વેસ્પા નું સૌથી સસ્તું સ્કુટર Notte 125 બીએસ6 અપડેટ સાથે લોન્ચ કરી દીધું છે. તેની કિંમત બીએસ4 મોડલ ની સરખામણીમાં 17 હજાર રૂપિયા વધારે હશે.

Image Credit

Piaggio ઇન્ડિયા ભારતમાં તેનું Vespa Notte 125 સ્કુટર નું બીએસ 6 મોડલ લોન્ચ કર્યું છે. જણાવી દઈએ કે બીએસ 4 મોડલ કરતા આ મોડલ ની કિંમત 17 હજાર વધુ છે. Zigwheels ના રીપોર્ટ અનુસાર નવું વેસ્પા નોટે 125 ની કીમત 91,864 (એક્શ-શોરૂમ-પુને) રાખવામાં આવી છે, જો કે 125 સ્કુટર માં સૌથી મોંઘુ સ્કુટર હોવા છતાં ઇટાલિયન બ્રાંડ નું સૌથી સસ્તું સ્કુટર છે. કંપનીના BS4 વર્જન ની કિંમત 72,030 રૂપિયા હતી.

આવું છે એન્જીન :

Image Credit

બીએસ 4 ની સરખામણી માં બીએમ 6 માં ફયુલ એન્જીન સીસ્ટમ અને OBD પોર્ટ સિવાય કોઈ ખાસ બદલાવ કરવામાં આવ્યા નથી. સ્કુટરમાં 125સીસી નું સિંગલ સીલીન્ડર મોટર આપવામાં આવી છે. જે 9.8bhp ના પાવર અને 9.6Nm નું ટોર્ક જનરેટ કરે છે. કંપનીના બધા જ 125 સીસી વેસ્પા અને એપ્રીલિયા મોડલ્સ માં આટલા પાવર ની મોટર આપવામાં આવી છે.

સ્કુટર ના અન્ય ફીચર્સ :

Image Credit

વેસ્પા નોટે 125 ના બંને વિલ્સ માં ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આગળની ડ્રમ બ્રેક 149mm અને પાછળ ની ડ્રમ બ્રેક 140 mm ની છે. આમાં ડિસ્ક બ્રેક નથી. આ સ્કુટર તેની રેટ્રો મોડલ સ્તાઈલ્સ માટે જાણીતું છે. તેમા રાઉન્ડ હેડલેપ, ટ્રેડીશનલ રેયરવ્યુ મિરર, મોટી અને આરામદાયક સીટ અને જબરદસ્ત ફ્લોરબોર્ડ મળે છે.

આનાથી છે કંપીટીશન :

Image Credit

સ્કુટર ને પહેલાની જેમ જ ડાર્ક કલર ની સ્કીમ માં રાખવામાં આવ્યું છે. સ્કુટરમાં ક્યાય પણ ક્રોમ ફીનીશ આપવામાં આવ્યું નથી. ભારતમાં આ સ્કુટર ની કંપીટીશન હોન્ડા Grazia 125, ટીવીએસ Ntorq 125, સુઝુકી Burgman Street 125, સુઝુકી Access 125 અને એપ્રીલિયા SR 125 જેવા સ્કુટરો સાથે રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *