આપણે હમણાં ટેલિવીઝન ઓછું જોઈએ છીએ તથા લેપટોપમાં કે મોબાઈલ ફોનમાં સિરિયલ, ફિલ્મો વધુ પ્રમાણમાં જોઈએ છીએ. પણ જયારે 90નો દાયકો હતો એ સમયે ટીવી વધુ જોવા મળતી હતા. ટીવી પર આવતી જાહેરાતો પણ અવારનવાર જોવાતી હતી. અને આ જાહેરાતોના ગીતો પણ આપણને યાદ રહી જતા હતા. એમાં જ એક જાહેરાત એટલે નિરમા વોશિંગ પાવડરની જાહેરાત, અને તેનું ગીત ‘વોશિંગ પાઉડર નિરમા’ જે આજે પણ મોટાભાગના માણસો યાદ છે. પણ શું તમે જાણો છો નિરમાના પેકેટ પર જે છોકરીનું ચિત્ર દોરેલું હોય છે તે કોણ છે? આજે અમે તમને આ જ નિરમા છોકરીની સ્ટોરી કહીશું. નિરમા વોશિંગ પાઉડરની શરૂઆત 1969માં ગુજરાતના કરસનભાઈએ કરી હતી. નિરમાના પેકેટ પર જે છોકરી દેખાવા મળે છે તે બીજું કોઈ નહિ પણ ખુદ કરસનભાઈની દીકરી ‘નિરુપમા’ છે. કરસનભાઈ પ્રેમથી પોતાની દીકરીને નિરમા તરીકે બોલાવતા હતા. કરસનભાઈ એક ક્ષણ પણ પોતાની દીકરીને પોતાની આંખોથી દૂર કરતા ન હતા. પણ કદાચ ભગવાનને કઈક જુદું જ ગમ્યું હતું.

Photo Credit

નિરુપમા એક દિવસ ક્યાંય જઈ રહી હતી અને તેનું એક્સીડન્ટ થઇ ગયું, આ દુર્ઘટનામાં નિરુપમાનું મૃત્યુ થઇ ગયું. કરસનભાઈ પોતાની દીકરીના મૃત્યુથી એકદમ તૂટી ગયા. તે હમેંશા જોવા માંગતા હતા કે પોતાની દીકરી મોટી થઈને ખુબ નામના મેળવે તથા આખી દુનિયા તેને ઓળખે, પણ તેવું ન થઇ શક્યું. એવામાં કરસનભાઈએ નિર્ણય લીધો કે તે પોતાની દીકરીને હંમેશા માટે તે અમર કરી દેશે. તેમણે નિરમા વોશિંગ પાઉડરની શરૂઆત કરી અને પેકેટ પર નિરમાની જ ફોટો લગાવાનું ચાલુ કર્યું.

Photo Credit

ત્રણ વર્ષ સુધી સતત એક અનોખા વોશિંગ પાઉડરનો ફોર્મ્યુલા કર્યો તથા ત્યારબાદ પાઉડરનું વેચાણ ચાલુ કર્યું. પણ આ વચ્ચે કરસનભાઈએ પોતાની સરકારી નોકરી પણ છોડી દીધી. તે પોતાની સાઇકલથી ઓફિસ જતા હતા તથા રસ્તામાં લોકોના ઘરોમાં નિરમા વોશિંગ પાઉડર સેલ કરતા હતા. જો કે તે સમયે બજારમાં સર્ફએક્સલ જેવા બીજા અનેક પાઉડર પણ આવી ચુક્યા હતા. જેની કિંમત 15 રૂપિયા પ્રતિ કિલો હતી જ્યારે કરસનભાઈ નિરમા પાવડર માત્ર 3.5 રૂપિયા પ્રતિ કિલો માં જ વેચતા હતા. નજીકના સામાન્ય લોકોને નિરમા એક સારો વિકલ્પ લાગી રહ્યો હતો, એવામાં નિરમાનું વેચાણ ખૂબ વધી ગયું.

Photo C redit

નિરમા બનાવવાથી ચાલુ કરીને વેચતા સુધીનું સમગ્ર કામ કરસનભાઈ પોતાની જાતે જ કરતા હતા. આવામાં તેને લાગ્યું કે આ સારો સમય છે નોકરી છોડવા માટે. ત્યાં સુધીમાં ફક્ત ગુજરાત જ નહીં પણ આખા ભારતમાં નિરમા પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું હતું. કરસનભાઈએ હવે નિરમા માટે મોટી ટિમ બનાવી જે નજીકના દુકાનદારોને પાઉડર વેચવાનું કામ કરતી હતી. પરંતુ હવે તકલીફોનો શરુ થઇ ગઈ હતી. કરસનભાઈ ઘણા લોકોને ઉધાર પર માલ આપતા હતા, પરંતુ જયારે પણ કોઈ પાવડરના પૈસા લેવા માટે દુકાનદાર પાસે જાય ત્યારે દુકાનદાર એક મોટું બહાનું બતાવી દેતા હતા. તેટલું જ નહિ, પાવડરના બચેલા પેકેટ પણ પાછા આપી દેતા હતા.

કરસનભાઈ આ બાબતથી ખૂબ જ દુઃખી થયા, તેમને પોતાની ટીમની મિટિંગ બોલાવીને બધાને જ જણાવી દીધું કે બજારમાં જેટલા પણ નિરમાના પાઉડર છે એ બધા જ પાછા લઇ આવો. ટીમને કઈ પણ સમજ આવી રહ્યું ન હતું, પરંતુ તેમને કરસનભાઈ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ હતો. એટલે બધાએ જ એવું કે જે કરસનભાઈએ કહ્યું હતું. ટીમને એવું લાગી રહ્યું હતું કે હવે કદાચ નિરમા બંધ થઇ જશે પરંતુ કરસનભાઈએ કઈંક જુદું જ વિચાર્યું હતું. એ સમયે બજારમાં ટીવી આવી ચુક્યા હતા, તેમને મહત્વનો નિર્ણય કર્યો કે હવે સમય છે કે પૈસા જાહેરાતોમાં રોકવામાં આવે. ત્યારે નિરમાની જાહેરાત ટીવી પર આવવા લાગી.

Photo C redit

ટીવી પર જોવા મળેલું પ્રથમ વખત જાહેરાતનું ગીત ‘વોશિંગ પાઉડર નિરમા’ સાંભળ્યું તો લોકોનું ધ્યાન એ તરફ ભડકી ગયું. જાહેરાત ટીવી પર આવ્યા પછી પાવડરની માંગ વધવા લાગી. ‘વોશિંગ પાઉડર નિરમા’ બધા લોકોના મોઢે ચઢી ગયું. હવે દરેક નાની-મોટી દુકાનો પર નિરમા પાવડર વેચવા લાગ્યો હતો. અને આ બાબતે કરસનભાઈએ નક્કી કર્યું હતું કે એક પણ રૂપિયો ઉધારીમાં આ પાવડર નહિ આપવામાં આવે.

આવામાં કરસનભાઈનો આ ફોર્મ્યુલો એકદમ સુંદર થઇ ગયો અને સાથે જ તેની દીકરી નિરુપમાને અમર કરી દેવાનું સપનું પણ પૂરું થઇ ગયું. આજે પણ નિરમા વોશિંગ પાઉડર સાંભળતા જ આપણા મગજમાં એક ફોટો આવી જાય છે, જે ફોટો જ કરસનભાઈનું સપનું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *