બૉલીવુડ જગતના વિવિધ કિરદારોને ફિલ્મોમાં એક સારા સીન માટે ખુબ પરિશ્રમ કરવો પડતો હોય છે. ઘણી વખત તો સ્ટંટ અને એક્શન સીન કરવાના સમયે એક્ટર કે એક્ટરેસ ઘાયલ પણ થઇ જાતા હોય છે. તેવામાં જો ઘણી વખત આ અકસ્માત મોટો હોય તો તેઓનો જીવ પણ જોખમમાં આવી શકે છે.એવામાં અકસ્માત ગમે ત્યારે કોઈની પણ સાથે થઇ શકે છે જેમાં બૉલીવુડ જગતના કિરદારો પણ તેની ઝપેટમાં આવી ચુક્યા છે. તેવામાં આજે અમે તમને એવા જ કેટલાક સેલિબ્રિટીઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેઓ શૂટિંગના સમયે કે પછી બીજા કોઈ સમયે ભારે અકસ્મતનો સામનો કરી ચુક્યા છે અને માંડ માંડ બચ્યાં હતા.

1. સની લિઓની:

Photo Credit

પ્રખ્યાત હીરોઈનને બે વર્ષ પહેલા સની લિઓની તેના હસ્બન્ડ ડેનિયલની જોડે એક પ્લેન ક્રેશ થાવાના સમયે માંડ માંડ બચ્યા હતા. પ્લેનને ક્રેશ થતાં બચાવવા માટે મહારાષ્ટ્રના કોઈ બહારના ભાગમાં પ્લેનનું ઉતરાણ કરવામાં આવ્યું હતું.

2. ઐશ્વર્યા રાઈ:

Photo Credit

હિરોઈન ઐશ્વર્યા રાઈ વર્ષ 2004 માં બહાર પાડેલી ફિલ્મ ‘ખાકી’ માં નકારાત્મક રોલ દ્વારા ખુબ વધુ ચર્ચામાં આવી હતી. મૂવી ખાકીના શૂટિંગના સમયે જ એક જીપે તેને ટક્કર મારી અને ઐશ્વર્યા રાઈ જાડી-જાખરામાં પડી ગઈ હતી. જેને કારણે તેને તરત જ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી.

3.હેમા માલિની:

Photo Credit

મથુરાની જોડે દૌસામાં હેમા માલિનીનું વર્ષ 2015 માં ઘાતક અકસ્માત થયું હતું. જેમાં હેમા માલિનિને વધુ ગંભીર ઇજા થઇ હતી. તેની મર્સીડીઝ ગાડી ઓલ્ટો કાર સાથે ટકરાતા રહી ગઈ હતી.

4.પ્રતિ ઝિન્ટા:

Photo Credit

હિરોઈન પ્રીતિ ઝિન્ટા એક વખત કોલંબોમાં પરફોર્મ કરી હતી. તે જ સમયે કૉન્સર્ટની પ્રથમ લાઈનમાં બૉમ્બ બ્લાસ્ટ થઇ ગયો હતો. આ ઘટનામાં પ્રતિ ઝિન્ટા માંડ માંડ બચી હતી. બીજી બાજુ પ્રીતિ ઝિંટા થાઈલેન્ડમાં આવેલી સુનામીમાં પણ ઘેરાઈ ગઈ હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે પ્રીતિ ઝિંટા થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહી હતી.

5.સોનુ સુદ:

Photo Credit

સોનુ સુદ એક વખત પોતાના દોસ્તની સાથે જઈ રહ્યા હતા ત્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર એક એક્સીડન્ટ થઇ ગયો. તે ઓડી ક્યુ-7 માં જઈ રહયા હતા અને ઓચિંતી જ ગાડીમાં આગ લાગી ગઈ જો કે સમયના રહેતા તે બહાર નીકળી ગયા અને તેનો જીવ બચી ગયો.

6.સલમાન ખાન:

Photo Credit

બોલીવુડ જગતના દબંગ ખાન પણ એક્સીડન્ટ ના શિકાર બની ગયા છે. મૂવી ‘તેરે નામ’ની શૂટિંગના સમયે એક ઘટના બની હતી જેથી તે પુરી રીતે ઘાયલ થઇ ગયા હતા.ફિલ્મના એક સીનમાં સલમાન ખાનને રેલવે ટ્રેક પર ચાલવાનું હતું, પણ તેના કો-એક્ટરને એવું લાગ્યું કે અચાનક જ સામે ટ્રેન આવી ગઈ છે અને તેણે સલમાન ખાનનો જીવ બચાવવા માટે ધક્કો માર્યો, જેને લીધે સલમાન ખાન ગંભીર રીતે ઘાયલ થઇ ગયા હતા

7.સૈફ અલી ખાન:

Photo Credit

વર્ષ 2000 માં સૈફ અલી ખાનની પ્રીતિ ઝિન્ટા સાથેની મૂવી ‘ક્યાં કહેના’ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મની શૂટિંગમાં બાઈક એક્સીડન્ટ લીધે સૈફ પુરી રીતે ગંભીર થઇ ગયા હતા અને તેને તરત જ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.તેના શરીરમાં ઘણા ટાંકા પણ લેવા પડ્યા હતા.

8.ઋત્વિક રોશન:

Photo Credit

ઋત્વિક રોશનને મૂવી ‘ક્રીશ’ ના ટાઈમે વધુ ઇજા થઇ હતી.શૂટિંગના સમયે પગ લપસી જાવાને કારણે તે 50 ફૂટની ઊંચાઈ પરથી નીચે પડી ગયા હતા જેને લીધે તેને વધુ ઇજા થઇ હતી.આ ઉપરાંત ફિલ્મ ‘બેંગ બેંગ’ ના શૂટિંગના સમયે પણ અકસ્માત થયો હતો.આ સમયે તેના માથામાં બ્લડ ક્લોટ(લોહી જામી જાવું)થઇ ગયું હતું જેને લીધે તેને સર્જરી કરાવવી પડી હતી.

9.લારા દત્તા:

Photo Credit

મૂવી ‘અંદાઝ’ના સેટ પર જયારે લારા દત્તા એક ચટ્ટાનથી લપસીને દરિયામાં પડી ગઈ હતી ત્યારે એક્ટર અક્ષય કુમારે તેને બચાવી હતી.

10.જૉન અબ્રાહમ:

Photo Credit

જૉનની જોડે અકસ્માત ફિલ્મ ‘શૂટ આઉટ એટ વડાલા’ની શૂટિંગના ટાઈમે થયો હતો. ફિલ્મના ક્લાઈમેક્સમાં અનિલ કપૂર જૉન અબ્રાહમને ગોળી મારે છે તથા આ સીન ફિલ્માવતી વખતે જૉન સંપૂર્ણ રીતે ઘાયલ થઇ ગયા હતા.બ્લેક બુલેટ જૉનના ગરદન પાસે લાગી ગઈ હતી. ગોળી મારવાના સમયે જૉન અને અનિલ કપૂર વચ્ચેનું અંતર 15 ફૂટથી ઓછું હતું જેને લીધે જૉન પુરી રીતે ઘાયલ થઇ ગયા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *