આપણા બધાના જાણીતા સાહિત્યકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર સર્જક શ્રી રઘુવીર ચૌધરીના ધર્મપત્ની શ્રીમતી પારૂબેન ચૌધરીનું અચાનક જ નિધન થયું છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા કેટલાક દિવસોથી બીમાર રહેલા પારૂબેનને કોરોના સંક્રમણને લીધે જીવ ગુમાવવો પડ્યો છે. પ્રખ્યાત કવિશ્રી ચંદ્રકાંત શેઠના પત્ની બીમાર હતા, ત્યારે પારૂબેન એમની ખબર કાઢવા માટે તે ત્યાં ગયેલા. એ વખતે એમને કોરોના વાયરસ નું સંક્રમણ લાગ્યું હોવાનું કહેવામાં આવે છે. ૨૦મી તારીખે એમને હોસ્પિટલમાં એડમિટ કરાયા ત્યારથી એમના ફેમિલીના સભ્યોને પણ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.

Photo Credit

 

તેમની જોડે ટેલીફોનિક વાતચીત વખતે રઘુવીર ચૌધરી અને પારુબેનના દીકરી દ્રષ્ટિબેન પટેલે આ વિષય પર વાત કરતા કહ્યું હતું કે હકીકતે પારુબેનને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની તકલીફ હતી. ગત ૨૦ તારીખે એમને ઉપચાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા. યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનને કારણે કિડની ઉપર પણ અસર થયેલી. હોસ્પિટલમાં એમનું ડાયાલિસિસ પણ કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી કોમ્પ્લિકેશન્સ વધતા હાર્ટ સુધી એની અસર થઈ. પારૂબેનની ઉંમર ૭૮ વર્ષની હતી, અને જોડે આવા કોમ્પ્લિકેશન્સ પણ ડેવલપ થાય એટલે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને ડોક્ટર્સ સ્વાભાવિકપણે કોરોના વાયરસ નો આંતક મમ માટેના પગલા લઇ રહી છે.

Photo Credit

દીકરી દ્રષ્ટિબેન પટેલ સાથે કરેલી વાતચીત દરમિયાન અપાયેલી માહિતી અનુસાર પારૂબેન ચૌધરીએ પોતે ક્યારેય શાળામાં ગયા નહોતા. પરંતુ જીવનની પાઠશાળામાં એ રોજબરોજ અવ્વલ નંબરના શિક્ષક પુરવાર થયા.

Photo Credit

પુત્ર સંજયભાઈ અને ત્રણ પુત્રીઓ કીર્તિબેન, દ્રષ્ટિબેન અને સુરતાબેનના ઉછેરમાં પારુબેનનું જીવન આપી દીધું. રઘુવીર ચૌધરીએ ગુજરાતી સાહિત્યના પ્રથમકક્ષ સર્જકોમાં મોભાનું સ્થાન મેળવ્યું છે, અને જ્ઞાનપીઠ એવોર્ડ સુધીની સફર સફતાપૂર્વક ખેડી છે. એમની આ યાત્રામાં ધર્મપત્ની પારુબેન સાડા પાંચ દાયકાથીય વધુ સમય સુધી કરોડરજ્જુ સમાન બની રહ્યા. આ વાસ્તવિક જીવનમાં ઓછા દેખાતા પારૂબેન પોતે શાળેય અભ્યાસથી બાકાત રહ્યા હોવા છતાં પોતાના ચારેય સંતાનોના શિક્ષણમાં ઊંડો રસ લેતા. તેઓ સમય પ્રમાણે શાળાના શિક્ષકોને મળીને પોતાના સંતાનોની પ્રગતિ વિષે માહિતી મેળવતા રહેતા. પોતાના ચાર સંતાનો અને એમનાય સંતાનોની લીલી વાડી જોઈ સંતૃપ્ત થનારા પારૂબેને અનેકની આંખમાં ભીનાશ મૂકીને આજે અનંતની વાટ પકડી છે.ત્યારે રઘુવીરભાઈના વિવિધ ચાહકો અને પારુબેનના વ્યક્તિત્વથી જાણકાર સંખ્યાબંધ માણસો તેમના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *