કળિયુગ માં મહાબલી હનુમાનજી એકમાત્ર એવા દેવતા માનવામાં આવે છે જે તેના ભક્ત ની પરેશાની દુર કરવા અને તેની રક્ષા કરવા આવે છે. માત્ર તેના નામના સ્મરણ થી જ ખરાબ માં ખરાબ શક્તિઓ પણ દુર થઇ જાય છે. હનુમાનજી ને સંકટ મોચન કહેવામાં આવે છે. હનુમાનજી ભક્તો ના સંકટ દુર કરે છે. રામભક્ત હનુમાનજી સૌથી વધુ શક્તિશાળી દેવતાઓમાં માનવામાં આવે છે. તેની પૂજા-અર્ચના કરનાર ભક્ત ના જીવનમાં ક્યારેય કોઈ પરેશાની આવતી નથી.

Image Credit

હનુમાનજી તેના ભક્તોના દરેક પ્રકારના સંકટ અને રોગોનો નાશ કરે છે. આજે અમે તમને એવા ખાસ મંત્રો વિશે જાણકારી આપવાના છીએ,જેનું જપ કરવાથી દરેક ભક્તો પર હનુમાનજી ની કૃપા બની રહે છે. ખુદ હનુમાનજી તે ભક્ત ની રક્ષા કરે છે. શાસ્ત્રો માં પણ હનુમાનજી ના આ મંત્ર ના ઘણા ફાયદાઓ જણાવવા માં આવ્યા છે. સાચા માંથી આ મંત્રો નું જાપ કરવામાં આવે તો દરેક ખરાબ પરિસ્થિતિ થી છુટકારો મળે છે.

1 મંત્ર : “ॐ श्री हनुमते नम:”

જો તમને કોઈ પણ પ્રકાર નો ડર હોય અથવા તમે ઈચ્છો છો કે તમને સુરક્ષા મળે તો તમે આ મંત્ર નો જાપ સાચા મનથી રુદ્રાક્ષ ની માળા થી ઓછામાં ઓછી એક માળા જાપ કરો. હનુમાનજી નો આ મહામંત્ર 24 કલાક સુધી તમારી આસપાસ સુરક્ષા કવચ બનાવી રાખશે. જો તમે વધારે માળા જાપ કરો છો તો તેની અસર વધી જાય છે.

Image Credit

2 મંત્ર : “महाबलाय वीराय चिरंजिवीन उद्दते, हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये”

મનોકામના પૂરી કરવા માટે આ મંત્ર ખુબ જ પ્રભાવિત માનવામાં આવે છે, જો કોઈ વ્યક્તિ આ મંત્ર નું ઓછામાં ઓછી એક માળા જાપ નિયમિત કરે છે તો તેની દરેક ઈચ્છાઓ જલ્દી પૂરી થાય છે.

Image Credit

3 મંત્ર : “ॐ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा”

જો કોઈ વ્યક્તિ આ મંત્રનો ઓછોમાં ઓછો એક માળા જાપ નિયમિત કરે છે તો તેના જીવનમાં તેને આર્થિક પરેશાનીઓ થી છુટકારો મળે છે. 45 દિવસ નિયમિત આ માંતનું જાપ કરવાથી જીવનમાં તમને સકારાત્મક પરિણામ જોવા મળશે.

Image Credit

4 મંત્ર : “ॐ नमो हनुमते रुद्रावताराय सर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूताय स्वाहा”

ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ તેનું જીવન ખુબ જ સારી રીતે જીવી રહ્યો હોય પરંતુ અચાનક તેના મનમાં કોઈ વાત ને લઈને ભય પેદા થાય છે. એવો તેને આભાસ થાય છે કે તેના પર કોઈ સંકટ આવવાનું છે. એવી સ્થિતિ માં તમે આ મંત નું જાપ કરો. આ મંતના જાપ થી તમને તમારા દુશ્મન થી રક્ષા મળશે.

હનુમાનજીના આ મંત્રોનું જાપ કરવાની વિધિ :

Image Credit

જો તમે હનુમાનજી ના આ મંત્રો નો પુરેપુરો લાભ ઉઠાવા માંગો છો તો તેના માટે નિયમ અને વિધિ વિશે જાણવું ખુબ જ જરૂરી છે. જો તમે આ મંત ના જાપ કરવા માંગો છો તો સવારે વહેલું ઉઠી જવું. સવારે વહેલું ઉઠીને સ્નાન કરી લેવું, ત્યારબાદ સાફ કપડા પહેરીને હનુમાનજી ની મૂર્તિ કે છબી સામે બેસી પૂજાની શરૂઆત કરો. હનુમાનજી ની પૂજા કરતા પહેલા એક વાત યાદ રાખવી કે હનુમાનજી ની પૂજા પહેલા શ્રીરામ નાં આશીર્વાદ લેવા ત્યાર બાદ જ હનુમાનજી ની પૂજા કરવી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *