આપણે જાણીએ છીએ કે સમગ્ર ભારત દેશ સુંદરતાની એક ખાણ છે. ક્યાંક ઊંચા પહાડોથી ઘેરાયેલા ગામ તો ક્યાંક લીલાછમ ઝાડ તો ક્યાંક સમુદ્રની લહેરો બધા જ પ્રકારાના નજારાઓ છે આપણા દેશમાં. પણ આજે અમે તમને દેશના કેટલાક એવા શહેરો વિશે કહીશું જ્યા જીવનમાં એકવાર અવશ્ય જવું જ જોઈએ. ત્યાં જઈને તમને પણ એવું લાગશે કે જાણે તે સ્થળ પ્રકૃતિના ખોળામાં જ વસ્યું છે.

1. ઉદયપુર:

Photo Credit

ઝીલના શહેરથી પ્રખ્યાત આ જગ્યા રાજસી ઠાઠ-બાટ તથા કુદરતની અનોખી સુંદરતાથી ભરપૂર છે. અહીંની તમે કોઈ વ્યવસ્થા જોઈને તમે પણ કોઈ રાજા-મહારાજાની જેમ જ અનુભવશો. ઉદયપુર જવા માટેનો બેસ્ટ સમય જુલાઈથી સપ્ટેમ્બર માસ છે.

2. મૈસુર:

Photo Credit

મૈસુરને મહેલોનું શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંની સુંદરતા તથા વિશાળ, અનોખા મહેલો તમારું મન આપમેળે મોહી લેશે. મૈસુર જવા માટેનો સુંદર સમય ઓક્ટોબરથી માર્ચ મહિનો છે.

3. ચંદીગઢ:

Photo Credit

સુંદર શહેરના નામથી પ્રખ્યાત ચંદીગઢની શાંતિ, સ્વચ્છ હવા તથા તેના રસ્તાઓ જોઈને તમારું દિલ આપમેળે પીગળી જશે. અહીં જવાનો સારો સમય ઓગસ્ટથી નવેમ્બર માસ છે.

4. શિમલા:

Photo Credit

બરફની ચારે તરફ ચાદર ઓઢેલા આ શહેરને નથી જોયું તો સમજી જવું કે તમે કઈ જ નથી જોયું. ફક્ત પહાડો અને રસ્તાઓ જ નહીં અહીં બનેલી બ્રિટિશ ઘર પણ તમારું દિલ જીતી લેશે. શિમલા જવા માટેનો સારો સમય માર્ચથી જૂન માસ છે.

5. અન્ડમાન:

Photo Credit

ભારતમાં બેઠા બેઠા જ રહીને જો માલદીવ જેવો જ અનોખો અનુભવ લેવો છે તો અન્ડમાન તમારા માટે સારી જગ્યા છે. સ્વચ્છ બ્લુ સમુદ્ર, સફેદ રેતી વાળા કિનારાઓ તથા સમુદ્રના મોજાથી લહેરાતી હવા તમને રોમાંચિત કરવા માટે જરૂરી છે. અહીં જવાનો બેસ્ટ સમય એપ્રિલથી જૂન માસ છે.

6. આગરા:

Photo Credit

દુનિયાના સાત અજાયબી માંથી એક આપણા ભારતના આગરાનો તાજમહેલ પ્રેમની મિસાલ છે. બધા લોકોએ તાજમહેલની એક વખત મુલાકાત તો ચોક્કસ લેવી જ જોઈએ. અહીં જવા માટેનો સારો સમય ઓગસ્ટથી ઓક્ટોબર માસ છે.

7. મુન્નાર:

Photo Credit

મુન્નારને દક્ષિણ ભારતનું કાશ્મીર તરીકે ફેમસ છે. અહીંના દિલકશ નજારાઓ તમને સુંદર અનુભવ આપશે. અહીં જવા માટેનો સારો સમય ડિસેમ્બરથી ફેબ્રુઆરી માસ છે.

8. પોન્ડિચેરી:

Photo Credit

જો તમારે ફ્રાંસ ગયા વગર જ ફ્રાંસની વાસ્તુકલાનો અનોખો આનંદ લેવો છે પોન્ડિચેરી તમારા માટે સારું સ્થળ છે. અહીંના સમુદ્ર કિનારાઓ પણ વિદેશના સમુદ્ર કિનારાથી ઓછા નથી. અહીં જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ છે.

9. દિલ્લી:

Photo Credit

દિલ્લીમાં મુગલોના સમયની એટલી ઐતિહાસિક ઘર છે કે તમે ગણતા જ રહી જશો. લાલ કિલ્લાથી ચાલુ કરીને, જામા મસ્જિદ અનેકે કુતુંબ મિનાર પુરી દુનિયામાં પ્રખાયત છે. અહીં જવા માટેનો બેસ્ટ સમય નવેમ્બરથી ફેબ્રુઆરી માસ છે.

10. ગેંગટોક:

Photo Credit

બર્ફીલી વાદીઓની મધ્યમાં સ્થિત ગેંગટોક શહેર સુંદર નજારો છે. દુનિયાની ત્રીજુ સૌથી ઊંચુ શિખર કંચનચંગાનો અદ્દભુત નજારો પણ અહીંથી જોવા મળે છે. ગેંગટોક જવા માટેનો સારો સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી માસ છે.

11. ગુલમર્ગ:

Photo Credit

કાશ્મીરમાં સ્તિત ગુલમર્ગ શહેર તમને એક જુદી જ દુનિયામાં લઇ જશે. પ્રકૃતિના ખોળામાં વસેલું આ શહેર સ્વર્ગ સમાન છે. બર્ફીલા ઊંચા ઊંચા પહાડો અને લહેરાતી બરફીલી હવા તમને રોમાંચિત કરી દેશે. ગુલમર્ગ જવા માટેનો બેસ્ટ સમય ઓક્ટોબરથી ફેબ્રુઆરી મહિના સુધી છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *