આજે વિશ્વના દરેક માણસો પોતાની ફિટનેસને લઈને વધુ દીવાના થયા છે અને થાય પણ કેમ નહિ? આ પોતાની સમગ્ર જાતને વધુ સુંદર તથા આકર્ષક બનાવવાની એક સારી રીત છે. ત્યારે વધારે વજન ધરાવતા માણસો પણ સુંદર દેખાવા માટે વજન ઓછું કરવાના ઘણા પ્રયત્ન કરે છે. વજન ઓછું કરવા માટે આ માણસો કેટલાય નુસ્ખાઓ અપનાવે છે જે પૈકી કેટલાક કારગર પુરવાર થાય છે અને કેટલાક તો માત્ર સમયનો વ્યય જ કરે છે.

આ સાચી જ વાત છે કે તમે પોતાનું વજન ઓછું કરવા માટે ઘણા ઉપાયો કર્યા હશે પણ શું એમાંથી કોઈ પરિણામ મળ્યું? જો તમારો ઉત્તર ના છે તો આજે અમે તમારા માટે એક જાપાની ટેક્નિક લઈને આવ્યા છીએ, જેમાં તમને ડાયેટ કરવાની જરૂર નથી કે ન કોઈ જીમમાં જઈને પરિશ્રમ કરવાની જરૂર.

Photo Credit

હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અમને તમને વજન ઓછું કરવા માટે એક નાની એક્સરસાઇઝ વિશે કહીશું, જેને એક જાપાની ફિઝિશિયને જણાવી છે. આ ખૂબ જ સરળ તથા જાદુઈ એક્સરસાઇઝ છે, જે પૈકી તમારું બોડી પોશ્ચર સારું થશે અને તમને પીઠના દુઃખાવાથી પણ સહાય મળશે. ફક્ત આટલું જ નહિ, પણ આ પ્રભાવી રીતે વજન ઓછું કરવા માટે પણ મદદ કરશે. આના માટે તમારે ફક્ત એક ટુવાલની જરૂર હોય છે.

આના માટે તમારે કંઇ કરવાનું અવશ્ય રહેશે નહીં. ન તો ખર્ચાળ જીમ મશીનની જરૂર છે અને ન તો કોઈ સોના સ્લિમ બેલ્ટની. આ એક્સરસાઇઝ માટે ફક્ત એક ટુવાલ રોલની આવશ્યકતા છે. હા, માત્ર એક રોલ કરેલા ટુવાલની મદદથી તમે તમારા ‘કમરા’ને ફરીથી કમર બનાવી શકો છો.

Photo Credit

હવે તમે જણાવી રહયા હશો કે ટુવાલથી કેવી રીતે કોઈ વજન ઘટી શકે છે? તો જવાબ છે, વિજ્ઞાન. ડોક્ટરોએ કમરની નજીક વધુ ચરબીનું કારણ શોધી કાઢ્યું છે. ડોક્ટરોને ખ્યાલ આવ્યો છે કે પેટની આજુબાજુ ચરબી ખરેખર તમારા પેલ્વિસના ખોટી જગ્યાએ હોવાના લીધે જમા થાય છે. અને આ કસરત પેલ્વિસ પ્લેસમેન્ટને ઠીક કરવાનો દાવો કરે છે, જે પૈકી આપમેળે તમારી કમરની નજીકની ચરબી ઘટે છે અને વજન ઓછું થાય છે.

• આ રીતે કરો એક્સરસાઇઝ:

ટુવાલને લગભગ 15 ઇંચ લાંબા તથા 4 ઇંચ પહોળા વેલણાકારમાં ફોલ્ડ કરી લો. પછી કોઈ દોરાથી તેને બાંધી લો જેથી ફોલ્ડ ખુલી ન જાય.

ત્યારબાદ તમે કોઈ સમતલ તથા મજૂત સપાટી કેમ કે જમીન પર, ફિટનેસ મેટ અથવા મસાજ ટેબલ પર સુઈ જાઓ.

Photo Credit

પીઠ પર સુઈ જાઓ તથા તેની કમર પાસે ટુવાલ એવી રીતે રાખો કે તે તમારી નાભિની સમાંતર હોય.

પોતાના પગને ખભાની પહોળાઈ જેટલા ખોલો, તથા પગના અંગૂઠા એકબીજાને અડાડો, પણ પગ એ જ જગ્યાએ રાખવાના એટલે ત્રિકોણ આકાર બનશે.

હાથે ધીરે ધીરે માથા પર લઇ જાઓ, હાથની ટચલી આંગળીઓ એકબીજાને સંકળાયેલી રાખો.

Photo Credit

• આ પોઝિશનમાં 5 મિનિટમાં પડયા રહો.

આ પછી ધીમે ધીમે નોર્મલ પોઝિશનમાં આવી જાઓ અને આ એક્સરસાઇઝ પુરી કરો.

આ ટેક્નિકને રોજ ત્રણ વખત પાંચ-પાંચ મિનિટ કરવાથી કેટલાક જ દિવસોમાં તમને જાતે જ બદલાવ જોવા મળશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *