રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે આજે સમગ્ર વિશ્વમાં એટલી પ્રગતિ કરી છે કે વિશ્વના આ નામ દરેક માણસ જાણે છે. આજે એશિયાના સૌથી ધનવાન માણસ તરીકે મુકેશ અંબાણી ઓળખાય છે. તેમની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આજે લાખો માણસોને ભારત સિવાય બીજા દેશોમાં પણ રોજગાર પૂરું પાડે છે. આજે આ કંપની નંબર વન પરની સ્થિત પર છે, પણ કદાચ વ્યક્તિઓ નહિ જાણતા હોય કે આ પોઝીશન પર આવવા માટે કેટલો લાંબો સફર પાર કરવો પડ્યો હતો. કેમ કે તેની પાછળ સખત પરિશ્રમ હતો, ‘ધીરુભાઈ અંબાણી’નો.

સફળતા ક્યારેય પણ આસાનીથી નથી મળતી. અને જયારે વાત દેશના સૌથી ધનિક માણસ બનવાની હોય તો તમારે એનાથી પણ એક પગલું આગળ વધવાનું હોય છે. ધીરુભાઈ અંબાણીનો આ જ એક નાનપણથી મંત્ર હતો. એક પિતાના રૂપમાં ધીરુભાઈએ આ શીખ પોતાના દીકરા મુકેશ અંબાણીને પણ આપમેળે આપી હતી. આ જ શીખના જોરે આજે મુકેશ અંબાણી દેશના સૌથી અમીર માણસ તરીકે ઓળખવામાં આવે છે. મુકેશ અંબાણી પ્રમાણે, પોતાના પિતાથી શીખેલી વાતોના લીધે જ આજે તેઓ સફળતાનાં આ શિખરો પર પહોંચ્યા છે.

ધીરુભાઈ અંબાણીનો જન્મ આપણા ગુજરાતના જુનાગઢ જીલ્લામાં 28 ડિસેમ્બર 1932ના દિવસે થયો હતો. એક સામાન્ય માણસની જેવી રીતે જ ધીરુભાઈનું પણ એક નાનકડું સપનું હતું કે પોતાની પાસે પણ બીજા અમીર લોકોની જેમ ગાડી, બંગલો હોય. હાઈસ્કુલમાં શિક્ષણ કર્યા બાદ તેમેણે એક કંપનીમાં નોકરી કરવાની શરૂઆત કરી હતી. બાદમાં તેને રીટેલ માર્કેટિંગમાં કામ કરવા માટે કહ્યું હતું. તેમાં તે એરિટ્રીયા, જીબોતી, સોમાલીલૈંડ, કેન્યા અને યુગાંડા સુધીનું કામ સંભાળતા હતા.
ધીરૂભાઈનાં દીકરો મુકેશ અંબાણીએ કહ્યું કે તેમનો પરીવાર મુંબઈની એક ખોલીમાં રહેતા હતા, એક રૂમમાં. બંને ભાઈ તે ગલીઓમાં નાનપણમાં રમેલા છે. 1967માં જયારે ધીરુભાઈએ કંપનીની શરૂઆત કરી ત્યારે તેમની પાસે જરૂરી પૈસા પણ ન હતા. ત્યારે તેમણે વીરેન શાહની સહાય માંગી હતી. વીરેનની મુકંદ આયરન એંડ સ્ટીલ કંપની હતી, પણ વીરેન શાહે મદદ માટે ના કરી દીધી હતી. કારણ કે તેને લાગતું હતું કે ધીરુભાઈનો આ પ્રોજેક્ટ ચાલી શકશે નહિ. પણ પછીથી પોતાના બળે રિલાયન્સ કંપની ઉભી કરી હતી. અને આજે સમગ્ર દુનિયા ધીરુભાઈનું નામ સારી રીતે જાણે છે.

નીતા તથા મુકેશ અંબાણી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2 કરોડ મુંબઈવાસીઓ માટે એક નવું અને ગૌરવશાળી આઇકોન – ધીરુભાઈ અંબાણી સ્કવેર પણ સમર્પિત કર્યું. આ સ્કવેર મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ નજીક આવેલું છે. ધીરુભાઈ અંબાણી સ્કવેર જિયો વર્લ્ડ સેન્ટરનો એક નાનકડો ભાગ છે. આ પ્રસંગે નીતા અંબાણીએ જણાવ્યું કે ધીરુભાઈ અંબાણી સ્કવેરમાં વિશેષ મ્યુઝિકલ ફાઉન્ટેન કાર્યક્રમ મુંબઈની જીવંત ભાવના માટે સમર્પિત છે.

1. બિઝનેસમાં રિલેશનશિપ નહિ પાર્ટનરશીપ ચાલે છે:


રિલાયન્સ Jioના લોન્ચિંગ કર્યા પછી પોતાના એક ઇન્ટરવ્યૂમાં મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે ધીરુભાઈ તેમને પુત્રની જેમ નહિ પરંતુ પાર્ટનરની જેમ ટ્રીટ કરતા હતા. તેઓ હંમેશા કહેતા હતા કે બિઝનેસમાં રિલેશનશિપ નહિ પાર્ટનરશીપ ચાલે છે.

2. બિઝનેસમેનને ખબર હોય છે કે શું કરવાનું છે:

કોઈ પણ કામ ચાલુ કરતા પહેલા તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારું લક્ષ્ય શું છે. ત્યારે જ તમે એના સુધી પહોંચી શકો છો. લક્ષ્ય વગર કોઈ પણ દિશામાં આગળ કામ કરવાથી કઈ જ પ્રાપ્ત નથી થતું.

3. હંમેશા સકારાત્મક રહો:

તમે ભલે કોઈ પણ કામ કરતા હોવ કે શિક્ષણ કરતા હોવ, હંમેશા પોઝિટિવ એટલે કે સકારાત્મક રહેવું આવશ્યક છે. આ એપ્રોચ સાથે તમે કોઈ પણ કામ કરશો તો તમને સફળતા અવશ્ય મળશે. ઘણા નકારાત્મક લોકો તમને મળશે પણ તેમની નજીક રહીને પણ તમારે સકારાત્મકતા જ ફેલાવવાની છે.

4. નિષ્ફળતાથી ડરો નહિ, એમાંથી શીખો, ક્યારેય હાર ન માનો:

દરેક માણસે સફળતા અને નિષ્ફળતાનો અવશ્ય સામનો કરવો પડે છે. એટલે નિષ્ફળતાથી ક્યારેય ડરવું ન જોઈએ પણ દૃઢતાથી તેનો સામનો કરવો જોઈએ.

5. સારી ટિમ તૈયાર કરો:

એક સારી ટિમ વગર તમે કશું નહિ કરી શકો. એટલે સારા માણસો સાથે ટિમ બનાવવી અને પરિશ્રમથી જ કામમાં લાગેલા રહેવું, સફળ થવા માટે ખૂબ જરૂરી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *