જયારે પણ આપણે કોઈ સંબંધ માં હોઈએ છીએ તો તે એક સુંદર અહેસાસ હોય છે. આ સંબંધ થી આપણી ઘણી સુંદર યાદો બની જાય છે. જો કે આ સંબંધ બેકાર નીકળે તો આ બધી સુંદર યાદો પણ દુખમાં બદલી જાય છે. ખરાબ યાદો જીંદગીભર આપણને તડપાવે છે. એવામાં ઘણા લોકો એવી માનતા હોય છે કે આવા સંબંધ કરતા તો આપણે સિંગલ જ સારા છીએ. આમ પણ જીવનમાં દરેક લોકો પ્રેમ અને રોમાન્સ પાછળ નથી ભાગતા. ઘણા લોકો તેના લક્ષ્ય પર ચાલવાનું પસંદ કરે છે તેથી તે જીવનમાં સિંગલ રહેવાનું પસંદ કરે છે. આજે અમે તમને એવી જ રાશીઓ વિશે જણાવીશું જેને સિંગલ રહેવું વધુ પસંદ આવે છે.

કન્યા રાશિ :

આ રાશિના લોકોને બધી જ વસ્તુઓ પરફેક્ટ જોતી હોય છે તેને જેવી તેવી વસ્તુઓમાં રસ નથી હોતો. તે પોતાના કામ અને સમય સાથે સમજોતા કરવાનું પસંદ કરતા નથી. બસ એ જ કારણ છે કે કન્યા રાશિના લોકોને તૂટેલા સંબંધ અને અધુરી પ્રેમ કહાની માં જરાય રસ હોતો નથી. આ લોકો તેના જીવનમાં તેના લક્ષ્ય અને સપનાઓ પર વધુ ફોકસ કરે છે. તેના વિચારો એવા હોય છે કે ખરાબ સંબંધ માં રહીને દુખી થવા કરતા એકલા રહીને ખુશ રહેવું સારું.

સિંહ રાશિ :

આ રાશિના લોકો ડોમીનેંટ પર્સનાલીટી વાળા હોય છે. તે જ્યાં પણ જાય છે તેની પર્સનાલીટી થી લોકોના દિલ જીતી લે છે અને ભીડમાં પણ આકર્ષણ નું કેન્દ્ર બને છે. પાર્ટનર પસંદ કરવાના મામલા માં પણ આ રાશિના લોકો ઘણા ચૂજી હોય છે તેથી તેને આસાની થી કોઈ વસ્તુથી સંતુષ્ટિ મળતી નથી. તેના કારણે તે કોઈ એક સંબંધ માં બંધાઈ ને રહી શકતા નથી. તેના જીવનમાં તે રોક ટોક જરાય પસંદ કરતા નથી. તેથી તે સિંગલ રહેવાનું વધુ પસંદ કરે છે.

ધન રાશિ :

આ લોકો પોતાની આઝાદી થી ખુબ જ પ્રેમ કરે છે. તેને તેના જીવનમાં બંધન જરાય પસંદ નથી. તેમજ પ્રેમ અને રોમાન્સ માં તેને રસ પણ હોતો નથી. તેનું માનવું છે કે મજબુરીમાં કોઈ પણ કામ કરવું જોઈએ નહિ. જો સંબંધ માં દમ નથી અને તે બરોબર ચાલી રહ્યો નથી તો તેને નિભાવવાનો કોઈ મતલબ નથી. આ લોકો મજબુરીમાં કોઈ કામ કરતા નથી. હંમેશા પોતાના દિલની વાત જ સંભાળે છે તેથી આ લોકો રીલેશન ના લફડામાં પડવાનું પસંદ કરતા નથી.

કુંભ રાશિ :

આ લોકોને પણ તેની આઝાદી થી પ્રેમ હોય છે. આ લોકોનું મન જંગલ માં ભટકતા સિંહ જેવું હોય છે. તેનું મન ક્યારેય સ્થિર નથી હોતું અને તે એક જ પારનાર સાથે આખું જીવન વિતાવવા નું વચન પણ આપી શકતા નથી. તેમજ આ લોકોને બીજા પર આસાનીથી ભરોસો આવતો નથી. આ લોકો પ્રેમ જેવી વાત માં ઓછી ભરોસો કરે છે. તેની ઈચ્છાઓ અને ભાવનાઓ ને મારવાનું પસંદ કરતા નથી. તેથી આ રાશિના લોકો રીલેશન માં રહેવા કરતા જંગલ ના સિંહ ની જેમ રહેવાનું વધુ પસંદ કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *