આપણા ભારત દેશમાં લગ્નમાં ઘણા બધા નાનામોટા વિધિઓ થતી હોય છે. ઘણીબધી અનેક પરંપરાઓ હોય છે અને એ વિધિઓ પરપરંપરાઓના લીધે જ લગ્નોમાં ક્યાંક ને ક્યાંક રોનક છવાયેલી જોવા મળે છે. લગ્ન એક એવો પ્રસંગ છે જ્યાં હર્શો ઉલ્લાસની સાથે ઘણા યાદગાર સંભારણા પણ બનતા હોય છે

મેરેજના કન્યાપક્ષની છોકરીઓ દ્વારા વરરાજાનની મોજડી સંતાડવાનો પણ એક અનોખો રિવાજ છે અને આ રિવાજ ઘણા લાંબા વર્ષોથી ચાલ્યો આવે છે જેમાં કન્યાપક્ષની મહિલાઓ મોજડી સંતાડે તથા વરરાજા તેમને બક્ષિસ આપી અને એ પાછી લઇ લે. હવે તો આ એક પરંપરા જેવું બની ગયું છે, ઘણી મૂવીમાં પણ આપણને આ દૃશ્ય જોવા મળ્યું હશે.

પરંતુ તાજેતરમાં જ એક લગ્નપ્રસંગમાં બનેલા એક કિસ્સાએ કંઈક અલગ જ સ્વરૂપ ધારણ કર્યું હતું. વરરાજાની મોજડીઓ ચોરી થતા જ તે રોષે થઇ ગયો, જેની જાણ કન્યાને થતા તેને વરરાજા સાથેના બધા જ જાનૈયાઓને પાઠ ભણાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરના એક ગામમાં મેરેજનો અનેરો પ્રસંગ હતો. જાન પણ વાજતે ગાજતે આવી પહોંચી, લગ્નના વિધિ પણ શરૂ થયા, જયારે મોજડી સંતાડવાનો સમય અચાનક આવ્યો ત્યારે કન્યાપક્ષની મહિલાઓએ વરરાજાની મોજડી સંતાડી દીધી. પરંતુ વરરાજાને આ વાત જાણે પસંદ ના આવી હોય તેમ મોજડી સંતાડવા ઉપર તે રોષે ભરાઈ ગયો અને જે યુવતીઓએ મોજડી સંતાડી હતી તે યુવતીને ગાળો બોલી અપમાન કરવા લાગ્યો. મેરેજના રહેલ કેટલાક માણસો તેને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ જોશે ભરાયેલા એ વરરાજાએ એક માણસે લાફો પણ ઝીંકી દીધો હતો.

આ ઘટનાની ખબર જયારે કન્યાને થઇ ત્યારે તેને એ મેરેજ ત્યાં જ અટકાવી દીધા અને જાનને પાછી મોકલી આપી પણ વરરાજા, તેના પિતા અને બે સંબંધીઓને છોકરીવાળાએ ઘેરી લીધા તેમને મેરેજ છોડીને જવા ના દીધા કારણે કે કન્યાપક્ષ તરફથી છોકરાપક્ષને દહેજમાં 10 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

પોલીસને સૂચના આપવામાં આવતા ત્યાં આવી પહોંચી હતી અને છોકરાપક્ષ દ્વારા 10 લાખ રૂપિયા પાછા આપવાનું કબુલતા મામલો ઠંડો પડ્યો હતો. મામલો શાંત પડતા કોઇપક્ષ દ્વારા કેસ કરવામાં આવ્યો નહોતો.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *