દરેક ફેમસ વ્યક્તિ ને એક બોડીગાર્ડની જરૂર પડે છે. આ બોડીગાર્ડ પડછાયા ની જેમ તેની સાથે રહે છે જેથી તે વ્યક્તિ સુરક્ષિત રહે. બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ની સાથે પડછાયા ની જેમ રહેનાર વ્યક્તિ શેરા ઉર્ફે ગુરમીત સિંહ જોલી છે. શેરા છેલ્લા 22 વર્ષ થી સલમાન ખાનની રક્ષા કરી રહ્યો છે. હવે સ્થિતિ એવી છે કે શેરા એક બોડીગાર્ડ નહિ પરંતુ એક ફેમિલી મેમ્બર બની ગયો છે.

સલમાન ની સુરક્ષા છે મહેનત નું કામ :

Image Credit

સલમાન નો બોડીગાર્ડ બનવું કોઈ આસન કામ નથી. ઘણા લોકોને એવું લાગે છે કે બોડીગાર્ડ માત્ર ફેમસ લોકોની આગળ પાછળ રહે છે પરંતુ એવું નથી. જણાવી દઈએ કે સલમાન ખાન જે પણ જગ્યાએ જાય છે શેરા એક દિવસ પહેલા તે જગ્યા ચકાસી લે છે. ઘણી વખત તો રસ્તા તપાસવા કે સાફ કરવાના ચક્કરમાં શેરા ને 5 કિલોમીટર હાલવું પણ પડે છે. એક વખત તો શેરા એ કાર માંથી ઉતરીને 8 કિલોમીટર પગે થી ચાલ્યો હતો.

નાનપણ થી જ છે બોડી બિલ્ડિંગનો શોખ :

Image Credit

શેરાને બોડી બિલ્ડિગ કરવાની નાનપણ થી જ પસંદ છે. 1987 માં તે જૂનીયર મિસ્ટર મુંબઈ અને 1988 માં જૂનીયર વર્ગમાં મિસ્ટર મહારાષ્ટ્ર બની ચુક્યા છે. શેરા શીખ પરિવાર માંથી આવે છે અને પહેલા તે ગાડીઓ રીપેરીંગ કરવાનું કામ કરતો. તેના પિતા તેને પ્રેમ થી શેરા કહે છે.

આવી રીતે જોડાયો સલમાન સાથે :

Image Credit

એક મિત્રની સલાહ લઈને શેરાએ ટાઈગર સિક્યુરીટી નામની કંપની ખોલી હતી. આ કંપની સ્ટાર્સ અને બિઝનેશમેનને સુરક્ષા ની સર્વિસ દેવાનું કામ કરતી હતી. શરૂઆતમાં શેરા હોલીવુડ થી ભારત શૂટિંગ માટે આવનાર સિતારાઓ ને સુરક્ષા પૂરી પાડતો. ત્યારબાદ વર્ષ 1995 માં સોહેલ ખાને સલમાન ખાનના વિદેશ પ્રવાસ માટે શેરા ની કંપની માંથી સર્વિસ લીધી હતી. ત્યારે સોહેલ ને શેરા નું કામ ખુબ જ પસંદ આવ્યું અને તેને પૂછી લીધું કે ભાઈ સાથે હંમેશા રહેશો?

સલમાન સાથે દોસ્તીનો સંબંધ :

Image Credit

શેરા એ જણાવ્યું હતું કે તે સલમાનની રક્ષા એક દોસ્ત ની જેમ કરે છે. ભાઈજાન પણ તેને ફેમિલી મેમ્બર જ માને છે. શેરા સલમાન ને ભાઈ કહીને જ બોલાવે છે અને તેને એમ પણ કહ્યું હતું કે તે સાલમાન માટે જીવ પણ આપી શકે તેમ છે. તેને એક વખત કહ્યું હતું કે, “હું ભાઈજાન ના પરિવાર નો જ હિસ્સો છું, હું ભાઈને ખુબ જ પ્રેમ કરું છું, તેની સાથે 22 વર્ષથી જોડાયલ છું. તે એક ખુબ જ સારા માણસ છે.”

સલમાનની સિક્યોરિટી નાં આટલા રૂપિયા લે છે શેરા :

Image Credit

સલમાન ખાન જેવા મોટા સ્ટાર્સ ને સુરક્ષા આપવાના બદલામાં શેરો મોટી રકમ વસુલ કરે છે. એક રીપોર્ટ અનુસાર સલમાન શેરાને તેની રક્ષા માટે એક વર્ષના 2 કરોડ આપે છે એટલે કે એક મહિના ના 16 લાખ રૂપિયા મહીને મળે છે. ઘરેખર માં આ એક મોટી રકમ કહેવાય પરંતુ ભાઈજાન માટે મોટી રકમ નથી.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *