બોલીવુડ માં આવવા માટે સ્ટાર્સ તેની ફિટનેસ પર ખુબ જ જોર આપે છે. સ્કિન પર સારું દેખાવા માટે સ્ટાર્સ રત દિવસ જીમ માં પરસેવો પાડે છે. હાલમાં લોકડાઉન હોવાથી સ્ટાર્સ તેના ફેંસ સાથે સોશિયલ મીડિયા માં વર્કઆઉટ ના ફોટાઓ શેર કરી રહ્યા છે. સારા અલી ખાને તેની ફેટ-ટુ-ફીટ ની જર્ની ને શેર કરી છે. જો કે આ પહેલી વખત નથી તેને આગવ પણ આના વિશે ચર્ચા કરી છે. જણાવી દઈએ કે ફિલ્મોમાં આવ્યા પહેલા સારા નો વજન 96 કિલો હતો.

પીસીઓએસ નો કર્યો સામનો :

Image Credit

સારા અલી ખાને ઘણા વર્ષો સુધી પીસીઓએસ સાથે લડાઈ લડી છે. તે સમયે તેના માટે વજન ઓછો કરવો ખુબ જ જરૂરી હતો. ફિલ્મોમાં આવવા માટે પણ તેને વજન ઓછો કરવો પડે તેમ જ હતો. કેમ કે કોઈ પણ ફિલ્મના પર્દા પર 96 કિલો ની હિરોઈન ને જોવા નથી માંગતા.

ફેંસ ને પસંદ આવ્યું તેનું ટ્રાન્સફોર્મેશન :

Image Credit

વિડીઓ માં સારા જીમમાં અલગ અલગ સ્ટાઈલ નું વર્કઆઉટ કરતી નજરે આવે છે. પોતાની ફેવરીટ હિરોઈન ને આ રીતે પરસેવો પાડતા જોઇને તેના ફેંસએ તેમને ખુબ જ પ્રેમ આપ્યો.

શેપ માં આવવા માટે આવી હતી એકસરસાઈઝ :

Image Credit

જે લોકો વજન ઘટાડવા માંગે છે તેના માટે સારા ની આ ટીપ્સ ખુબ જ ઉપયોગી છે. પેટ અને કમર ની ચરબી ઓછી કરવા માટે સારા એ હાર્ડકોર ઈંટેસિવ કાર્ડીઓ કર્યું. ત્યારબાદ તેને ઇન્ટરમીડીએટ ફોર્મ ની એકસરસાઈઝ પર સ્વીચ કર્યું. એટલું જ નહિ તેને ડાઈટ થી લઈને વર્કઆઉટ સુધી બધું જ બદલી નાખ્યું. તેના વર્કઆઉટ રીજીમ માં ફન્કશનલ ટ્રેનીંગ, કિકબોક્સિંગ, સ્વીમીંગ, પીલેટસ અને ઉબર-ટ્રેન્ડી, બુટકેમ્પ સામેલ હતી. જે ઘણા બધા સેલીબ્રીટીઓ કરે છે.

કીટો ડાઈટ થી ન થયું કામ :

Image Credit

તેના ઘણા ઈન્ટરવ્યું માં સારા એ કહ્યું છે કે તેનો વજન ઘટાડવા માટે તેને કીટો ડાઈટ નો પણ સહારો લીધો હતો, પરંતુ તેનાથી વજન ના ફરક પડ્યો નહિ. ત્યારબાદ તેને તેના શેપ ને ઘટાડવા માટે હેલ્દી ડાઈટ અને પોર્શન સાઈઝ ને કંટ્રોલ રાખવા ધ્યાન આપ્યું.

આવી રીતે કરે છે વજન મેન્ટેન :

Image Credit

સારા લગાતાર તેની બોડી પર કામ કરે છે. તેનું ફેવરીટ વર્કઆઉટ સ્ટાઈલ પીલેટસ છે. જયારે તે સેલીબ્રીટી ટ્રેનર નમ્રતા પુરોહિત પાસે થી માર્ગદર્શન લે છે, તેનું જુનુન ડાન્સ છે તેના કારણે તે હંમેશા એક્ટીવ રહે છે.

લોક ડાઉન માં કરે છે આ એકસરસાઈઝ :

Image Credit

સારામાં ફીટ રહેવાનું જુનુન છે જે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સાફ દેખાય છે. તે અવારનવાર તેના ભાઈ ઈબ્રાહીમ અથવા પાલતું કુતરા સાથે ફોટાઓ શેર કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *