રાજ્યસભાના સાંસદ તથા અભિનેત્રી જયા બચ્ચન દરરોજ સામાજિક મુદ્દાઓ પર પોતાનો ભારે અવાજ ઉઠાવતા હોય છે અને પોતાનો મત સાચી રીતે મુકતા આવ્યા છે. ત્યારે આજે તમને કહીએ કે જયારે તેમની વહુ ઐશ્વર્યા રાયે એક મૂવીમાં બોલ્ડ સીન આપ્યા હતા ત્યારે તેમને આજકાલની ફિલ્મો પર નિશાનો સાધતા તથા તેના પર પણ તેણે વાંધો લીધો હતો.

જયારે પત્ની ઐશ્વર્યા રાયની મૂવી ‘એ દિલ હૈ મુશકિલ’ રિલીઝ થઈ હતી, એ મૂવીમાં ઐશ્વર્યાએ રણબીર કપૂર સાથે કેટલાક હોટ સીન આપ્યા હતા. એ વખતે મામી મૂવી ફેસ્ટિવલમાં જયાએ કહ્યું હતું કે એક સમય હતો જ્યારે ફિલ્મ ડિરેક્ટર માત્ર કલા જ દર્શાવતા હતા, જ્યા આજે માત્ર ને માત્ર બિઝનેસ જ જોવા મળે છે.

જયાએ જણાવ્યું હતું, ‘હવે માત્ર બોક્સ ઓફિસના કલેક્શન, 100 કરોડની મૂવી, ફર્સ્ટ વિકેન્ડ કલેક્શન વિશે જ ફક્ત વાત કરવામાં આવે છે. જે મારી સમજથી અંપૂણૅ બહાર છે.’ સાથે જ જયાએ એ પણ પૂછ્યું કે આજના સમયમાં કેટલા ચહેરાઓ છે જે દેશનું પ્રતિનિધિત્વ કરે છે?
આજકાલની મૂવીમાં પશ્ચિમી સંસ્કૃતિનો પ્રભાવ વધુ પ્રમાણમાં વધી રહ્યો છે. તેમને જણાવ્યું હતું કે ‘મને નથી ખબર કે આવું કેમ છે. બની શકે કે એ ધનિક દેશ છે અને તેમને વધુ વિકસિત કહેવામાં આવે છે.

પણ જયાનું કહેવું છે કે ભારતીય વધુ પ્રગતિશીલ બન્યા છે. જયા બચ્ચને જણાવ્યું કે જ્યારે તે આજના સિનેમાને જોઇને પરેશાન થઈ જાય છે. મનમાં થાય છે કે કોઈ શાંત સ્થળે જતી રહું.

તેણે જણાવ્યું કે પહેલા ખલનાયિકા અને હિરોઇન બતાવવામાં આવતી હતી. પણ આજકાલ ખલનાયિકાની જરૂર નથી. હિરોઈન જ એ કરી લે છે જે ખલનાયિકા કરતી હતી.

જયાએ જણાવ્યું કે હિરોઈન માત્રને માત્ર ટૂંકા કપડાં પહેરે છે અને નાચે છે, આઈટમ ડાન્સ કરે છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘બોલિવૂડે પૈસા સાથે મેરેજ કરી લીધા છે. બોલીવુડ ફિલ્મ મુંબઈના લોકો બનાવે છે. જે પશ્ચિમી લોકોથી પ્રભાવિત થાય છે. તેઓ વિચારે પણ એવું જ છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *