ઘણી વખત આપણે નવરાશના પળમાં આપણા હાથની આંગળીઓ અવારનવાર ફોડતા હોઈએ છે, કટક દઈને જયારે આંગળીઓ ફૂટે ત્યારે જાણે આપણને એક અનોખી રાહત પ્રાપ્ત થતી હોય એવો અનુભવ પણ થતો હોય છે. થોડોક સમય આપણે કંટાળાના લીધે પણ આંગળીઓને ફોડતા રહીએ છીએ, ઘણા માણસો ફકત વિચારો કરતા કરતા પણ આ ક્રિયા અવારનવાર કરે છે. જેના લીધે આપણને થોડી હળવાશ પણ મળતી હોય છે, પરંતુ તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે આમ કરવું શરીર માટે ખુબ જ નુકશાન કારક છે.

આંગળીઓ ફોડવાથી આ સીધી અસર આપણા હાડકા ઉપર થાય છે જેના લીધે શરીરમાં કેટલીક બીમારીઓનો પણ ખતરો ઉત્પન્ન થાય છે. આવો જાણીએ કેવી રીત નુકશાન થાય છે શરીરમાં આંગળીઓ ફોડવાથી.

1. આંગળીઓ ફોડવાથી પહેલા તો આપણા શરીરના હાડકા ઉપર પ્રભાવ પડે છે જેના લીધે માણસની કામ કરવાની ક્ષમતા એકદમ ઓછી થઇ જાય છે.

2. આંગળીના તથા ઘૂંટણના સાંધાની અંદર સીનોવીયલ ફ્લુઇડ પ્રાપ્ત થઈ આવે છે. જે હાડકાને એકબીજા જોડે જોડાવા સિવાય હાડકાના સાંધામાં ગ્રીસનું પણ કાર્ય કરે છે. પરંતુ જયારે જયારે તમે આંગળીઓ ફોડે છે ત્યારે સાંધામાં રહેલું સીનોવીયલ ફ્લુઇડ લીકવીડ અચાનક જ ઓછું થવા લાગે છે, આ લિકવિડના ઓછા થવાના લીધે આર્થરાઇટિસની તકલીફનો સામનો પણ કરવો પડી શકે છે.

3. આંગળીઓ ફોડવાથી હાથના સોફ્ટ ટિશ્યુઝમાં અચાનક જ સોજો આવી જાય છે. કેલિફોર્નિયા યુનિવર્સીટીમાં આ વિષય ઉપર સંશોધન કરતા જાણવા મળ્યું કે જે લોકો પોતાની આંગળીઓ ફોડે છે તેમના હાડકા સમય પહેલા જ કમજોર થઇ જાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *