ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અને સુવિધા બાબતે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકર સાથે ગાંધીનગર ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માહિતી મેળવી હતી. એ સંવાદમાંથી નિપજેલી માહિતી પરથી ખ્યાલ આવે છે કે, કોરોનાનાં દર્દીઓનો કેટલી હદે ખ્યાલ રખાઈ રહ્યો છે.

કોરોનાના દર્દીઓને કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર દર્દી સાજા થઇ જાય પછી એમને ડિસ્ચાર્જ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. દર્દીઓને તેમની જરૂરિયાત પ્રમાણે ડોક્ટરની સલાહ અનુસાર નિયમિત દવાઓ આપવામાં આવે છે. સિવિલમાં દર્દીઓ માટે વેન્ટિલેટર સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. દર્દીઓના સગાંઓને વીડિયો કોલિંગના માધ્યમથી દર્દીને વાત કરાવવાની તેમજ તેમના ફીડબેક લેવાની પણ વ્યવસ્થા કરાઈ છે. જે માટે પ્રત્યેક કોરોના વોર્ડમાં ચાર મોબાઈલ સહિત PROની વ્યવસ્થા કરવામાં આવી છે.

દર્દીના ડિસ્ચાર્જના એક દિવસ પહેલાં દર્દીઓના સગાંઓને SMS દ્વારા જાણ કરવામાં આવે છે. બીજા દિવસે દર્દીને નિયત કરેલા સમયે બપોરે ૨:૩૦ થી ૪:૩૦ દરમિયાન જરૂરી દવાઓ આપીને ડિસ્ચાર્જ કરી (ગાઈડલાઈન અનુસાર) ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા સિવિલ દ્વારા કરવામાં આવે છે.

આ ઉપરાંત દર્દીઓને બેડ પર જ સવારનો નાસ્તો, બપોર-સાંજનું જમવા તેમજ દિવસમાં બે વખત ચા, નાસ્તો, જ્યુસ અને છાશની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સાથોસાથ દર્દીઓના સગાંઓને રહેવા માટે આધુનિક ટેન્ટ, મનોરંજન માટે ટીવી તેમજ યોગાના વર્ગો સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. ખાસ પ્રકારની લેબોરેટરીમાં D-Dimer, Ferritin, રેડિયોલોજીકલ તપાસમાં એક્સ રે, CT સ્કેન તથા ઈસીજી વગેરેની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત કોરોનાના દર્દીઓને જરૂર પડ્યે લાઈફ સેવિંગ ઈન્જેક્શન – Tocilizumab પણ આપવામાં આવે છે. આ ઈન્જેક્શનોનો પૂરતી માત્રામાં જથ્થો ઉપલબ્ધ છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓને મળે છે ઉત્તમ સગવડ અને ઘર કરતા વધુ સંભાળ

શ્રેષ્ઠ ભોજન, નાસ્તો અને વિશ્વકક્ષાની સર્વોત્તમ મેડિકલ સુવિધા: દર્દીઓના પરિવારજનો માટે પણ પૂરતી વ્યવસ્થા

CM રૂપાણીએ સિવિલ સુપ્રિન્ટેનડેન્ટ સાથે વિડીયો સંવાદ કરી ને અમદાવાદ સિવિલની સુવિધા તથા કામગીરી વિશે તલસ્પર્શી માહિતી મેળવી

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *