કોરોના થી રોજ હજારો લોકો આખા વિશ્વમાં મૃત્યુ પામી રહ્યા છે ત્યારે અમદાવાદથી એક દુઃખદ સમાચાર આવ્યા છે. ૯૦ વર્ષની ઉમર ધરાવતા ખુબ જ લોકપ્રિય અને જાણીતા જ્યોતિષ બેજાન દરુવાલાનું નિધન થયું છે. રોજ સવારે ઘણી વેબસાઈટ અને ઘણા ન્યુઝ પોર્ટલ પર “આજનું ભવિષ્ય” અને બીજા એસ્ત્રોલોજી રીલેટેડ સમાચાર પીરસનાર બેજાન દારૂવાલાના નિધન થી દુખની લાગણી ફેલાઈ છે.

ભવિષ્યવાણી ની વાત કરીએ તો સંજય ગાંધી ની મૃત્યુ થી લઈને, મનમોહન સિંહ ના વડાપ્રધાન અને ગુજરાતના ભૂકંપ વિષે પણ સચોટ આગાહી કરનાર બેજાન દારૂવાલાનું આજે અમદાવાદ ખાતે મૃત્યુ થતા ની સાથે જ ભવિષ્ય માં ભવિષ્યવાણી નું ભવિષ્ય ચિંતિત થઇ ગયું છે.

फ़ोटो सोर्स

બેજાન દારૂવાલાએ થોડા સમય પહેલા જ રિષિકેશ માં પવિત્ર ગંગા સ્નાન કરેલું ત્યારની તસ્વીર આપ જોઈ શકો છો.

ફોટો સોર્સ

થોડા વર્ષ પહેલા ૧૧ જુલાઈ ના દિવસે દહેરાદુન માં કોઈ હોટેલમાં આયોજિત એક મોટા પ્રોગ્રામમાં પોતાના જન્મ દિવસના દિવસે બેજાન દારૂવાલાએ કેક કટ કરેલી ત્યારની તસ્વીર.

ફોટો સોર્સ

દુખની વાત એ છે કે એમને થોડા દિવસો પહેલા ન્યુમોનિયા થયેલો અને શરીરમાં ઓક્સીજન પણ ખુબ ઘટી ગયું હતું ત્યાર બાદ તબિયત વધારે ખરાબ થતા અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આજે એમનું નિધન થયું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *