હમણાં તો રોજને રોજ કોઈને કોઈ રીતે યુવતી પર અત્યાચારના કિસ્સા સામે આવી રહ્યા છે. એક બાપે તેની દીકરીની હત્યા કરી નાખી હતી. પણ સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ પિતાએ તેની દીકરીના લાશના ટુકડા કરીને એક નાનકડી સુટકેશમાં ભરી દીધા હતા. લોકો આ પિતા પર ફિટકાર વરસાવી રહ્યા છે.

ઉત્તરપ્રદેશના જૌનપુરના વસવાટ કરનારો 47 વર્ષીય અરવિદ શર્મા તેના કામને લીધે છેલ્લા ઘણા સમયથી પુનામાં રહેતો હતો. તેની પત્ની તથા તેની ચાર દીકરીઓ જૌનપુરમાં રહેતી હતી. તેની સૌથી મોટી પુત્રી પ્રિન્સીની શિક્ષણ પૂરું થઇ જતા તે ફેમિલી ને સહાયરૂપ થવા માટે પુના આવી હતી. પ્રિન્સીને એક કંપનીમાં ક્લાર્કની નોકરી પણ મળી ગઈ હતી.

આ કિસ્સામાં પ્રિન્સીની મુલાકાત એક માણસ સાથે થઇ હતી. પ્રિન્સી અને તે માણસ બંને ગળાડૂબ પ્રેમમાં હતા. અરવિંદને આ વાતની ગંધ આવી ગઈ હતી. અરવિંદેને આ અફેર મંજુર ના હતું. અરવિંદનું માનવું હતું કે, પ્રિન્સીએ લવમેરેજ કરી લીધા તો તેના ફેમિલીની બદનામી થશે તથા બીજી દીકરીઓના મેરેજ માં અડચણ આવશે. પ્રિન્સી અને અરવિંદેને આ મુદ્દે ઘણી વાર ઝઘડો થતો હતો.

આ બાબતે અરવિંદે પ્રિન્સીને હત્યા કરી નાખી હતી. આ પછી લાશને ઠેકાણે કરવા માટે તે થાણામાં એક રિક્ષામાં સૂટકેસ સાથે બેઠો હતો. જે પૈકી બહુજ દુર્ગંધ આવતી હતી. રીક્ષા ચાલકને શક જતા તેને અરવિંદને જણાવ્યું કે, આ કંઈ વસ્તુની આટલી દુર્ગંધ આવી રહી છે.

અરવિદને પકડવાના ભયથી તે ભાગી ગયો હતો. આ પછી જયારે રીક્ષા ચાલકે સુટકેશ ખોલી તો લાશના ટુકડા દેખાવા મળ્યા હતા. આ પછી રીક્ષા ચાલકે પોલીસને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અરવિંદની શોધખોળ આદરી હતી.આ અબ્દ પોલીસે અરવિંદનું ઘર ગોતીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની પુછપરછમાં અરવિંદ ભાંગી પડી તેનો ગુન્હો કબૂલ કર્યો હતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *