આપણા ગુજરાતના વડોદરા પોલીસે માનવતાની મહેક પ્રસરાવે એવું ઉમદા કામ કર્યું છે. દરરોજ કાયદાના દાયરામાં રહેતા પોલીસવાળાનો માનવતાનો ચહેરો પણ જોવા મળી રહ્યો છે. વડોદરામાં એક પતિએ પત્નીની હત્યા કરી હતી અને ત્યારપછી વડોદરા પોલીસે કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી તેને પોલીસે જેલમાં નાંખ્યો હતો.

ગયા વર્ષે એટલે કે જાન્યુઆરીમાં ગુજરાતના વડોદરામાં કંકુની હત્યા કરવામાં આવી હતી. તેના દીકરા નાના ભાવેશને કોઈ જાણ ન હતી કે તેના પિતાએ જ તેની માતાનું ગળું દબાવીને મારી દીધી. પોલીસે ભાવેશના પિતા ભરત દેવીપૂજકની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. માતાનું નિધન અને પિતા જેલમાં જતા 8 વર્ષના ભાવેશનું આ વિશ્વમાં કોઈ જ બચ્યું ન હતું. છેવટે પોલીસકર્મીઓએ ભાવેશને સહારો આપ્યો અને તેની સંભાળ લેવાની જવાબદારી લીધી.

સહાયક પોલીસ કમિશનર (ઇ ડિવિઝન) એસ.જી. પાટિલે કહ્યું હતું કે તેના પિતા જેલમાં હોવાના લીધે આ દુનિયામાં ભાવેશની સંભાળ લેવા માટે કોઈ હતું. તેની કાકીએ તેને પાસે રાખવાનો ના પાડી દીધો. અમે બાળકને એકલા છોડી શક્યા નહીં. અમે તેના ભવિષ્ય વિશે ચિંતિત હતા, તેથી અમે જાતે જ તેના વાલી બનવાનું નક્કી કર્યું.

એસ.જી. પાટિલે પોતાના જ પોલીસ સ્ટેશનમાં જ પોતાની ચેમ્બરની બાજુના રૂમમાં ભાવેશના ઊંઘવા માટે એક બેડ મૂકાવી દીધો. સાથે જ બાળકના શિક્ષણ પર કોઈ અસર ન થાય એ માટે પુસ્તકોની પણ વ્યવસ્થા કરી દીધી. સાથે જ ભાવેશના ખાવાપીવાની તથા જમવાની અનોખી પણ વ્યવસ્થા કરી દીધી.

આ અલગ રૂમમાં એક મહિલા પોલીસ ભાવેશ માટે ઘરેથી નાસ્તો લાવે છે, સવારે વહેલા મહિલા પોલીસ આવીને ભાવેશને ઉઠાડે છે અને તેને નાસ્તો કરાવે છે, તેને શાળાએ જવા માટે તૈયાર પણ કરે છે અને પછી પોલીસકર્મીઓ પોલીસની ગાડીમાં જ ભાવેશને સ્કૂલે મુકવા માટે જાય છે અને લેવા જાય છે.

સમય પસાર થતા ની સાથે જ ભાવેશ વડોદરા પોલીસનો લાડલો બની ગયો. ભાવેશને વધુ ખુશ રાખવા માટે પોલીસ કર્મીઓ ફળો, ચોકલેટ અને અન્ય ગેમ્સ પણ લઈને આવે છે જેથી તે ખુશ રહે. પાનીગેટ પોલીસ અધિકારીએ કહ્યું કે તેમને આશા છે કે એકવાર તે શાળાએ જઇને તેના મિત્રોને મળવાનું શરૂ કરશે, તો તેનું જીવન ફરીથી સામાન્ય થઈ જશે. તેમણે આગળ જણાવ્યું કે ભાવેશ અભ્યાસમાં પણ સારો છે અને તેમને આશા છે કે તે વધુ સારો બનશે.

એસ.જી. પાટિલે અને બીજા વિવિધ પોલીસકર્મીઓએ ભાવેશના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી છે. એસ.જી. પાટિલે જણાવ્યું હતું કે જો ભાવેશને અહીં અનુકૂળ પડતું નહીં હોય તો તેઓ ભાવેશને બાળકોની હોસ્ટેલમાં શિફ્ટ કરશે, પરંતુ તે હંમેશા ભાવેશના વાલી રહેશે.

ભાવેશ તથા તેના પિતા સાથે એક રૂમમાં મકાનમાં રહેતો હતો. ભાવેશના પિતા જૂના શહેરમાં એક નાનકડી દુકાનમાં મજૂર તરીકે કામ કરતા હતા. પોલીસે કહ્યું હતું કે સરકારની યોજના અંતર્ગત સસ્તું ઘર જે મળ્યું હતું એ વેચી નાખવા બદલ કંકુ ભરત પર ગુસ્સે હતી અને એ જ ગુસ્સામાં ભરતે કંકુની ગાળું દબાવીને મોત કરી દીધી હતી, અને આખી રાત એ જ રૂમમાં રહ્યો હતો. બીજા દિવસે સવારે તેને પોલીસને જઈને ફરિયાદ કરી હતી કે તેને તેની પત્ની પથારીમાં મરેલી હાલતમાં મળી. પોલીસે જયારે આ ગુનાની તાપસ કરી ત્યારે તેમને ખબર પડી કે ભાવેશના પિતાએ જ ભાવેશની માતાની હત્યા કરી હતી. આ પછી પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

24 કલાક માટે માણસોની રક્ષા માટે ખાડે પગે રહેનાર પોલીસનો આ ચહેરો બધાને જ ગમી ગયો છે. ભાવેશ માટે પોલીસ સ્ટેશન જ ઘર બની ગયું છે, જ્યા ભાવેશને વધુ ખુશ રાખવા માટે પોલીસ પોતાના કામમાંથી સમય કાઢે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *