બોલીવુડના દબંગ ખાન તરીકે ઓળખતા એટલે કે, ભાઈજાન આજે તેનો 54મોં બર્થડે ઉજવી રહ્યો છે. ત્યારે આજે તેના બર્થડેના દિવસે અમે તમે તેના કેટલાક એવા કિસ્સા વિષે વાતચીત કરીશું.

સલમાન ખાનની તાજેતરમાં જ દબંગ-3 મૂવી રિલીઝ થઇ છે. આ મૂવીમાં સલમાન 2 હિરોઈન જોડે રોમાંસ કરતો દેખવા મળશે. સલમાન ખાન ભલે ગમે તેટલી રોમેન્ટિક મૂવી કરે પણ તેની હીરોઈનને ભૂલથી પણ કિસ નથી કરતો. સલમાન ખાનની મૂવીમાં એકપણ રોમેન્ટિક સીન ના હોવા છતાં પણ તે કરોડો રૂપિયાની અધધ કમાણી કરે છે. ભાઈજાન બોલીવુડ જગતનો એક એવો અભિનેતા છે જોઈ ફિલ્મમાં રોમાન્સ ભરપૂર હોય છે પરંતુ તે ક્યારે પણ કોઈ હિરોઈન ને કિસ નથી કરતો. સલમાન ખાનનો આ કિસ ના કરવાનો નિયમ ઘણા સમયથી છે. તમે સલમાન ખાનની કોઇ પણ મૂવી જોઈ લો તે કોઈ એક્ટ્રેસને ગળે તો લગાડી લેશે પરંતુ લીપકિસ ક્યારેય નહીં કરે.

બોલીવુડ જગતનાના દિગ્ગ્જ કલાકારો શાહરુખ ખાન, અજય દેવગણ તથા આમિર ખાન જેવા કલાકરો કિસ કરતા થોડો પણ સંકોચ નથી કરતા. સલમાન ખાનની જો કિસની વાત કરવામાં આવે તો તેને હાલ સુધીમાં એકજ વખત કિસનો સીન આપ્યો છે. સલમાન ખાને સૂરજ બડજાત્યાની મૂવી ‘મૈને પ્યાર ક્યુ કિયા’ માં ભાગ્ય શ્રીસાથે કર્યો હતો. પરંતુ સલમાને આ સીન માટે ભાગ્યશ્રીને અડી પણ ના હતી.

ટચ કર્યા વગર લિપલોક સીન કેવી રીતે થયો એ પાછળનું પણ એક આખું કારણ છે. બડજાત્યાએ ભાગ્યશ્રી અને સલમાનને મનાવવામાં માટે જમીન આસમાન એક કરી દીધા હતા. બંનેએ લિપલોક કરવા માટે સાવ પણ તૈયાર ના હતા ત્યારે સૂરજ બડજાત્યાએ કાચનો એક ગ્લાસ વચ્ચે લગાડી દીધો હતો અને આ રીતે લિપલોકનો સીન આખો શૂટ કર્યો હતો.ત્યાર બાદ સલમાન ખાને કયારે પણ કિસ સીન નથી કર્યો.

સલમાન ખાનનું કિસ ના કરવા પાછળનું કારણ ‘નો કિસ ક્લોઝ’ કિસ્સો છે. મૂવીમાં આવતા પહેલા જ સલમાન ખાને ફેંસલો કરી લીધો હતો કે, તે કયારે પણ કોઈ હીરોઈનને કિસ નહીં કરે. સલમાન ખાને આ નિયમ હજુ સુધી નિભાવી રાખ્યો પણ છે. જે આજ દિન સુધી ક્યારેય સુધી નથી તોડ્યો. ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચ્યા પછી તે એ વાતની સફાઈ કરી લે છે કે તે ફિલ્મમાં કોઈ કિસ સીન નહીં કરે.

સલમાનનું કિસ ના કરવા પાછળનું કહેવું છે કે, તેની ફિલ્મ ફેમિલી જોવે તેવી હોય છે તેની ફિલ્મમાં સીન આપવો એ સાચું નથી. કહી દઈએ કે, ફિલ્મ ‘જબ તક હૈ જાન’માં શાહરુખ ખાને કેટરીના કૈફને નો કિસ ક્લોઝ તોડીને પણ લિપ કિસ કરી હતી. અજય દેવગણે તેની મૂવી ‘શિવાય’માં એક્ટ્રેસ એરિકા ફર્નાડિસ સાથે લાંબો કિસ સીન આપ્યો હતો. આમિર ખાનની વાત કરવામાં આવે તો તેમાટે નો કિસ ક્લોઝ કહેવામાં નથી આવતું. આમિર ખાન કહાનીની ડિમાન્ડ પર કિસ સીન કરે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *