સૌથી વધુ પ્રખ્યાત સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી તથા ટ્યુશન ટીચર આત્મારામ તુકા રામ ભીડેની પત્ની માધવીનું પાત્ર નિભાવનાર સોનાલિકા જોશીએ હમણાં જ એક નવી કાર ખરીદી છે. આ કાર ખરીદ્યાં પછી સોનાલિકા ખૂબ જ ખુશ દેખાવા મળી રહી છે.

આ ટીવી સીરિયલમાં પાપડ તથા અથાણા બનાવીને વેચતી માધવી ભાભી એટલે કે સોનાલિકા જોશીએ એક દમદાર નવી કાર ખરીદવાની ખુશી તેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાના ફેન્સ સાથે શેર કરી હતી.

ટીવીની અભિનેત્રી માધવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોતાની નવી કાર MG Hectorની ફોટો અપલોડ કરી હતી, આ ફોટોમાં પોતાની કમાણીથી એક નવી કાર ખરીદવાની ખુશી સોનાલિકાના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે.

સોનાલિકા જોશીએ MG Hectorનું કયું મોડેલ ખરીદ્યું છે એ વિશે કોઈ ચોક્કસ માહિતી નથી, પણ તેમને ખરીદેલી કાર 12 લાખ રૂપિયા કરતા વધુ કિંમતની હશે એ વાત ફાઇનલ છે. MG Hectorની સ્ટાઈલ પેટ્રોલ મેન્યુઅલ મોડલની કિંમત 12.18 લાખ રૂપિયા છે તથા ટોપ-સ્પેક શાર્પ ડીઝલ મેન્યુઅલ હેક્ટરની કિંમત 16.88 લાખ રૂપિયા છે.

જાણવા મળ્યું છે કે માધવી ભીડેનું પાત્ર સોનાલિકા જોશી ગયા 12 વર્ષથી ભજવી રહી છે અને લોકોને તે ખૂબ જ પસંદ આવી રહી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *