દોસ્તો આજકાલ મોટાભાગના લોકો ચટપટું ખાવાના ખુબ જ ચાહક બની ગયા છે. કોઈ પણ વસ્તુ હોય લોકોને તેમાં ચટપટો સ્વાદ અવશ્ય આવવો જ જોઈએ. તીખું તથા મસાલેદાર વાનગીઓ આજે માણસોમાં ખુબ જ પ્રિય બની છે. પરંતુ તમને કહી દઈએ કે ક્યાંકને ક્યાંક તમે ભૂલ કરી રહ્યા છો. કેમ કે વધારે તીખું અને મસાલેદાર ખાવાનો શોખ આપણને પડી શકે છે ખુબ જ મોંઘો. તો આવો જાણીએ કે કેવી રીતે પડશે એ આપણને મોંઘો.

આજે આપણા બધાના ઘરમાં ભોજનને ખુબ જ ટેસ્ટી તથા ચટપટું બનાવવા માટે માણસો જુદા જુદા પ્રકારની ચટણી તથા મરચું પાવડરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હમણાં એક શોધ કરવામાં આવી છે અને તેમાં એવું કહેવામાં આવ્યું છે કે જે લોકો નિયમિત 50 કરતા વધારે તીખા મરચાનું સેવન કરે છે તેમને ડિમેંશિયા થવાનું જોખમ ખુબ જ વધી જાય છે. આ શોધ ચીનના થોડાક લોકો પર કરવામાં આવી હતી કેમ કે ચીનમાં વધારે લોકો તીખા ખોરાકનું સેવન કરે છે. જે માણસો પર શોધ કરવામાં આવી હતી એ લોકોની ઉંમર 50 થઇ લઈને 55 સુધીની હતી.

જ્યારે શોધ કરવામાં આવી તેમાં સામે આવ્યું કે જો 50 ગ્રામથી વધુ જે માણસ મરચું ખાઈ એવા માણસો કોન્ગિટિવ ફંક્શનિંગમાં ઝડપથી ઘટાડો થાય છે. જે માણસો નીયમિત પણે વધારે મરચાનું સેવન કરતા હોય તેમને અવશ્ય ડિમેંશિયા થઇ શકે છે, આ તકલીફમાં આપણી યાદ શક્તિ ધીમે ધીમે ઘટવા લાગે છે.

દોસ્તો આપણે તે બીમારીનું નામ તો ક્યારેક સાંભળ્યું પરંતુ તે તકલીફમાં શું છે એ ખુબ જ ઓછા માણસો જાણતા હશે. મિત્રો ડિમેંશિયા એ કોઈ બીમારી નથી. ડિમેંશિયા નામનું એક લક્ષણનો સમૂહ છે. આ બધા જ લક્ષણોના સમૂહ મગજ માટે હાનીકારક છે. જે વ્યક્તિને આ તકલીફ થાય છે તે વ્યક્તિ તે પછી પોતાની રોજની ગતિવિધિને ભૂલી જાય છે, તેની યાદ શક્તિ ઘટી જાય છે, વસ્તુઓ કે વાતોને યાદ કરવામાં પરેશાની થાય છે. કોઈ યોગ્ય સમયે વાત યાદ ના આવવી, વગેરે જેવા લક્ષણો ડિમેન્શિયાથી થાય છે. અને બીજા પર આધારિત રહેવા લાગે છે.

શોધકર્તાએ કહ્યું તે પ્રમાણે અધ્યયનમાં વિવિધ પ્રકારના મરચાનો ઉપયોગ આકરવામાં આવ્યો હતો. તે મરચામાં સુકું મરચું પાવડર તથા લીલા મરચાનો પણ ઉલ્લેખની સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ તમને કહી દઈએ કે આ અધ્યયનમાં એવું પણ સામે આવ્યું હતું કે કેપ્સિકમ અને મરીનો સમાવેશ નથી કરવામાં આવ્યો.

તાજેતરમાં ચીનમાં સૌથી વધારે મરચું ખવાય રહ્યું છે. તો આ બાબતને ધ્યાનમાં લઈને ઓસ્ટ્રેલિયા યુનિવર્સીટીના શોધકર્તા મિંગ લીએ જણાવ્યું હતું કે, સૌથી વધારે જો દુનિયામાં કોઈ મસાલો ઉપયોગમાં લેવાતો હોય તો એ છે મરચું. જો યુરોપિયન દેશો સાથે સરખાવવામાં આવે તો તેના પ્રમાણમાં એશિયાના દેશોમાં વધારે લોકપ્રિય મસાલો છે. ચીનના કેટલાક વિસ્તારોમાં ખાસ માણસો દ્વારા ખુબ જ મસાલેદાર ખોરાકનું સેવન કરવામાં આવે છે. જેના લીધે ત્યાં ડિમેંશિયાના ની તકલીફ વધારે જોવા મળે છે. તો હવે એ સમસ્યા ભારતમાં પણ વધી શકે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *