સૌથી વધુ આસ્થાનું પ્રતીક એટલે ગુજરાત આવેલ જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે ચૂંદડીવાળા માતાજીને આજના દિવસે સવારે વહેલા સમાધિ આપવામાં આવી છે. જીતુભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ જોડે ચૂંદડીવાળા માતાજીને આજ રોજ સમાધિ આપવામાં આવી છે. તાજેતરમાં કરવામાં આવેલ લોકડાઉનના લીધે ત્યાં તેમના લાઈવ દર્શન તેમના ભક્તો કરી શક્યા નથી. પણ સોશિયલ મીડિયાની સહાયથી ભક્તોએ તેમના અંતિમ દર્શન કર્યા હતા.

Photo Credit

આ બાબતે મળતી જાણકારી અનુસાર, અંબાજી પાસે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી જ્યાં ચુંદડીવાળા માતાજી ગાદી પર બિરાજમાન હતા, ત્યાં એક જગ્યા ઉપર માતાજીને અંતિમ દર્શન આપીને સમાધિ આપવામાં આવી છે. રૂત્ર સૂક્તના અભિષેક અનુસાર વિવિધ નદીઓના જળ લાવી ચુંદડીવાળા માતાજીને સમાધી આપવામાં આવી હતી. માતાજીને આજ રોજ સવારે સ્નાન પછી તેમના નશ્નરદેહને પાંચ પ્રકારના લેપ કરવામાં આવ્યા હતા. ત્યારપછી માતાજીને શણગાર સજીને સમાધી સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા.

Photo Credit

અંબાજી ખાતે આવેલ ચુંદડીવાળા માતાજી જ્યાં બિરાજમાન હતા, ત્યાં ગાદી જોડે જ આઠ ફૂટ ઊંડા ખાડામા માતાજીને નીચ બેસાડીને મીઠું નાખવામાં આવ્યું હતું. ફેમિલી ના સભ્યો અને આશ્રમના સંચાલકો દ્વારા મીઠું નાખી તેમની સમાધી આપવામાં આવી હતી.

https://platform.twitter.com/widgets.js

તમને જણાવી દઈએ કે 2003 અને 2010મા ચુંદડીવાળા માતાજીનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને વિજ્ઞાન પણ ચુંદડીવાળા માતાજી સામે હારી ગયું હતું. ચુંદડીવાળા માતાજીનું નિધન 26 તારીખના દિવસે થયું હતું 26 અને 27 તારીખના દિવસે માતાજીના નશ્વરદેહને દર્શન માટે મુકવામાં આવ્યા હતા. 28 તારીખના દિવસે માતાજીના આશ્રમ પર સંપૂર્ણ વિધિ અનુસાર સમાધિ આપવામાં આવી હતી. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ ટ્વીટ કરીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Photo Credit

સવારે વહેલા 6: 15થી લઈને 7:15 નો કાર્યક્રમ શું હતો
સૌ પ્રથમ રૂદ્ર સૂક્તથી અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારપછી પંચ લેપન ચુંદડી વાળા માતાજીના નશ્વરદેહને લગાવવામાં આવ્યો હતો. ત્યારપછી માતાજીને શ્રૃંગાર કરી શુદ્ધ કપડા પહેરાવીને તૈયાર કરવામાં આવ્યો અને અંતિમ જે ભૂમિ પર સમાધી આપવામાં આવનાર હતી, તે જગ્યા પર ભૂમિ પૂજન કરી માતાજીને સમાધી આપવામાં આવી હતી.

Photo Credit

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *