દોસ્તો હાલમાં બધા લોકોને થોડાક જ સમયમાં પૈસા વાળું બની જવું છે. અને જો આપણને પણ ટૂંકા સમયમાં જ પૈસા વાળું થવું પસંદ જ હોય છે. જેના લીધે સમગ્ર ઈચ્છા પુરી થયા છે અને શાંતિ થી જિંદગી જીવીએ છીએ. તો ઘણા માણસો એવા પણ હોય છે જે તનતોડ પરિશ્રમ કરતા હોવા છતાં પણ બે પાંદડે થતા નથી. આ બધાની પાછળ રહેલું હોય છે. ગ્રહો અને માણસમાં કર્મની અસર. માણસ કોઈ પણ ખરાબ સ્થિતમાં હોય ત્યારે તે સૌ પ્રથમ કિસ્મતને જ દોષ આપે છે. પરંતુ તેના કર્મ અને ગ્રહની પણ અસર હોય છે. જીવનમાં જો કોઈ પણ વસ્તુની અછત હોય તો સમજી લેવું કે તમારી કુંડળીમાં શુક્ર ગ્રહ પ્રભાવિત છે.

જો શુક્ર ગ્રહ જ નિર્બળ અને દુષપ્રભાવશાળી હોય તો જ ભૌતિક સુખ સુવિધાની અછત ઉત્પન્ન થાય છે. જોવા જઈએ તો તમારા જીવનમાં કોઈ જ પ્રકારની સુખ શાંતિનો અનુભવ થતો નથી થતો. એ સિવાય તમારાથી કોઈ પણ સારી વસ્તુ આકર્ષિત નથી થતી. તો એની પાછળનું મહત્વનું કારણ છે શુક્ર ગ્રહ નિર્બળ હોવો. જ્યારે શુક્ર ગ્રહ નિર્બળ હશે ત્યારે જાતકની કુંડળીમાં તો સુખ, સમૃદ્ધિ તથા લગ્ન જીવન પર પણ પ્રભાવ પડશે જ. જો તમે તમારા લાઈફમાં સુખ શાંતિ નો વધુ અનુભવ કરવા માંગો છો. તો પહેલા શુક્ર ને બળવાન કરવો જરૂરી છે.

આપણાં ગ્રંથોમાં જણાવ્યું છે કે શુક્ર ગ્રહનું અત્તર સાથે ઊંડુ જોડાણ છે. તો તેનાથી સંકળાયેલા ઉપાય ઉપયોગ કરીને આર્થિક રીતે મજબૂત બની સમાજમાં માન વધારવા તથા આરોગ્યલક્ષી લાભો પ્રાપ્ત થશે. આના માટે તમારે બધા જ દિવસે ઘરેથી બહાર નીકળતી વખતે નાભીમાં ચંદન, મોગરા કે ગુલાબનું અતર અવશ્ય લગાવો. જેનાથી સુખ સંપન્ન અને વૈભવી જીવન પ્રાપ્ત થશે. જો તમે ગુલાબ અથવા મોગરાનું અતર લગાવશો તો તમને આધાશીશી માથાનો દુખાવો, ગુસ્સો અને ઊંઘની તકલીફો પણ અવશ્ય દૂર થશે.

અતરનો ઉપયોગ આપણા હિન્દુ ધર્મમાં પૂજા પાઠ માટે અવશ્ય કરવામાં આવે છે. પોતાને સુગંધિત તથા મહેકતા રાખવા માટે પણ માણસો વધુ પ્રમાણમાં અતરનો ઉપયોગ કરતાં હોય છે. તમે જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે અવશ્ય નાભી પર અતર લગાવવું જોઈએ. સૌથી પહેલા, તમારે એ જાણવું જોઈએ કે એ અતર તમે તમારા પોતાના પૈસાથી જ ખરીદેલું હોવું જોઈએ.એટલે કે, કોઈની દ્વારા આપેલ ભેટ હોવી જોઈએ નહી. જ્યારે પણ તમે સવારે સ્નાન ચોકસાઈ પૂર્વક કર્યા રોજનું કામ કરીને પૂજા કરવા બેસો ત્યારે ધૂપ દીપ તથા અગરબતી કરીને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ બે હાથ જોડીને. એ પછી નાસ્તો કરતાં પહેલા તમારે નાભી પર રોજ અતર અવશ્ય લગાવવું જોઈએ. જો તમે નાભી પર એક આંગળી મૂકી શકતા હોય તો ફક્ત તમારે અતરવાળી આંગળી કરીને ખાલી નાભી સાથે સ્પર્શ જ કરવવાનો છે. તમે એ પણ કહી દઈએ કે ગુલાબનું અતર માતા લક્ષ્મીજીને ખૂબ જ પસંદ હોય છે. માટે જો ધન સંબંધી કોઈ પરેશાની હોય તો ફક્ત ગુલાબનું અતર જ લગાવવું. આ તમારા માટે ઉત્તમ રહેશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *