આપણા ભારતમાં મેરેજ માં ભવ્ય આયોજન કરવાની પ્રથા ઘણા લાંબા સમયથી ચાલી આવે છે, એ માટે દીકરીના જન્મ લેતાની સાથે જ દીકરીના લગ્ન માટે તેના માતાપિતા રૂપિયા-પૈસા ભેગા કરવા લાગે છે અને અનેક વસ્તુઓ પણ ભેગી કરવા લાગે છે. પણ હવે થોડોક સમય બદલાયો છે. કેટલાક માતાપિતાએ હવે ભવ્ય આયોજનને બદલે દીકરીના લગ્ન એકદમ સાદાઈથી કરાવવાનું ચાલુ કરી લીધું છે.

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા ઉદ્યોગપતિ મનોજ મુનોતે પણ પોતાની છોકરી શ્રેયાના મેરેજ માટે પૈસા ભેગા કર્યા હતા. અને ત્યારપછી આ બધા જ પૈસા એક ભવ્ય આયોજન કરવાને બદલે એક ખૂબ જ ઉત્તમ સમાજ માટે ઉદાહરણ પૂરું પાડવાનું કામ કર્યું છે.

મનોજ મુનોતે પણ પોતાની લાડકવાયી દીકરી શ્રેયાના મેરેજ પર ખર્ચ કરવા માટેના પૈસાથી 90 ગરીબ ફેમિલી ને ઘર બનાવીને આપ્યા. મનોજે પ્રથમ પોતાની દીકરીના મેરેજ પર 70થી 80 લાખ રૂપિયા ખર્ચો કરવાનું વિચાર્યું હતું. પરંતુ એ પછી એક દોસ્તની સલાહ પર લગ્નમાં વધારાનો ખર્ચ કરવાને બદલે ગરીબ લોકો માટે ઘર બનાવવાનો મહત્વનો નિર્ણય કર્યો અને પોતાની દીકરીના લગ્ન ખૂબ જ સાદાઈથી કર્યા.

મનોજે લાસુર માં સ્થિત પોતાની 60 એકર જમીનમાંથી 2 એકર જમીન પર બેઘર માણસો માટે એક કોલોની તૈયાર કરી. પોતાના પિતાના આ કાર્ય પર પોતાની ખુશી જાહેર કરતા શ્રેયાએ જણાવ્યું કે એ પોતાના પિતાના નિર્ણયથી ખૂબ જ ખુશ છે અને આ લગ્નની એક શ્રેષ્ઠ ભેટ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *