આજકાલ આપણે જોઈએ છીએ કે નવો બિઝનેસ ચાલુ કરવો કેટલું પડકારજનક બની ગયું છે. પણ તેમ છતાં પણ જો તમે નવો બિઝનેસ ચાલુ કરવા માંગો છો તો આજે અમે તમને એક પ્લાન વિશે કહીશું. જેમાંથી તમે ખુબ જ વધુ પૈસા કમાઈ શકો છો. કેમ કે તાજેતરમાં બધા લોકો પોતાનો જ બિઝનેસ કરવાની ઈચ્છા ધરાવતા હોય છે. કોઈ પણ માણસ હોય તેને નોકરી કરાવી ક્યારેય પણ ગમતું હોતું નથી. કેમ કે બધા લોકોનું ડ્રીમ હોય છે કે પોતાનો જામી ગયેલો બિઝનેસ હોય અને તે તેનો માલિક હોય. તો આવો આ લેખમાં જાણીએ આગળ કે ક્યો બિઝનેસ કરવો જોઈએ અને કેવી રીતે કરવો જોઈએ.

તેમ જો કોઈ અન્ય નવા બિઝનેસનો પ્લાન બનાવી રહ્યા છો તો આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. એ તમારા માટે ખુબ જ ઉપયોગી પુરવાર થશે. કારણ કે આજે અમે તમને એક ખાસ બીઝનેસ વિશે કહીશું. જેને તમે ખુબ જ સરળતાથી શરૂ પણ કરી શકો છો અને સારી એવી કમાઈ પણ આસાનીથી કરી શકો છો. તે બિઝનેસનું નામ છે કેળાની ચિપ્સ બનાવવાનો બિઝનેસ. હમણાં જોઈએ તો લોકો દ્વારા બટેટાની ચિપ્સ કરતા કેળાની ચિપ્સ વધુ પ્રમાણમાં પસંદ કરવામાં આવી રહી છે. કારણ કે કેળાની ચિપ્સ આપણા શરીરના સ્વાસ્થ્યને નુકશાન ઓછું કરે છે. જ્યારેની બટેટાની ચિપ્સમાં ખુબ જ વધુ કેલેરી હોય છે. જેના કારણે લોકો કેળાની ચિપ્સ વધારે પસંદ કરે છે. જેનું વેંચાણ પણ આજે ખૂબ જ થઇ રહ્યું છે. પરંતુ કેળાની ચિપ્સનો ધંધો કરવા પાછળનું સૌથી મોટું કારણ એ જ છે કે આજ સુધી હજુ કેળાની ચિપ્સનું મોટું માર્કેટ કોઈ બનાવી નથી શક્યા. તેનું માર્કેટ સાઈઝ એકદમ નાનું છે જેના લીધે મોટી બ્રાન્ડેડ કંપનીઓ દ્વારા કેળાની ચિપ્સ બનાવવમાં નથી આવતી. તો આ એન્ગલથી જોઈએ તો કેળાની ચિપ્સ બનાવવાનો ધંધો ખુબ જ સારો ચાલે તેનો સ્કોપ છે.

દોસ્તો કેળાની ચિપ્સ બનાવવા માટે કેટલીક માત્રામાં જ જરૂરી સામાન જોઈએ. કેળાની ચિપ્સ અલગથી બનાવવા માટે જુદા જુદા પ્રકારની કેટલીક મશીનરી જોઈએ, કાચા કેળા, મીઠું, ખાદ્ય તેલ અને અન્ય સામાન્ય મસાલાની જરૂર પડે છે. તેમાં જે મશીનરી જોઈએ તે પણ નીચે કહેલી છે. તેમાં જરૂર પડતી મશીનરી ; સૌથી પહેલા તો કેળાના ધોવા માટે એક ટેંકની જરૂર પડે છે. ત્યાર પછી છે કેળાની છાલ ઉતારવા માટેનું એક મશીન, કેળાની પાતળી સ્લાઈડ કરવા માટેનું પણ એક મશીન આવે છે. ત્યાર બાદ ચીપ્સને ફ્રાય કરવા માટે માટે એક મશીનની જરૂર પડશે. જે તે મસાલાઓને ભેગું કરવા માટેનું મશીન, પછી તમારી બ્રાંડને દેખાડવા માટે પાઉંચ પર પ્રિન્ટ થાય તેનું મશીન અને પ્રયોગશાળાના ઉપકરણો.

મશીનની જાણકારી તો અમે તમને ઉપર પ્રમાણે આપી દીધી પરંતુ હવે તેમને એ પ્રશ્ન થશે કે આ મશીનની ખરીદી ક્યાંથી કરવી. તો દોસ્તો આ મશીનની ખરીદી કરવા માટે અમે તમને બે લિંક પણ આપશું. https://www.indiamart.com/ અથવા https://india.alibaba.com/index.html આ બંને પૈકી એક પરથી ખરીદી શકાય છે. પરંતુ તમને કહી દઈએ કે આ મશીનરીને મુકવા માટે તમારા પાસે ઓછામાં ઓછી 4000 થી લઈને 5000 સ્કેવરફૂટ ની જગ્યા હોવી ખુબ જ જરૂરી છે. પરંતુ મિત્રો આ મશીનરી પણ તમને ફક્ત 30 હજાર થી લઈને 50 હજાર સુધીમાં મળી રહે છે.

દોસ્તો આ ધંધો કરવા માટે ચિપ્સ માટે પણ ખર્ચ થાય છે. તો અમે તમને તેનું પણ એસ્ટીમેન્ટ કહીશું. જો 50 કિલો ગ્રામ ચિપ્સ બનાવવી હોય તો આશરે ઓછામાં ઓછા 120 કિલો ગ્રામ કેળાની જરૂર પડે છે. અને જો તમે 120 કિલો ગ્રામ કાચા કેળા ખરીદો તો એ તમને લગભગ 1000 રૂપિયાની નજીક મળી રહે છે. સાથે સાથે ચિપ્સને ફ્રાય કરવાની પણ જરૂર પડે છે. તેના માટે તમારે 12 થી 15 લીટર ખાદ્ય તેલની આવશ્યકતા છે. જો તેમાં 15 લીટર તેલ જોઈએ અને તેનો ભાવ આપણે 70 રૂપિયા ગણીએ તો 1050 રૂપિયા ની તેલ જોઇશે.

આ સિવાય ચિપ્સને ફ્રાય કરવા માટેનું જે મશીન હોય છે તે એક કલાકની અંદર 10 થી 11 લીટર ડીઝલ બાળે છે. જો ડીઝલનો ભાવ 80 રૂપિયા લેખે ગણવામાં આવે તો 900 રૂપિયાનું ડીઝલ વપરાશમાં થાય છે. મીઠું અને વિવિધ મસાલાનો ભાવ લગાવીએ તો તેનો ખર્ચ 150 રૂપિયા જેટલો થાય છે. આ બધાનો જો હિસાબ કરીએ તો 3200 રૂપિયાના કુલ 50 કિલો ગ્રામ ચિપ્સ તૈયાર થઇ જાય છે. જો તમે એક કિલોનું કોસ્ટ લગાવો તે કુલ મળીને 70 રૂપિયામાં આવે છે. તો તમે એક કિલો કેળાની ચિપ્સ આરામથી કોઈ પણ દુકાન કે કિરાણા સ્ટોર પર 90 થી 100 રૂપિયામાં સરળતાથી વહેંચી શકો છો.

જો આ ધંધામાં તમારો નફો ફક્ત 10 રૂપિયા રાખો અને જો 50 કિલો ચિપ્સ રોજ વેચાણ હોય તો 500 રૂપિયા ફક્ત તમારો નફો જ ગણવામાં આવે છે. પરંતુ જો તમે નફા દર પણ વધારે અને સેલિંગ પણ વધારે રાખો તો તમે દિવસના બે થી ત્રણ હજાર રૂપિયા નફા પેઠે તો આસાનીથી કમાઈ જ શકો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *