આપણા ભારત દેશને મહાન કહેવામાં આવે છે. આપણે પણ હંમેશા ગર્વથી બોલતા હોઈએ છીએ કે “મેરા ભારત મહાન”. ઘણા વાહનો પાછળ પણ આપણે આ વાક્ય લખેલું તો જોયું જ હશે તથા દિલથી આપણે પણ કબૂલ કરીએ છીએ કે આપણો દેશ મહાન છે અને મહાન જ રહેશે.

Photo Credit

આપણા દેશની સંસ્કૃતિના લીધે તો આપણે આપણા દેશને મહાન કહીએ જ છીએ કેમ કે જે સંસ્કૃતિ આપણા દેશની છે એવી પુર્થ્વીના કોઈ દેશમાં નથી, પણ આજે અમે તમને એવી 15 વાતો કહેવા જઈ રહ્યા છીએ જે તમને ક્યારેય ખ્યાલ નહિ હોય. આ 15 વાતોના લીધે તમને આપણા દેશને મહાન કહેવામાં વધારે ગર્વની લાગણી અનુભવાશે. તો આવો આ લેખના માધ્યમ દ્વારા જાણીએ એવી 15 વાતો આપણા મહાન દેશ વિશે.

વિશ્વના બધાજ મોટા ધર્મના માણસો આપણા દેશમાં રહે છે

Photo Credit

.

આપણા ભારત દેશમાં સર્વ ધર્મ સમભાવની ભાવના વર્ષોથી ચાલી રહી છે જેના લીધે આપણા દેશમાં દુનિયાના બધા જ મોટા ધર્મના લોકો એકસાથે ભેગા મળીને રહે છે.

Photo Credit

દુનિયાનો સૌથી મોટો ફેમિલી આ દેશમાં વસવાટ કર છે.

આપણા ભારત દેશમાં ઘણા સંયુક્ત કુટુંબ તમને દેખવા મળશે પરંતુ એ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાનો સૌથી મોટો પરિવાર જે 181 વ્યક્તિઓનો છે એ સાથે રહે છે.

Photo Credit

મૂછો માટે પણ મળે છે બોનસ:

આ વાત જાણીને તમને ખરેખર નવાઈ લાગશે કે આપણા ભારત દેશમાં ભારતીય પોલીસ ઓફિસરોને બોનસ મળે છે.

Photo Credit

બીજા અન્ય દેશના લોકો આપણું નાણું નથી લઈ જઈ શકતા:

ભારતમાં વર્ષ દરમિયાન લાખો વિદેશીઓ પ્રવાસ માટે અવરજવર કરતા હોય છે પરંતુ તે માણસો પાછા વળતી વખતે આપણા દેશનું નાણું સાથે પોતાના દેશમાં નથી લઈ જઈ શકતા.

Photo Credit

ગાયનું પણ ઓળખપત્ર છે આપણા દેશમાં:

ભારતમાં ગાયને માતા તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે ત્યારે આપણા દેશમાં ગાયનું પણ ઓળખપત્ર બનાવવામાં આવ્યું છે.

70%થી વધુ મસાલાનું ઉત્પાદન આપણા ભારતમાં:

Photo Credit

આપણા ભારત દેશમાં ખાવાની અંદર જે મસાલાનો ઉપયોગ થાય છે એ મસાલામાં 70% મસાલા ભારતમાં જ ઉગાડવામાં આવે છે.

Photo Credit

ઋતુઓનો અનેરો આનંદ:

આપણા ભારત દેશ એવો છે જેમાં 3 નહિ પરંતુ 6 ઋતુઓનો આનંદ માણી શકાય છે.

Photo Credit

સૌથી વધુ પ્રમાણમાં શાકાહારી લોકો:

વિશ્વના મોટાભાગના દેશો જ્યારે નોન વેજને જ પોતાનો મુખ્ય આહાર કહે છે ત્યારે આપણા દેશમાં 60%માણસો શાકાહારી છે.

Photo Credit

અંગ્રેજી બોલવામાં દ્વિતીય નંબરે:

ઘણી વખતે આપણે જોઈએ છીએ કે આપણા ભારતના લોકોને અંગ્રેજી બોલવામાં તકલીફ થતી હશે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયામાં અંગ્રેજી બોલવામાં આપણો દેશ બીજા નંબર ઉપર છે.

Photo Credit

સૌથી ઓછા છૂટાછેડા ધરાવનાર ભારત દેશ:

આપણો ભારત દેશ સંસ્કૃતિપ્રધાન દેશ છે માટે આપણા દેશમાં દુનિયાના બીજા દેશની બરાબરીમાં સૌથી ઓછા છૂટાછેડાના કેસ થતા જોવા મળે છે.

Photo Credit

પ્રેમના રક્ષકો પણ આપણા દેશમાં:

પ્રેમના વિરોધીઓ વિશે તો આપણે ક્યાંકને ક્યાંક જ હશે પરંતુ પ્રેમનું રક્ષણ કરવા વાળા પણ આપણા ભારત દેશમાં જ રહેલા છે. જે સમાજના અત્યાચારોથી પ્રેમ કરવા વાળાને બચાવે છે.

Photo Credit

કોલડ્રિન્કસનો ઉપયોગ થાય છે ખેતીમાં:

વિશ્વના બધા જ દેશોમાં કોક અને પેપ્સી જેવી કોલડ્રિન્કનો પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આપણા ભારત દેશમાં કેટલાક ખેડૂતો તેનો ઉપયોગ ખેતીમાં જંતુનાશક તરીકે કરે છે.

Photo Credit

સોનાની સૌથી વધુ શોખીન યુવતીઓ:

આપણા ભારત દેશની યુવતીઓ સોનાને ખૂબ જ પ્રેમ કરે છે જેના લીધે દુનિયાનું 11માં ભાગનું સોનુ આપણા દેશની યુવતીઓ પાસે રહેલું છે.

Photo Credit

અવનવી પ્રજાતી:

આપણા ભારત દેશમાં ઘણી જ પ્રજાતિઓ રહે છે અને બધી જ પ્રજાતિની રહેણી કરની જુદા જુદા છે. આપણા દેશમાં એક એવી પ્રજાતી પણ છે જેને આધુનિક સભ્યતાનો ત્યાગ કર્યો છે.

ચેસની શોધકર્તા:

દુનિયામાં જ્યારે ચેસ(શતરંજ) રમવામાં આવે છે ત્યારે એ ચેસની શોધ ઇન્ડિયામાં જ થઈ હતી, ચેસ આપણા દેશની રમત ચતુરંગા (ચોપાટ)નું જ અપડેટેડ વર્ઝન છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *