હમણાં મોટા ભાગના લોકો પૈસા પર્સ તથા વોલેટમાં જ રાખે છે. પણ શું તમે જાણો છો કે પર્સ તથા વોલેટમાં પૈસા રાખવાએ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે લાભકારી નથી કહેવામાં આવતું. પર્સ તથા વોલેટમાં પૈસા મૂકવાથી થોડાક પ્રકારનું નુકશાન ભોગવવું પડે છે. એટલું જ નહીં લોકો પૈસા પર્સ અથવા વોલેટમાં રાખવાથી દુઃખી પણ થાય છે. કેટલાક લોકો પર્સમાં પૈસાની જગ્યાએ જે તે વસ્તુઓ નાખીને તેને પર્સ અને વોલેટને કચરાપેટી બનાવી રાખે છે.
આપણે ઘણી વખત જોતા હોય છે કે, લોકો પર્સમાં વધુ નકામા કાગળ રાખે છે. આ ઉપરાંત પણ ઘણી એવી વસ્તુઓ મૂકે છે જે પર્સમાં ક્યારેય મુકવી જ ન જોઈએ. આ ખરાબ આદતના લીધે જ લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે.
તો આવો જણાવીએ કે પર્સમાં ધનની વધુ વૃદ્ધિ માટે શું રાખવું જોઈએ અને શું ન રાખવું જોઈએ.

1. ચાવી:

વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે, પર્સમાં ક્યારેય ચાવી ન રાખવી જોઈએ. પર્સમાં ચાવી મૂકવાથી આર્થિક રીતે વધુ તંગી થાય છે. પર્સમાં કોઈ પણ પ્રકારની ચાવી ન રાખવી જોઈએ પછી એ ઘરની હોય કે તમારા ઑફિસની હોય. જે પણ માણસ પર્સમાં ચાવી મૂકે તો તેને જીવન ભાર આર્થિક તંગીનો સામનો કરવો પડશે.

2. બિલ અથવા જરૂરી કાગળ:

રોજબરોજ તમે જોયું હશે કે માણસો પોતાના પર્સમાં બિલની રસીદ મૂકે છે. પર્સમાં બિલ અથવા પેમેન્ટની રસીદ ક્યારેય ન રાખવી જોઈએ. પર્સમાં તમે બિલ તથા પેમેન્ટ રસીદ મૂકો છો તો નકારાત્મકતામાં વધારો થાય છે. પર્સમાં ક્યારેય પૈસા સાથે બિલની રસીદ મુકાવી નહીં.

3. ઓશિકા પાસે ન રાખવું:

વાસ્તુશાસ્ત્રોમાં જાણવામાં આવ્યું છે કે, ઓશિકા પાસે કોઈ દિવસ પર્સ રાખવું નહીં. તેટલું જ નહીં પર્સને રાતે ઊંધતા ટાઈમે પલંગ પાસે ક્યારેય ન રાખવું જોઈએ. આમ કરવાથી તમને આર્થિક તકલીફોનો સામનો કરો પડશે. વાસ્તુવિજ્ઞાનમાં એવું પણ કહેવામાં આવું છે ફાટેલું પર્સ પણ વાપરવું ન જોઈએ.

4. ઉધારની રકમ:

વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે પર્સમાં કોઈ દિવસ પણ ઉધારના પૈસા ન મૂકવા જોઈએ. જો તમે કોઈ પાસે ઉધાર લો છે અને તને તરત જબપાછું ચૂકવી દો છે તો આ ઉધાર લીધેલી રકમ ક્યારેય પોતાના પર્સમાં ન મૂકવી જોઈએ. તેટલું જ નહીં પણ ઉધારના વ્યાજની રકમ પણ પર્સમાં ક્યારેય ન રાખવી. શાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે, આવા પૈસા રાખવાથી તમારું ઋણ વધે છે અને આર્થિક નુકશાન થવાની શક્યતામાં પણ વધારો થાય છે.

5. શૌચ જતા સમયે:

વાસ્તુશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે જો શૌચ ક્રિયા જતા સમયે પર્સ અવશ્ય બહાર રાખવું જોઈએ, જો બહાર રાખવાની જગ્યા ન હોય તો પર્સને આગળના ખિસ્સામાં મૂકી દેવું. એટલું જ નહીં પણ સિક્કા અને નોટને ક્યારેય એક સાથે ન રાખવા બંનેને જુદા જ રાખવા. પર્સમાં કાયમ સિક્કા એવી જગ્યામાં રાખવા જે જગ્યા બંધ થઇ જાય. હવેના પર્સમાં તો સિક્કા માટે અલગ જ ખાનું આપવામાં જ આવે છે.

6. લક્ષ્મી માતાની તસ્વીર:

વાસ્તુવિજ્ઞાનમાં કહ્યું છે કે, પાકીટમાં અમુક વસ્તુઓ ક્યારેય ન રાખવી જોઈએ તેવી જ રીતે તેમાં એ પણ કહ્યું છે કે કંઈ વસ્તુ રાખવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પર્સમાં કાચ અથવા તો ચાંદીની ગોળી મૂકવાથી આર્થિક પરિસ્થિતિ સારી થાય છે.

7. પીપળાના પાન:

શાસ્ત્રોમાં કહ્યા અનુસાર, પીપળાના પાનમાં લક્ષ્મીજી વાસ કરે છે. પોતાના ખિસ્સામાં પીપળાના પાન મૂકવાથી માતા લક્ષ્મીજીની કૃપા અવશ્ય થાય છે. તેથી પર્સમાં પીપળાના પાન રાખવા જોઈએ પણ પીપળાના પાન રાખતા પહેલા તેને ગંગાજળથી પવિત્ર કર્યા પછી તેને પર કંકુ વડે શ્રી લખીને પછી જ પર્સમાં રાખવા. જયારે પણ ખિસ્સામાં રાખેલું પાન સુકાય જાય ત્યારે બીજું પણ રાખી દેવું. તમે પીપળાના પાનની જગ્યાએ તુલસીના પાનનો પણ ઉપયોગ કરી શકો છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *