ 1994માં વિશ્વસુંદરીનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. માણસો તેમની સુંદરતાના કારણે તેમના ફેન્સ છે. એવોર્ડ ફંક્શનમાં કે બીજી આ પ્રકારની ઇવેન્ટ્સમાં આપણે ઐશ્વર્યાને મેકઅપમાં જોઈએ છીએ પણ કદાચ તમને એ અંદાજ જ નથી કે ઐશ્વર્યા મેકઅપ વગર પણ તેના જેટલી જ સુંદર દેખાય છે.

તો આજે એની એવી કેટલીક ફોટો જોઈએ કે જેમાં તે મેકઅપ વિના જોવા મળી રહી છે.

ઐશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડ જગતની સૌથી આકર્ષક તથા સુંદર હિરોઈન છે. પરંતુ જયારે તે ઘરે હોય છે ત્યારે તે મેકઅપ લગાવવાથી હમેશા માટે દૂર રહે છે. આ ઉપરાંત પણ ઘણી જગ્યાઓ પર ઐશ્વયા મેકઅપ વગર જોવા મળી છે.

એ માત્ર એરપોર્ટ, પાર્ટીસ જ નહિ પણ મૂવીમાં પણ વધુ મેકઅપ કરવાનું પસંદ નથી કરતી. એ મોટેભાગે સાદા લૂકમાં દેખાવા મળે છે.

તેટલું જ નહીં, ઐશ્વર્યા મૂવી ‘સરબજીત’માં પણ મેક-અપ કર્યા વિના દેખાઈ હતી. આ મૂવીમાં તેનો લુક ખૂબ જ સરળ અને મેકઅપ વગરનો હતો. ઐશ્વર્યા ઘણી વાર તેની પુત્રી આરાધ્યા સાથે ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. જેમાં ઐશ્વર્યા ઘણીવાર મેકઅપ વગર જોવા મળે છે.

જો આપણે મૂવી વિશે વાત કરીએ તો, અભિષેક તથા ઐશ્વર્યા બંને માટે 2018 સારું રહ્યું છે. આ વર્ષે ઐશ્વર્યા રાયે અનિલ કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘ફન્નેખાન’ સાથે કમબેક કર્યું હતું, જ્યારે અભિષેક બચ્ચન ફિલ્મ ‘મનમર્ઝીયા’માં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *