ઇન્ડિયન ક્રિકેટ ટીમના સ્પિન બોલર યુઝવેન્દ્ર ચહલે પોતાના જોડીદાર સાથી ક્રિકેટર કુલદીપ યાદવ સાથેના ફોટોશૂટ દરમિયાનની પોતાની એક ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરી છે.
આ બાદ ઇંગ્લેન્ડની સ્ટાર યુવતી ક્રિકેટર ડેનિયલ યાટે ચહલની એક મજાક ઉડાવી હતી. ડેનિયલે ચહલની ઊંચાઈને લઈને તેને મજાક કરી હતી. કહી દઈએ કે ડેનિયલ યાટ એ સમયે પણ ચર્ચામાં આવી હતી જ્યારે તેમણે ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું.

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ ચેન્નઈમાં વન-ડે સિરીઝની પ્રથમ મેચ રવિવારે રમવામાં આવી હતી, એ મેચ પહેલા ઇન્ડિયન ખેલાડીઓએ ફોટો શૂટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન યુઝવેન્દ્ર ચહલે કુલદીપ યાદવ સાથેની ફોટો સોશીયલ મીડિયામાં શેર કરી હતી. આ ફોટો શેર કરવાની સાથે જ તેને જણાવ્યું હતું – ચેન્નઈમાં હેડશોટ બનાવવાની ઘણી મજા આવી.

ચહલની આ પોસ્ટ પર ઘણા ફેન્સ લોકોએ પોતાની કૉમેન્ટ્સ આપી હતી. પરંતુ ઇંગ્લેન્ડની યુવતી ક્રિકેટર ડેનિયલ યાટે ચહલને મજાક કરી દીધો. ડેનિયલે પોતાની કોમેન્ટમાં જણાવ્યું છે – મને લાગે છે કે તમારી ઊંચાઈ મારા કરતા ઓછી છે. આ કોમેન્ટ સાથે ડેનિયલે હસવાના ઈમોજી અને ભારતના ધ્વજવાળી ઇમોજી પણ બનાવી.

જાણવા મળ્યું છે કે ઇંગ્લેન્ડની સ્ટાર મહિલા ક્રિકેટર ડેનિયલ યાટ ત્યારે વધુ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ટીમ ઈન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીને પ્રપોઝ કર્યું હતું. ડેનિયલે સોશિયલ મીડિયા પર દમદાર થઈને વિરાટને પ્રપોઝ કર્યું હતું. ડેનિયલનું આ પ્રપોઝલ ઘણા સમય સુધી સોશિયલ મીડિયા પર છવાયેલું રહ્યું હતું.

તાજેતરમાં તો સોશિયલ મીડિયા પર ડેનિયલની આ કોમેન્ટ ખૂબ વધુ વાયરલ થઈ રહી છે. આ ફોટો ચહલ દ્વારા ચેન્નઈમાં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની પ્રથમ વનડેની શરૂઆતના કેટલાક સમય પહેલા જ પોસ્ટ કરવામાં આવી હતી. આ મેચમાં ચહલને પ્લેઇંગ ઇલેવનમાં રમવાનો મોકો મળ્યો ન હતો, જ્યારે કુલદીપને રમવાની તક મળી હતી.

આના પહેલા પણ ડેનિયલે ચહલના ફોટા પર તેને કોમેન્ટ કરી હતી. ચહલે બેટિંગ કરતી પોતાની એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી હતી, જેના પર ઇંગ્લેન્ડની યુવતી ક્રિકેટરે ‘Bowled’ કોમેન્ટ કરી હતી. આ ડેનિયલની આ પ્રકારની કોમનેટ પછી, બંનેની ડેટિંગની અફવાઓનું બજાર ગરમ થઈ ગયું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *