90ના દાયકાનો સમય મોટાભાગે બધા લોકોને જ યાદ હશે કે જયારે લગભગ બધા જ ઘરે માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા તથા રવિવારની સવારે વહેલા ઉઠીને તરત જ નહાઈ ધોઈને રામાનંદ સાગરની ધાર્મિક સીરીયલ શ્રી કૃષ્ણા દેખવા માટે બધા જ ટીવી સામે ટપટપ ગોઠવાઈ જતા.

Photo Credit

રામાનંદ સાગરના ફેમસ શો ‘શ્રી કૃષ્ણા’માં કૃષ્ણ ભગવાનની ભૂમિકા ભજવનારા એક્ટર સર્વદમન ડી બેનર્જીએ તેમનું પાત્ર એટલું સારી રીતે ભજવ્યું હતી કે લોકો તેમને વાસ્તવિક જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ કહેવા લાગ્યા હતા, પૂજા સમયે સંપૂર્ણ આંખો બંધ કરીને પણ બધાને તેઓ જ દેખાતા હતા, અને તેઓ જ્યા જતા ત્યાં માણસો તેમના પગે લાગવા લાગ્યા હતા. તે સિરિયલમાં તેનું હાસ્ય કોઈ ભૂલી શકે તેમ નથી. સર્વદમન બેનર્જીએ કૃષ્ણની ભૂમિકાથી ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી.

Photo Credit

શ્રી કૃષ્ણા ટીવી સીરિયલમાં શ્રી કૃષ્ણની લીલા જોનારા તથા કૃષ્ણની ભૂમિકા ભજવનારા સર્વદમન ડી બેનર્જીએ તેમના મદમસ્ત અભિનયથી ચાહકોનું મન જીતી લીધું હતું. સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણના પાત્રને પોતાની અંદર એવી રીતે વસાવી લીધું હતું કે જાણે ભગવાને કલિયુગમાં સ્વય અવતાર લીધો હોય.

Photo Credit

ત્યારપછી તેમને આ પ્રકારના જ શો ઓફર થયા જેમાં તે દેખાય, જેવી રીતે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’. સર્વદમન ડી બેનર્જીએ આ બધા જ લગભગ શોમાં ભગવાન કૃષ્ણની પાત્ર ભજવ્યું હતી. આ ધાર્મિક સિરિયલ સિવાય સર્વદમને આદિ શંકરાચાર્ય, દત્તાત્રેય અને સ્વામી વિવેકાનંદ જેવા કેટલાક આધ્યાત્મિક પ્રકારનાં પ્રોજેક્ટ્સમાં કામ કર્યું હતું. શંકરાચાર્યને 1983માં શ્રેષ્ઠ ફીચર મુવિનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.

Photo Credit

તેઓ આખરે સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ એમએસ ધોનીમાં દેખાવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમણે ધોનીના કોચ ચંચલ ભટ્ટાચાર્યની પાત્ર ભજવ્યું હતી. પરંતુ કૃષ્ણની આવી આકર્ષક ભૂમિકા ભજવનાર સર્વદમન હવે આ ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર રહે છે, પણ ક્યાં રહે છે અને શું કરે છે એ અમે તમને જણાવીએ –

સર્વદમન ડી બેનર્જી તાજેતરમાં નદીઓ અને પર્વતોની વચ્ચે સ્વર્ગ જેવા પરિસ્થિિઓમાંથી ઋષિકેશમાં પોતાનું મેડિટેશન સેન્ટર ચલાવે છે, દેશ-વિદેશથી આવતા માણસો અહીં યોગ અને ધ્યાનનો ફાયદો ઉઠાવે છે. આ ઉપરાંત તે પાંખ નામનું એક એનજીઓ પણ સંભાળે છે. જ્યાં તે આશરે 200 બાળકોના ભણવા-લખવા પર ધ્યાન આપે છે.

Photo Credit

તેની સાથે જ 50 યુવતીઓને યોગ્ય રીતે જીવન જીવવા માટે યોગ્ય બનાવવા માટે, તેઓ કામની ટ્રેનિંગ પણ અપાવે છે. સર્વદમન ડી બેનર્જી હવે પહેલા કરતા સમગ્ર રીતે બદલાઈ ગયા છે અને ગ્લેમરની દુનિયાથી દૂર જ રહે છે.

ફેસબુક એકાઉન્ટ પર, તે તેમના કામો વિશે કહેતા રહે છે. ગ્લેમરની દુનિયાને છોડીને આવા શાંત સ્થળે સ્થાયી થવાનો અને કામ કરવાનો વિચાર તેના મગજમાં કેવી રીતે આવ્યો એ વિશે એક ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું હતું કે ગ્લેમરની દુનિયામાં કોઈ ગ્લેમર નથી, માત્ર ચાહકોને જ તેમાં ગ્લેમર દેખાય છે.

Photo Credit

‘કૃષ્ણા’ નું પાત્ર નિભાવતી વખતે મેં નક્કી કર્યું હતું કે હું 45-47 વર્ષની ઉંમર સુધી કામ કરીશ અને તે પછી હું જીવન સાથે જોડાવા માટે કંઈક કરીશ. બસ પછી મને મેડિટેશન મળ્યું અને હવે હું વર્ષોથી એ જ કરું છું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *