જેમનું જીવન કોયડો રહ્યું છે અને ગુજરાતના હજારો, લખો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનો વિષય રહ્યો છે એવા ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આવેલ અને ચુંદડીવાળા માતાજી ના નામે ઓળખાતા પ્રહલાદભાઈ જાની ને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. જેમના શરીર અને જીવન પર મોટા મોટા સંશોધનો થઈ ચૂક્યા છે, તેવા બનાસકાંઠા ખાતે આવેલા ચુંદડીવાળા માતાજી દેવલોક પામ્યા છે.

ચુંદડીવાળા માતાજીએ ચરાડા ખાતે મોડીરાતે દેહત્યાગ કર્યો હતો. મળતી માહિતી મુજબ એમના પાર્થિવ દેહ ને હવે 28 મે તારીખે અંબાજી ખાતે સમાધિ અપાશે. એવું કહેવાઈ રહ્યું છે કે છેલ્લા 76 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. જે વિજ્ઞાન માટે પણ એક મોટો કોયડો સમાન છે. તો ચાલો જોઈએ એમના જીવનની અમુક રસપ્રદ વાતો.

તમે ખોરાક અને પાણી વગર કેટલા સમય સુધી રહી શકો છો?

1 કલાક કે 1 દિવસ કે પછી 10 દિવસ??? આવો મળીએ આપણા એક એવા સંત ને કે જેઓ 70 વર્ષ થી ખોરાક કે પાણી વગર જીવન પસાર કરી રહ્યા છે.

પ્રહલાદ જાની કે જેઓ માતાજી તરીકે ઓળખાય છે જેમનો જન્મ ૧૩ ઓગષ્ટ ૧૯૨૯ માં મહેસાણા જીલ્લા ના ચરાડા ગામમાં થયો હતો. તેમના કહેવા પ્રમાણે ૧૯૪૦ થી તેઓ એ કઈ પણ ખાધું નથી તેમનું જીવન અંબા માં ના આશીર્વાદ થી જ ચાલે છે.


તેમના કહેવા પ્રમાણે તેમણે 7 વર્ષ ની ઉમરે ઘર છોડ્યું હતું અને તેઓ જંગલ માં રહેવા ચાલ્યા ગયા હતા. ૧૧ વર્ષ ની ઉમરે તેમને એક ધાર્મિક અનુભવ થયો અને તેઓ અંબા માં ના ભક્ત બની ગયા. ત્યાર થી તેઓ સ્ત્રી ભક્ત તરીકે સ્ત્રી વસ્ત્રો પહેરે છે.લાલ કલર ની સાડી, આભૂષણો અને લાંબા વાળ આ એમનું બાહ્ય રૂપ.

1970 થી તેઓ અંબાજી માતા ના મંદિર નજીક જંગલ માં સન્યાસી તરીકે નું જીવન ગાળે છે અને તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠે છે. તેમનો મોટાભાગ નો સમય ધ્યાન માં લગાવે છે.

તેમના પર 2 નિરીક્ષણ ટેસ્ટ પણ કરવામાં આવેલા, જે સુધીર શાહ કે જેઓ અમદાવાદ માં સ્ટરલિંગ હોસ્પિટલ માં ન્યુરોલોજિસ્ટ છે તેમણે કરેલા. આવો જાણીએ શું હતા આ નિરીક્ષણ ટેસ્ટ

શું થયું 2003 માં કરવામાં આવેલા ટેસ્ટ માં??
===============================

2003 માં સુધીર શાહ એ સ્ટરલિંગ હોસ્પિટલ, અમદાવાદ માં પ્રહલાદ જાની ને 10 દિવસ સુધી બંધ રૂમ માં રાખેલા. ડોક્ટર ના જણાવ્યા મુજબ તેમણે નિરીક્ષણ દરમિયાન મળમૂત્ર નો ત્યાગ પણ કરેલો નહિ પરંતુ તેમના મૂત્રાશય માં મુત્ર દેખાયેલું જરૂર. હોસ્પિટલ ના જણાવ્યા પ્રમાણે તેમની શારીરિક સ્થિતિ સામાન્ય હતી. પરંતુ એમના તાળવા માં જે કાણું હતું તે અસામાન્ય સ્થિતિ માં હતું.

શું પરિણામ આવ્યું 2010 ના ટેસ્ટ નું??
===========================

22 એપ્રિલ થી 6 મે 2010 સુધી પ્રહલાદ જાની ને ફરીવાર નિરીક્ષણ માટે રાખવામાં આવેલ અને આ વખતે તો સુધીર શાહ સાથે 35 લોકો ની ડીફેન્સ ઇન્સ્ટીટયુટ ઓફ ફીજીયોલોજી એન્ડ એલાઈડ સાઈન્સ ની ફોજ હતી. તેમના ડાયરેક્ટર ના કેહવા મુજબ આ નિરીક્ષણ માનવ જાતિ, સૈનિકો અને ખગોળ શાસ્ત્રીઓ ને બહુ જ ઉપયોગી થઈ શકે તેમ હતું. ફરી શરૂવાત થઇ નિરીક્ષણ ની એ જ સ્ટરલીંગ હોસ્પિટલ માં. પૂરી ટીમ દરરોજ બ્લડ ટેસ્ટ, સ્કેન અને અન્ય શારીરિક નિરીક્ષણો કરવા માં લાગી ગઈ હતી. તેમણે કેમેરા ની નજર માં રાખી ને બહાર સુર્યપ્રકાશ માં જવા દેવામાં આવતા.

15 દિવસ પછી અને એ પણ કઈ ખાધા કે પીધા વગર તેમના બધા જ મેડીકલ ટેસ્ટ નોર્મલ હતા!! નિરીક્ષણ કરી રહેલી ટીમે તો એવું કહ્યું કે એમની ઉમર ની વ્યક્તિ ની તબિયત જે હોવી જોઈએ તેમની કરતા તો પ્રહલાદ જાની ની તબિયત વધારે સારી છે. છેવટે રીસર્ચ ટીમે વધારે નિરીક્ષણ કરવા માટે પ્લાન બનાવવા નું નક્કી કરેલું કે કઈ રીતે તેમની બોડી માં ઉત્પન્ન થતો વેસ્ટ નષ્ટ થાય છે, કઈ રીતે તેમને જીવવા માટે ની એનર્જી મળે છે અને આપણા સંતે કોઈપણ નિરીક્ષણ કોઈપણ સમયે કરવા માટે હમેશા સહકાર આપશે એવો રસ દાખવેલો

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *