કોરોના વાયરસ નો કહેર ધીમે ધીમે વધી રહ્યો છે આવામાં સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. આ સિવાય વરસાદ આવતાની સાથે જ ગરમી માંથી રાહત મળી છે જ્યારે અમુક ખેડૂતોને પાકમાં નુકસાન પણ થયું છે.

Photo Credit

સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે.
રાજકોટ જિલ્લામાં આજે અચાનક ગાજવીજ સાથે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. આ સિવાય રાજકોટના ચિભડા અને ખાંભા ગામે પણ ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

Photo Credit

ગોંડલ તાલુકાના ભુણાવા, લુણીવાવ તથા આજુબાજુના વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે.

Photo Credit

અચાનક જ વરસાદથી ઉનાળુ તલ, મગ, બાજરી અને કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. આ સિવાય લો પ્રેશર 3 જૂનના વવાઝોડું બની ગુજરાતના દરિયા કિનારે પહોચશે તેવી સંભાવના છે.

Photo Credit

4 અને 5 જૂનના દિવસે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, ડાંગ, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ સહિતના જિલ્લા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *