આપણા ઘરમાં ઘણી બધી એવી વસ્તુઓ એવી હોય છે હોય છે જેના વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘણા જ ફાયદા હોય છે પરંતુ આપણે આ વસ્તુઓ ના શું ફાયદા હોય છે એ વાતથી અજાણ હોઈએ છીએ. રસોડામાં ઉપયોગ કરતી કેટલીક નાની નાની વસ્તુઓ ઘરમાં સુખ શાંતિ અને વૈભવ લાવી શકે છે.
આજે આપણે એવી જ એક વસ્તુ લવિંગના ફાયદા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

લવિંગનો એકમાત્ર ઉપયોગ મોટાભાગે આપણે મસાલા તરીકે જ કરતા હોઈએ છીએ. ક્યારેક તો લવિંગ પાનમાં પણ અવારનવાર ખાતા હોઈએ છે. લવિંગ ફાયદાકારક પણ છે એ વાત પણ બધા જ લોકો જાણે જ છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર લવિંગના કેટલાક બીજા પણ ચમત્કારિક ફાયદા છે.

કોઈ રોકાયેલું કામ નથી નીકળતું તો કરો આ ઉપાય:

જો તમે સતત કોઈ કામને લઈને પરેશાન થઈ રહ્યા છો, કેટલાક સમયથી એ કામ પાછળ પુરો પરિશ્રમ કરવા છતાં પણ તમને અવશ્ય સફળતા નથી મળી રહી તો લવિંગનો આ એક નાનકડો ઉપાય તમને ચોક્કસ સફળતા આપી શકે છે. તેના માટે તમારે જે કામ માટે નીકળો છો એના પૂર્વે એક લીંબુ ઉપર ચાર લવિંગ રોપી દો અને “ૐ શ્રી હનુમતે નમઃ” નો 21 વખત દરરોજ જાપ કરી એ લીંબુને પોતાની સાથે જ લઈને નીકળી જાવ. તમને તમારા કામમાં ચોક્કસ સફળતા મળશે.

ઘરમાં જો અવારનવાર કંકાશ વ્યાપેલો છે તો કરો આ નાનકડો ઉપાય:

સવારે વહેલા ઉઠતાની સાથે જ જો તમારા ઘરમાં રોજબરોજ ઝગડા શરૂ થઈ જતાં હોય, નાની નાની વાતોમાં એ ઝઘડાના લીધે તમારો આખો દિવસ વિચાર્યા કરતા વધુ ખરાબ થતો હોય તો સવારે અથવા સાંજે આરતી કરતી વખતે 2 લવિંગ મૂકીને આરતી કરો અથવા કપૂર સાથે પણ 2 લવિંગ મૂકીને આરતી કરો જેના લીધે તમારા ઘરમાંથી કંકાસ ધીમે ધીમે દૂર થઇ જશે.

ઘરમાં વ્યાપેલી નેગેટિવ ઉર્જા દૂર કરવા કરો આ ઉપાય:

ઘરમાં જો નેગેટિવ ઉર્જા પથરાયેલી હોય તો ઘરમાં શાંતિ તથા સુખ સમૃદ્ધિનો નિવાસ થતો નથી અને તેના લીધે ફેમિલી ના વ્યક્તિઓ વચ્ચે જ અણબનાવ થતા દેખાવા મળે છે. આ માટે સાંજના સમયે ઘરના કોઈ નાનકડા ખૂણામાં 6-7 લવિંગ કપૂર સાથે બાળી દેવા જેનાથી ઘરમાં વ્યાપેલી નેગેટિવ ઉર્જા કાયમ માટે દૂર થઇ જશે. આ ઉપાય દરરોજ કરવામાં આવશે તો ઘરમાં કાયમ માટે નેગેટિવ ઉર્જા પ્રવેશી નહીં શકે. બે લવિંગ સાંજે થતા દીવાની અંદર તમે મૂકીને પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકો છો.

ધનની પ્રાપ્તિ માટે પણ કરી શકો છો આ ઉપાય:

હાલના સમયમાં ધનની પ્રાપ્તિ માટે માણસ પરિશ્રમ અને ધાર્મિક ઉપાયો પણ કરતો હોય છે. પરંતુ ઘણી વખત વધુ મહેનત કરવા છતાં પણ યોગ્ય ધનની પ્રાપ્તિ થતી નથી ત્યારે લવિંગનો આ ઉપચાર તમને ધનવાન બનાવવામાં ફાયદાકારક રહેશે. કાચી ઘાણીના તેલનો દીવો કરીને તેમાં 2-3 લવિંગ ઉમેરી હનુમાનજીની આરતી કરો. જેના લીધે તમારી દરિદ્રતા ધીમે ધીમે દૂર થવા લાગશે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થવા લાગશે.

દુશ્મનોના નાશ માટે ઉપયોગી છે આ ઉપાય:
પોતાના કામ તથા વધુ ઊંચા થતા નામ ના લીધે સમાજમાં શત્રુઓ વધતા જવાના છે તેના કારણે આજના સમયમાં બીજા માણસની સફળતા કોઈથી પણ જોઈ શકાતી નથી તો એવા સમયે તમે દર શનિવારે સાત વખત હનુમાન બાણનો પાઠ કરી દાદા સમક્ષ લાડવાનો ભોગ ધરાવો તે ઉપરાંત પાંચ લવિંગ દેશી કપૂર સાથે પૂજા સ્થાન ઉપર સળગાવી તેની ભસ્મનું તિલક કરી બહાર નીકળો જેના દ્વારા તમારા શત્રુઓ તમારાથી ડરવા લાગશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *