એક ભારતીય સૈનિકનું જીવન કેટલું સંઘર્ષમય હોય છે, પોતાનો ઘર ફેમિલી છોડીને સમગ્ર દેશ તથા દેશવાસીઓની રક્ષા માટે કોઈપણ સ્થિતિ કે કોઈપણ ઋતુમાં નીકળી પડતા હોય છે. એક સૈનિક જ હોય છે જેના માટે પોતાના ફેમિલી પહેલા પોતાનો દેશ આવે છે. દેશ માટે હસતા હસતા પોતાનો જીવ પણ કુરબાન કરે તેનું નામ જ જવાન.

આવા જ એક જોશીલા તથા બળવાન સૈનિકના શહીદ થવાના સમાચારથી સમગ્ર ભારત દેશ શોકમાં છે. આ સૈનિકે લગ્નના 16માં દિવસે જ પોતાની ફરજ ઉપર પાછા ફરી તથા દેશ માટે પોતાનો જીવ કુરબાન કરી દીધો છે.

ભારત દેશના રાજસ્થાન રાજ્યના ભરતપુરમાં રહેતા સૌરભ કટારા, કુપવાડામાં મેરેજ કર્યા ના 16માં દિવસે જ પોતાની ફરજ ઉપર પહોંચી ગયા હતા, જ્યાં એક બૉમ્બ બ્લાસ્ટ વિસ્ફોટ થતાં તેઓ શહીદ થયા હતા. સૌરભના લગ્ન તેમના શહિદ થવાના 16 દિવસ પહેલા જ એટલે કે 8 ડિસેમ્બરના રોજ થયા હતા. મેરેજ માટે પોતાની ફરજ ઉપરથી રજા લઈને આવેલા સૌરભે લગ્ન પછી કેટલાક થોડા જ દિવસમાં પાછા પોતાની ફરજ ઉપર જોડાયા હતા. હજુ તો લગ્નનો થાક પણ નહિ ઉતર્યો હોય કે ના હજુ તેમના પત્નીના હાથની મહેંદી સુકાઈ હશે, એ પહેલા જ એક બૉમ્બ વિસ્ફોટમાં સૌરભને પોતાનો જીવ બલિદાન કરવો પડ્યો હતો.

સૌરભે જે દિવસે પોતાનો જીવ ગુમાવ્યો તે જ દિવસે તેમનો જન્મ દિવસ પણ હતો માટે સૌરભની પત્ની પૂનમે જન્મ દિવસની શુભકામનાઓ પાઠવવા માટે સૌરભને જ્યારે ફોન કર્યો ત્યારે સૌરભના શહીદ થવાના સમાચાર મળતા પૂનમ એકદમ તૂટી ગઈ હતી. હજુ લગ્નની પીઠીનો રંગ આછો થયો નહોતો ત્યાં જ સૌરભના શહીદ થવાના સમાચારથી પૂનમ અને સૌરભના ફેમિલી ના લોકો રડી રડીને બુરા હાલ થઇ ગયા હતા.

સૌરભના શહીદ થયાના સમાચાર સાંભળીને સમગ્ર ગામ પણ શોકમય બની ગયું હતું. શહીદ સૌરભ કટારાના શબને જયારે તેમના ગામમાં લાવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં લોકો શહીદને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉમટી પડ્યા હતા, હજાર થયેલા બધા જ લોકોએ તેને અશ્રુભેર શ્રદ્ધાંજલિ આપી હતી.

શહિદ સૌરભના બલિદાન માટે મોટા મોટા નેતાઓએ પણ ટ્વીટ કરી અને તેમને શ્રદ્ધાંજલિની સાથે તેમના બલિદાનની પ્રસંશા પણ કરી હતી.

દિલથી નમન છે આપણા દેશના જવાનોને જે પોતાની ફરજ માટે પોતાના જીવનું પણ બલિદાન આપી દે છે!
જય જવાન ! જય હિન્દ!

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *