એ તો તમે બધા લોકો જાણો જ છો કે, આપણા ભારત દેશમાં મોટાભાગના બધા જ ધર્મોમાં દાન ધર્મને સૌથી ઊંચું માનવામાં આવે છે. અને આપણા શાસ્ત્રોમાં પણ એવું જાણવામાં આવ્યું છે કે, જે માણસ દાન ધર્મ જેવું પુણ્ય કામ કરે છે તેની ઉપર ભગવાનની કૃપા હંમેશા રહે છે. આ કાર્યમાં ઘણી બધી એવી પ્રાચીન પરંપરાઓ છે જે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ. અને આવી પરંપરામાંથી એક છે નદીમાં સિક્કા નાખવાની અનોખી પરંપરા.

પણ શું તમે બધા લોકો જાણો છો કે શા માટે વ્યક્તિઓ નદીમાં સિક્કા નાખે છે? કઈ છે તેની પાછળની સાચી આસ્થા? જો તમે નથી જાણતા તો આજે અમે તમને આ લેખમાં એના વિષે જણાવીશું. તો આવો જાણીએ કે નદીમાં સિક્કા નાખવા પાછળનું અનોખું રહસ્ય શું છે?

આ કારણે નદીમાં લોકો સિક્કા નાખે છે :

દોસ્તો, તમે ઘણી વખત જોયું હશે કે જયારે કોઈપણ માણસ કોઈ નદી પાસેથી થઇને પસાર થાય છે, તો તેમાં એક સિક્કો લગભગ નાખી દે છે. ક્યારેક ક્યારેક લોકો ટ્રૈન કે બસ દ્વારા લાંબી મુસાફરી કરતી વખતે પણ કોઈ નદી પાસેથી જ્યારે પસાર થાય છે, તો તેમાં સિક્કો અવશ્ય નાખી દે છે. ઘણા લોકો આને ભલે અંધવિશ્વાસ માને છે. પણ કહી દઈએ કે, આ પરંપરા પાછળ કોઈ અંધવિશ્વાસ નથી, પણ એક તથ્યાત્મક કારણ છે.

પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે લોકો પહેલા નદીમાં તાંબાના સિક્કા નાખતા હતા, જેના દ્વારા પાણીનું ચોક્કસ પણે શુદ્ધિકરણ થાય. અને જુના જમાનામાં તો લોકો તાંબાના સિક્કાનો જ ઉપયોગ કરતા હતા, તેથી માણસો થોડાક નદીમાં તાંબાના સિક્કા નાખતા હતા.

તે ઉપરાંત વડીલો દ્વારા કહેવામાં આવે છે કે, તાંબાના વાસણમાં જ દરરોજ પાણી પીવું સૌથી લાભદાયક માનવામાં આવે છે. અને તે ઉદેશ્યથી પણ માણસો નદીમાં તાંબાના સિક્કા નાખતા હતા. આવું કરવાથી નદી પણ સ્વચ્છ રહેતી હતી અને લોકોના શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હતું. હમણાં તાંબાના સિક્કા તો નથી મળતા પણ તેમ છતાંપણ લોકો તે પરંપરાને માનતા આવે છે. કદાચ ફરી તાંબાનાં સિક્કા ચલણમાં આવી જાય, તો નદીના શુદ્ધિકરણનું કામ શરુ થઈ જાય.

હવે જો આપણે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વિચારીએ, તો એમાં ગ્રહ દોષોને દુર કરવા માટે નદીમાં સિક્કા નાખવાની અનોખી પરંપરા છે. એવું કહેવામાં આવે છે કે, જો નદીમાં સિક્કા અને પૂજાની સામગ્રીઓ સંપૂર્ણ વહી જાય તો તેના લીધે ઘણી જાતના ગ્રહ દોષોનો નાશ થઇ જાય છે, અને માણસના જીવનમાં ખુશાલી આવે છે.

જાણકારી માટે કહી દઈએ કે, આપણે ત્યાં આ બધા ઉપરાંત એવી માન્યતા પણ છે કે, નદીમાં સિક્કા નાખવું એક પુણ્યનું કામ હોય છે. કારણ કે નદી કિનારે ગામમાં બાળકો નદીમાં સિક્કા ભેગા કરીને પોતાનું ભરણપોષણ કરે છે, તેથી આ એક જાતનું દાનનું કામ પણ છે. અને જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો કોઈ માણસ ઉપર ચન્દ્ર દોષ હોય, તો તેમણે વહેતી નદીમાં ચાંદીનો સિક્કો નાખવો જોઈએ. તેનાથી ચન્દ્ર દોષ દુર થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *