31 મેં ની રાતે મ્યુઝીક ડાયરેક્ટર સાજિદ વાજિદ ફેમ વાજિદ ખાન ના મૃત્યુ ના સમાચાર સામે આવ્યા. વાજિદ છેલ્લા એક અઠવાડિયા થી કોરોનાથી સંક્રમિત હતા. હવે જાણવા મળ્યું છે કે તેની માં રાજીના ખાન પણ કોરોના પોઝીટીવ છે. રાજીના ખાન નો ઈલાજ મુંબઈના સુરાના સેઠિયા હોસ્પિટલ માં ચાલી રહ્યો છે.

Image Credit

આ જ હોસ્પિટલ માં વાજિદ ની કીડની નો ઈલાજ ચાલી રહ્યો હતો, જો કે રીપોર્ટ અનુસાર રાજીના ને કોરોના વાજિદ ખાન પહેલા થયો હતો. તેને તે જ હોસ્પિટલ ના કોઈ મરીજ થી સંક્રમિત થયો હતો. હાલમ સાજિદ ની માં નો ઈલાજ ચાલી રહ્યો છે અને આપણે દુવા કરીએ કે જલ્દી સાજા થઇ જાય. તેમજ તેના દીકરા ના મૃત્યુ ને સહન કરવાની શક્તિ મળે.

કીડની ટ્રાન્સપ્લાન્ટ બાદ બીમારી :

Image Credit

જણાવી દઈએ કે છ મહિના પહેલા વાજિદ ને કીડની ની બીમારી હતી અને તેની કીડની ટ્રાન્સપ્લાન્ટ કરી હતી. ત્યારબાદ તેની તબિયત ખુબ જ ખરાબ હતી. હોસ્પિટલ થી થોડા સમય પહેલાનો તેનો વિડીઓ પણ હાલમાં વાઈરલ થઇ રહ્યો છે જેમાં તે ઘણા કમજોર જોવા મળે છે.

એક અઠવાડિયા પહેલા કોરોના પોઝીટીવ :

Image Credit

એક અઠવાડિયા પહેલા જ વાજિદ નો ટેસ્ટ કોરોના પોઝીટીવ આવ્યો હતો. આ વાત ની જાન પહેલા સોનું નિગમે કરી અને પછી તેના ભાઈ સાજિદ ખાને પણ જાણ કરી કે વાજિદ કોરોના પોઝીટીવ છે. જો કે તેને હોસ્પિટલ માં દાખલ કાર્ય ત્યારે માત્ર ગાળામાં ઇન્ફેકશન જ હતા ત્યારે કોરોના હતો નહિ. માત્ર ઇન્ફેકશન ના લીધે જ તેને દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તે દરમીયાન તેને કોરોના થઇ ગયો.

હાર્ટએટેક થી થયું મોત :

Image Credit

વાજિદ નું મૃત્યુ હદયરોગ થી થયું હતું. માનવામાં આવે છે કે તેના કમજોર શરીર નું કારણ કોરોના પણ છે. કીડની ઇન્ફેકશન હોવાથી તે વધુ નબળા પડી ગયા હતા.  સંગીત જગત માં વાજીત નું મોટું નામ હતું. તેના મૃત્યુ ના સમાચાર સાંભળીને બોલીવુડના ઘણા કલાકાર શોક માં હતા. વાજિદ બધાના દિલની નજીક હતા.

નાની ઉંમરે મેળવી ઓળખાણ :

Image Credit

જણાવી દઈએ કે સંગીત જોડી સાજિદ વાજિદ એ ઘણી નાની ઉંમર માં ઓળખાણ મેળવી હતી. બાદમાં સારેગામાપામાં જજ ની ખુરસી પર બેસીને પણ તે દર્શકોના દિલોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા. વાજિદ ના જવાથી હવે આ જોડી અધુરી થઇ ગઈ છે.

બોલીવુડે આપી શ્રધાંજલી :

Image Credit

બોલીવુડના અલગ અલગ બધા જ સ્ટાર્સ એ વાજિદ ને શ્રધાંજલી આપી. દરેક સ્ટાર્સ એ તેની બિન્દાસ સ્માઈલ અને સુંદર મુસ્કાન ને યાદ કરીને તેને હંમેશા દિલમાં રાખવાના વચનો લીધા.

સલમાન ના ખાસ દોસ્ત અને તેના નામે છેલ્લું ગીત :

Image Credit

જણાવી દઈએ કે વાજિદ ખાન સલમાન ખન્ન ના ખાસ દોસ્ત હતા. તેને તેના ભાઈ સાજીદ સાથે મ્યુઝીક કરિયર ની શરૂઆત સલમાન ખાનની ફિલ્મ “પ્યાર કિયા તો ડરના ક્યાં” થી કરી હતી. રસપ્રદ વાત એ છે કે વાજિદ એ તેના કરિયર નું પહેલું સોંગ પણ સલમાન ના ફિલ્મ માટે કર્યું હતું અને છેલ્લું ગીત પણ સલમાન ખાનનું ખાસ ઈદ સોંગ ભાઈ ભાઈ હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *