બોલીવુડ જગતના સિતારાઓ પાસે પૈસાની કોઈપણ જાતની કમી નથી, તેમની પાસે ઘણા બધા પૈસા છે. તેઓ એક મૂવી માટે પોતાની મનમાંગી કિંમત નિર્માતાઓ પાસેથી વસૂલ કરતા હોય છે. પણ પૈસા જ મનુષ્ય માટે બધું નથી હોતું, પણ પૈસાની સાથે જ તેમનું હદય પણ એટલું જ મોટું હોવું જોઈએ. ત્યારે તે માણસોના દિલમાં ખાસ જગ્યા બનાવી શકે છે. અને એને વિશ્વમાં એક સારો માણસ માનવામાં આવે છે.

તો આજે આપણે જોઇશું એવા જ બોલીવૂડના સિતારો વિશે કે જયારે ગરીબો તથા જરૂરિયાતમંદ માણસો તેમની પાસે પૈસા માંગવા કે મદદ માંગવા આવે છે ત્યારે તેઓ આ લોકો સાથે કેવું વર્તન કરે છે.

1. શાહરૂખ ખાન:

શાહરૂખ ખાન બોલીવુડ જગતનાના કિંગ તરીકે ઓળખવામાં છે પરંતુ આ નામના જ કિંગ નથી પણ દિલથી પણ ખુબ મોટા છે. તેમણે એ પુરવાર કર્યું છે કે સતત 6 ફ્લોપ ફિલ્મો કરવા છતાં પણ તેઓ તેમના ફેન્સના દિલના એક બાદશાહ જ છે. આપ તસ્વીરમાં જોઈ શકો છો કે કેટલા પ્રેમથી તેઓ એક ગરીબ માણસના માથે હાથ ફેરવી રહ્યા છે.

2. રણવીર સિંહ:

બોલીવુડ જગતના દિગ્ગજ એક્ટર માં એક રણવીર સિંહનું નામ પણ ઓછું નથી. તેનું નામ મોટું હોવાની સાથે સાથે તેનું હદય પણ ખુબ જ મોટું છે. તમે ફોટોમાં જોઈ શકો છો કે રણવીર સિંહ રસ્તાના કિનારે બેસેલા બાળકોને પૈસા આપી રહ્યા છે.

3. ઝાયેદ ખાન:

બોલીવુડના એક્ટર ઝાયેદ ખાન એક સુપર ફ્લોપ અભિનેતા છે પણ તે પછી પણ તેમની માણસાઈ તેને સુપરહિટ હીરોનું પદ આપે છે. તમે ફોટોમાં જોઈ શકો છો કે ઝાયેદ ખાન રસ્તાના કિનારે ભીખારીઓ સાથે કેટલો સારો વ્યવહાર કરે છે અને તેમણે કેટલાક પૈસા પણ આપે છે.

4. સલમાન ખાન:

બોલીવુડના જગતના સુલતાન એક્ટર સલમાન ખાન પોતાની દરિયાદિલી માટે પ્રખ્યાત છે. તે વધુ લોકોની સહાય કરવામાં વ્યસ્ત રહે છે. સલમાન ખાને રસ્તા પર જયારે એક ગરીબ માણસને પોતાના અપંગ દીકરા સાથે જોયા તો તે માણસને પોતાની પાસે બોલાવીને તેના અપંગ દીકરાના ઉપચાર માટે પોતાના ડોક્ટરનો નંબર તથા સરનામું આપ્યું હતું અને તે ગરીબ માણસને એમ પણ કહ્યું હતું કે આપ પૈસાની ચિંતા ન કરતા, સાચા અર્થમાં સલમાન ખાન એક મોટા એક્ટર હોવાની સાથે સાથે એક સારા માણસ પણ છે.

5. સારા અલી ખાન:

આ ફોટોમાં તમે જોઈ શકો છો કે સારા અલી ખાન એક ઉંમરલાયક ભિખારી સ્ત્રીને અવગણીને જવાનો પ્રયાસ કરે છે તેનાથી આપ અંદાજ લગાવી શકો છો કે સારા અલી ખાનનો ગરીબ તથા ભીખારીઓ સાથે કેવો વ્યવહાર રહ્યો છે.

6. મલાઈકા અરોડા:

બોલીવુડ જગતની ફેમસ હિરોઈન મલાઈકા અરોડાને તમે આ તસવીરમાં જોઈ શકો છો કે વૃદ્ધ સ્ત્રીના પૈસા માંગવાથી મલાઈકા અરોડા તેની સાથે કેવું વર્તન કરે છે સાચે આ ખુબ શરમજનક વર્તન છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *