આપણી આર્થિક પરી વધુ સુધારવા માટે અને પુષ્કળ પ્રમાણમાં ધનવાન બનવા માટે આપણે સખત પરિશ્રમ સાથે સાથે નસીબ ઉપર પણ આધાર રાખતા હોઈએ છીએ, ઘણીવખત આપણી પરિશ્રમ કરવા હોવા છતાં પણ આપણને યોગ્ય ફળ પ્રાપ્ત થતું નથી ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે કિસ્મત સાથ આપતી નથી, ઘણા માણસોને આપણે જોઈએ છીએ કે ઓછા પરિશ્રમે વધુ આગળ નીકળી જાય છે ત્યારે આપણે તેને કિસ્મતનો સાથ મળ્યો એમ પણ સમજીએ છીએ. આપણું નસીબ આપણને જુદી જુદી રીતે સાથ આપતું હોય છે, ઘરની અંદર થોડીક એવી વસ્તુઓ અને વાસ્તુશાસ્ત્ર અનુસાર જો રાખવામાં આવે તો પરિવારમાં પૈસા આવતા હોય છે. આજે આવી જ એક બાબત અમે ખેવા જઈ રહ્યા છે જે તમારી આર્થિક પરીસ્થિતિમાં સુધારો કરશે. આ ચાર પ્લાન્ટને જો તમે ઘરમાં કે ઘરની નજીક રાખશો તો તમને અત્યંત જ ફાયદો થશે

1. તુલસીનો છોડ:

તુલસી માતાને આપણે હંમેશા પવિત્ર કહેતા આવ્યા છીએ. તુલસી આપણી ફેમિલીમાં સુખ શાંતિની હિલોળે જોડે સમૃદ્ધિ પણ લાવે છે. જો યોગ્ય જગ્યા ઉપર તુલસીનો છોડ મૂકવામાં આવે તો એ તમારી આર્થિક તકલીફને પણ દૂર કરે છે. તુલસીનો છોડ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં જ રાખવો.

2. હરશૃંગારનો છોડ:

આ એક એવા પ્રકારનો છોડ છે જે ઘરની અંદરથી ગરીબીને દૂર કરે છે. કેમ કે આ છોડ માત્રની સુગંધ ઘરની અંદર પ્રવેશીને નેગેટિવ ઉર્જાને હમેશા માટે દૂર કરે છે અને તેની સાથે સાથે તમારી આર્થિક તંગીને પણ દૂર કરવામાં ખુબ જ ફાયદાકારક છે.

3. આંબળાનો છોડ:

આંબળાનું વૃક્ષ માતા લક્ષ્મીનું સૌથી પસંદનું વૃક્ષ છે. આ છોડને ઘરની અંદર મૂકવાથી લક્ષ્મી માતાજી ખુશ થાય છે અને ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે.

4. મીઠા લીમડાનો છોડ:

મીઠા લીમડાનો વપરાશ તો બધા જ ઘરમાં ક્યારેક ક્યારેક તો થતો જ હોય છે પણ જો તમે તમારા ઘરમાં મીઠા લીમડાનો છોડ પણ રાખો છો તો તમારી આર્થિક પરીસ્થિતિ પણ સારી બને છે અને ઘરમાંથી નેગેટિવ ઉર્જા પણ દૂર થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *