મોટા માણસોના શોખ પણ એવા જ વિચિત્ર હોય છે કે આપણને જોઈને વિચાર આવે કે આવી બેતૂકી વસ્તુઓનો સીધો અર્થ શું હોય, પણ એ લોકો મોટા માણસો છે અને તેમની પાસે પૈસા છે, એ કઈ પણ કરી શકે. ત્યારે તાજેતરમાં શ્લોકા મહેતાનું પર્સ ખૂબ જ ચર્ચાઓમાં ચાલી રહ્યું છે.

થોડાક દિવસો પહેલા ઈશા અંબાણીએ પોતાના મુંબઈમા આવેલ ઘરે એક ઓક્શન ઇવેન્ટ રાખી હતી, જેમાં અંબાણી ફેમિલીની સાથે જ મોટી સંખ્યામાં બોલિવૂડ જગતની હસ્તીઓ પણ આવી હતી. આ દરમ્યાન અંબાણી પરિવારની વહુ શ્લોકા અંબાણી બ્લેક રંગના શિમરી ડ્રેસમાં જોવા મળી હતી, અને તેની સાથે સાથે એક સુંદર મીની પર્સ કેરી કર્યું હતું. સાથે શ્લોકાએ પીપ ટો હિલ્સ અને ડાયમંડના ઈયરરિંગ્સ પહેર્યા હતા.

શ્લોકા અંબાણીનો ડ્રેસ ફેમસ ડિઝાઈનર Elie saab એ ડિઝાઇન કર્યો હતો. પરંતુ તેના દરેક કરતા તેના પર્સે લોકોનું ધ્યાન વધુ મનમોહક કરી નાખતું હતું. શ્લોકાએ એક કલરફુલ બૂમબોક્સ શેપ્ડ પર્સ કેરી કર્યું હતું, જેની કિંમત 4.50 લાખ રૂપિયા હતી, આ ફેમસ અમેરિકન ફેશન ડિઝાઈનર Judith Leiber એ ડિઝાઇન કર્યું છે.

જાણવા મળ્યું છે કે આ ઇવેન્ટમાં અનિલ કપૂર, સોનમ કપૂર, શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, કરિશ્મા કપૂર, નેહા ધૂપિયા, ભૂમિ પેડનેકર જેવા સિતારાઓએ હાજરી આપી હતી.

 

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *