જો હિંદુઓ ના મુખ્ય ધર્મ સ્થળોની વાત કરીએ તો કૈલાસ માનસરોવર નું નામ જરૂર આવે છે. એવું માનવામાં આવે છે કે માનસરોવર પાસે કૈલાસ પર્વત છે તેની પર દેવોના દેવ મહાદેવ સાક્ષાત બિરાજમાન છે. આ હિંદુઓ નું મુખ્ય ધાર્મિક સ્થળ માનવામાં આવે છે. આ પવિત્ર સ્થાન છે અને લોકો શિવાજી નું ધામ માનીને તેની પૂજા કરે છે. માનસરોવર એક સંસ્કૃત શબ્દ છે જે માણસ અને સરોવર બંને માંથી બન્યો છે.

Image Credit

કૈલાસ માનસરોવર ની યાત્રામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રધાળું શિવજી ના દર્શન કરવા માટે આવે છે. અહીં આવવા માટે શ્રધાંજલિ પાસે બે રસ્તાઓ છે એક ઉત્તરાખંડ અને બીજો ચીન માંથી નીકળે છે. આ રસ્તાઓ માંથી થઈને શ્રધાળુંઓ કૈલાસ માનસરોવર માં ભગવાન શંકર જી ના દર્શન કરે છે. આજે અમે તમને કૈલાસ માનસરોવર સાથે જોડાયેલ અમુક રહસ્યો જણાવવાના છીએ. તો ચાલો જાણીએ…

કૈલાસ માનસરોવર સાથે જોડાયેલ રહસ્યો :

Image Credit

મહાદેવનું ધામ કૈલાસ માનસરોવર માનવામાં આવ્યું છે. જો કૈલાસ પર્વત ની સમુદ્ર ની સપાટીએ થી ઉંચાઈ ની વાત કરીએ તો તે 22068 ફૂટ ની ઉંચાઈ પર શિવાજી નું ધામ છે. આ હિમાલય ના ઉત્તર ક્ષેત્રમાં તિબેટ માં હોવાથી કૈલાસ ચીન હેઠળ પણ આવે છે. આ બૌધ ધર્મ, જૈન ધર્મ અને હિંદુ ધર્મ નું ધાર્મિક કેન્દ્ર છે.

કૈલાસ માનસરોવર ને ધર્મ નું પવિત્ર સ્થાન એટલે પણ કહેવામાં આવે છે કેમ કે સીખ ધર્મ માન્યતા મુજબ ગુરુ નાનક જી એ અહીં થોડા દિવસ રોકીને ધ્યાન કર્યું હતું.

Image Credit

જો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે ભારતીય ઉપમહાદ્વીપ ની ચારે બાજુ પહેલા સમુદ્ર હતો, રશિયા સાથે ટકરાવવા થી હિમાલય નું નિર્માણ થયું. આં ઘટના ઘણા કરોડો વર્ષ પહેલાની જણાવવા માં આવી રહી છે. કૈલાસ પર્વત ને સ્વયંભુ માનવામાં આવ્યો છે.

કૈલાસ માનસરોવર ભગવાન શિવજીની નગરી ની સાથે સાથે કુબેર દેવતા ની પણ નગરી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં થી જ મહા વિષ્ણુ ના કરકમલ થી નીકળીને ગંગા કૈલાસ પર્વતની ચોટી પર આવે છે. એટલું જ નહિ પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ કૈલાસ પર્વત ના દર્શન કરે છે તેને મોક્ષ મળે છે.

Image Credit

જે શ્રધાળું કૈલાસ માનસરોવર ના દર્શન કરવા આવે છે તેને ઉં નો અવાજ સંભળાઈ છે.

એક માન્યતા મુજબ કૈલાસ માનસરોવર ની વચ્ચો વચ્ચ ચમત્કારિક કલ્પવૃક્ષ સ્થિત છે. તેના વિશે એવું કહેવામાં આવે છે કે તેના ફળમાં દરેક પ્રકારની શારીરિક અને માનસિક બીમારીઓ ના ઈલાજ ની શક્તિ છે.

Image Credit

કૈલાસ ની ઉપર સ્વર્ગ લોક અને નીચે મૃત્યુ લોક માનવામાં આવે છે.

કૈલાસ પર્વત ની ચારેય દિશાઓ માં અલગ અલગ જાનવરો ના મુખ જોવા મળે છે અને ચારેય મુખ માંથી નદીઓ વહે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *