મહેન્દ્ર સિંહ ધોનીનું તમે એકવખત નામ સાંભળીને જ મનમાં એક અનેરો જોશ આવી જાય છે. ધોની એક એવા ક્રિકેટર છે જે દરેક માણસોના દિલમાં પોતાની એક જુદી જ છાપ બનાવી છે. ધોની 2007 થી 2016 સુધી ઇન્ડિયન ટિમના કપ્તાન હતા. ધોની કેપ્ટન હોવાની જોડે જોડે એક સારા વિકેટ કીપર પણ છે. તે દરેક બાજુથી ઉત્તમ ખેલાડી છે, પછી એ એક દિવસીય હોય કે ટેસ્ટ મેચ તેઓ પોતાની રમત અને માઈન્ડ ગેમથી ઇન્ડિયાને ઘણી બધી મેચ જીતવામાં મદદ કરી છે. 2011ના વર્લ્ડ કપ જીતાવવામાં ધોનીએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેમનામાં એક મહત્વની વાત તો એ છે કે આટલા પૈસા તથા પોતાનું આટલું મોટું નામ હોવા છતાં પણ તેઓ જમીનથી સંકળાયેલા છે તેમનામાં ઘમંડનો એક સહેજ છાંટો પણ નહીં જોવા મળે. તેઓ એક નોર્મલ વ્યક્તિનું પણ માન સમ્માન કરે છે. આ વાત તો તેમને બધાથી આગવા બનાવે છે. તેઓ કાયમ શોઓફવાળી વસ્તુઓથી બને એટલા દૂર જ રહે છે. તેમને ઇન્ડિયન ટીમના કપ્તાન બનવા માટે જે પણ સંધર્ષ કર્યા છે તે આજ સુધી ભૂલ્યા નથી. તેઓ કાયમ પોતાને એક સામાન્ય માણસની જેમ જ ટ્રીટ કરે છે. જો તમે આ વાત ન માનતા હોય તો આ કેટલીક તસ્વીરો છે જેને જોઈને તમને વિશ્વાસ આવી જશે.

1. એમએસ ધોની ક્રિકેટની જોડે જોડે બાઈક ચલાવવાના પણ શોખીન છે. તે પોતાની બાઈક જાતે જ રિપેર કરે છે અને જાતે જ બાઈક સાફ પણ કરે છે. ધોની પાસે અલગ અલગ 23 બાઈકનું કલેક્શન છે અને તેઓ બધી જ બાઈક
એક પછી એક ચલાવીને પોતાનો શોખ પૂરો કરે છે.

2. તમે દરેક પ્રખ્યાત વ્યક્તિને વાળ કપાવવા માટે કોઈ પ્રખ્યાત સલૂનમાં જ જતા જોયા હશે પરંતુ ધોની પોતાના વાળ લોકલ વાળંદ પાસે જ હમેશા કપાવે છે.

3. આ ફોટો જોઈને તો તમને વિશ્વાસ આવી જશે કે ધોનીમાં ઘમંડ નામની કોઈ વસ્તુ છે જ નહીં. તેઓ ઘરના નાના મોટા કામ પણ જાતે જ કરે છે.

4. તમે ધોનીને બહુ બધી વખત ક્રિકેટ ગ્રાઉન્ડમાં નીચે સૂતા તો જોયા જ હશે. તેઓ કોઈ પણ પ્રકારની શરમ અનુભવતા નથી કે તેમના જેવો મોટો સ્ટાર નીચે જમીન પર ઊંઘે.

5. એમએસ ધોનીની આ ફોટોમાં પણ જોઈ શકો છે કે તે કોઈ મોટા સ્ટારની જેમ 5 સ્ટારમાં જમવાને બદલે નીચે જમીન પર જ બેસીને જમવાનું વધારે ગમે છે અને તેમના દરેક કાર્યમાં તેમની પત્ની પણ તેમને સાથ આપે છે.

6. ક્રિકેટ સિવાય પૂર્વ કેપ્ટન ધોનીને ફૂટબોલ પણ ખુબ જ ગમે છે તેમને જયારે પણ રમાવનો મોકો મળે ત્યારે તેઓ ફુટબોલ રમી લે છે.

7. આ ફોટો ત્યારની છે જયારે ધોની અને તેની વહુ પાસપોર્ટ ઓફિસ ગયા હતા. આ ફોટો પરથી તેમની લાડાઈ જોઈ શકો છો કે તેમને પાસપોર્ટ ઓફિસર સાથે તસ્વીર લીધી હતી.

8. ધોનીની મહત્વની વાત તો એ છે કે તેઓ પોતાના જૂનો મિત્રોને હજુ નથી ભૂલ્યા. આ ફોટોમાં તેઓ પોતાના જુના મિત્ર સત્ય પ્રકાશ સાથે જમીન પર બેસીને ખાઈ રહ્યા છે. તમે કાયમ જોયું હશે કે જે માણસ પાસે અઢળક પૈસા આવી જાય તો તે વ્યક્તિ પોતાના જુના દોસ્તોને પણ ભૂલી જાય છે. ધોની આજે પણ પોતાના જુના મિત્રો સાથે સંપર્કમાં છે.

9. ધોનીને વરસાદમાં નહાવું તથા વરસાદમાં ફરવું કરવું ખુબ જ ગમે છે.

10. એક સમયે ધોની પોતાના સાથીઓ માટે ડ્રિંક્સ લઈને આવ્યા હતા. આ જોઈને બધા ત્યાં જ ચોકી ગયા હતા.

11. ધોનીને નોર્મલ માણસની જેમ જ જીવવાનું પસંદ છે, તેમને બાઈકની જોડે જોડે સાઇકલ ચલાવવી પણ ખુબ જ ગમે છે.

12. આવું તો ફક્ત ધોની જ કરી શકે કે જમીન પર આડા પાડીને આરામ કરવો, આવું બીજું કોઈ નથી કરી શકતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *