ફીટ અને હેલ્દી બોડી માટે એકસરસાઈઝ ની સાથે સાથે એક સારી ડાઈટ પણ ખુબ જ જરૂરી છે. જો તમે ત્રણ ટાઈમનું ભોજન કરીને સંતુષ્ટ છો તો મોટાપો ઓછો કરવા માટે એટલું જ જરૂરી નથી. પરંતુ વજન ઘટાડવા માટે પોતાની સ્નેકીંગ હેબીટ, ભોજન કરવાના સમય નું સાથે જ શરીર ને હાઈડ્રેડ કરવામાં પણ ધ્યાન આપવું જોઈએ. જણાવી દઈએ કે આહાર બદલાવવા થી પેટ ની ચરબી પણ ઘટે છે અને વજન પણ કંટ્રોલ થઇ જાય છે. વજન ઘટાડવા માટે લીંબુ અને ગોળ સાથે એક એવો આયુર્વેદ નુસકો છે. રોજ તેનું સેવન કરવાથી બોડી નું વજન ઓછુ થાય છે.

ગોળ ના ફાયદા :

શક્કર ની શરખામણીમાં ગોળ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તેમાં કેલેરી ઓછી માત્રામાં હોય છે. ગોળ એંટીઓક્સીડેંટ, જીંક અને સેલેનીયમ થી ભરપુર હોય છે જે ઇમ્યુંનીટી વધારવામાં મદદ કરે છે. એટલું જ નહિ ગોળ શરીર માંથી વિષાક્ત પાદરથી ને બહાર કાઢે છે અને મોટાબોલીજ્મ ને મજબુત બનાવે છે. જમ્યા પછી તરત ગોળ નો એક નાનો ટુકડો ખાવાથી ભોજન આસાનીથી પછી જાય છે, તેના સિવાય ગોળ શ્વાસ અને પાચનતંત્ર ની સફાઈ માટે પણ શ્રેષ્ઠ છે.

લીંબુ ના ફાયદા :

લીંબુમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે. લીંબુ નો રસ શરીર ને હાઈડ્રેટ રાખે છે અને મોટાબોલીજ્મ ને વધારે છે. એક રીસર્ચ અનુસાર લીંબુ માં રહેલ પોલીફીનોલ એંટીઓક્સીડેંટ વજન ને નિયંત્રણ માં રાખે છે. પોલીફીનોલ એકડીએલ કોલેસ્ત્રોલ ને ઓછુ કરીને એચડીએલ કોલેસ્ટ્રોલ ના સસ્તર ને વધારે છે.

કેવી રીતે કરવું ગોળ અને લીંબુ પાણી નું સેવન? :

લીંબુ અને ગોળ બંને પોષક તત્વો થી ભરપુર છે. વર્ષોથી વજન ઘટાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ લીંબુ અને ગોળ નું એકસાથે સેવન કરવું વધુ ફાયદાકારક હોય છે. એક ગ્લાસ થોડા ગરમ પાણી માં એક ચમચી લીંબુ નો રસ અને એક નાનો ટુકડો ગોળ મેળવો. પાણીમાં ગોળ પૂરી રીતે ઓગળી જાય ત્યારે તેને પી જાવ. વજન ઘટાડવા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

વજન ઘટાડવા માટે રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ગોળ અને લીંબુ પાણી નું સેવન કરવું ફાયદાકારક હોય છે. તમે સ્વાદ વધારવા માટે તેમાં ફુદીના ના પાન પણ મેળવી શકો છો. એ ધ્યાન રાખો કે ગોળ થોડી ઓછી માત્ર માં નાખો જેથી પાણી વધુ મીઠું ના બને.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *